Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Black Friday Saleમાં આ ફોન મળી રહ્યા છે એકદમ સસ્તા, જુઓ ડિટેઈલ્સ
આજે શુક્રવાર છે, અને આ શુક્રવાર છે બ્લેક ફ્રાઈડે. એટલે ઘણી ટેક કંપનીઝ બ્લેક ફ્રાઈડે સેલ અંતર્ગત પોતાના હેન્ડસેટ્સ પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ આપી રહી છે. ઈલેક્ટ્રોનિક રિટેઈલર ક્રોમાએ પણ પોતાની વેબસાઈટ પર બમ્પર ડિસ્કાઉઅટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં સેમસંગ, વન પ્લસ, વીવો અને રેડમી જેવી બ્રાન્ડ્ઝના ફોન સામેલ છે.

ડિસ્કાઉન્ડેટ કિંમતે મળતા સ્માર્ટ ફોનની કિંમત 15,000થી લઈને 40,000 રૂપિયાની વચ્ચે છે. આજે અમે તમને જણાવીશું કે કયા ફોન પર કેટલી ઓફર છે અને તેના ફીચર્સમાં શું ખાસ છે.
Redmi Note 12 5G
Croma આ ડિવાઈસ પર તમને 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. જે બાદ Redmi Note 12 5Gના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 15,499 રૂપિયા થઈ જાય છે. ફીચર્સની વાત કરીએ તો આ ફોન 6.67 ઈંચની ડિસ્પ્લે ધરાવે છે, જે 120 Hzના રિફ્રેશ રેટ પર કામ કરે છે. જ્યારે આ ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 4 જેન 1 પ્રોસેસર મળે છે. આ પ્રોસેસર 4 જીબી રેમ અ 128 જીબી સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે. આ ફોનમાં તમને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ પણ મળે છે, જેમાં પ્રાઈમરી કેમેરા 48 મેગાપિક્સલનો છે. આ ઉપરાંત 13 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોન 5000 mAhની દમદાર બેટરીથી સજ્જ છે.
Samsung Galaxy A14 5G
Samsung Galaxy A14 5G ફોનના 6 જીબી રેમ અને 128 જીબી વેરિયંટ પર 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જે બાદ આ ફોનની કિંમત 17,999 રૂપિયા થાય છે. આ ફોન 6.6 ઈંચની ડિસ્પ્લે ધરાવે છે, જે 90 Hz રિફ્રેશ રેટ પર કામ કરે છે. Samsung Galaxy A14 5Gમાં Exynos 1330 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ધરાવે છે. આ ફોનમાં પણ ટ્રિપલ રિયર કેમેરા છે, જેમાં 50 મેગાપિક્સલનો કેમેરા પ્રાઈમરી છે, જ્યારે ફ્રંટ કેમેરા 13 મેગાપિક્સલનો છે. આ ફોન પણ 5000 mAhની બેટરી ધરાવે છે.
OnePlus Nord CE 3 Lite 5G
આ ફોનના 8 જીબી રેમ અને 256 જીબી વેરિયંટની કિંમત 21,999 રૂપિયા છે, જેના પર તમને 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોન 6.72 ઈંચની ડિસ્પ્લે ધરાવે છે, જે 120 Hz રિફ્રેશ રેટ પર કામ કરે છે. આ ફોનમાં તમને સ્નેપડ્રેગન 695 પ્રોસેસર મળે છે. કેમેરાની વાત કરીએ તો આ ફોન પણ ટ્રિપલ કેમેરા સેટઅપથી સજ્જ છે, જે 108 MPનો પ્રાઈમરી કેમેરા અને 16 MPનો ફ્રંટ કેમેરા મળે છે. આ ફોન 5000 mAhની મોટી બેટરી ધરાવે છે, જે 67 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Vivo V29e 5G
આ ફોનના 8 GB અને 128 જીબી વેરિયંટ પર 2,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ડિસ્કાઉન્ટ બાદ આ ફોનની કિંમત 26,999 રૂપિયા છે. આ ફોનમાં તમને 6.78 ઈંચની ડિસ્પ્લે મળે છે, જે 120 Hzનો રિફ્રે રેટ ધરાવે છે. આ ફોનમાં તમને સ્નેપડ્રેગન 695 પ્રોસેસર મળે છે, જે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ ધરાવે છે. આ ફોન ડ્યુઅલ કેમેરા સેટઅપ ધરાવે છે, જેમાં 64 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 50 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા છે. આ ફોન 5000 mAhની બેટરી ધરાવે છે, જે 44 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications