Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આવી ગયો Digital Condom, બ્લૂટૂથ દ્વારા કરશે કામ, તમને આ રીતે બચાવશે
Digital Condom: માર્કેટમાં એક નવા પ્રકારનો યુનિક કોન્ડોમ આ ગયો છે, જે આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. અમે વાત કરી રહ્યા છીએ ડિજિટલ કોન્ડોમની. જર્મનીની સેક્સ્યુઅલ વેલનેસ બ્રાન્ડ બિલી બોય દ્વારા ડિજિટલ કોન્ડોમ નામની એક એપ લોન્ચ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય પ્રાઈવેટ પળો દરમિયાન લોકોની પ્રાઈવસી વધુ સુરક્ષિત કરવાનો છે. આ એપ Camdom નામથી પણ જાણીતી છે. આ એપ બ્લૂટૂથ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તમારા ફોનના કેમેરા અને માઈક્રોફોનને ડિસેબલ કરી નાખે છે, જેને લીધે તમારી પરવાનગી વગર વીડિયો કે ઓડિયો કન્ટેન્ટનું રેકોર્ડિંગ રોકી શકાય છે.
બિલી બોયનું આ લેટેસ્ટ ઈનોવેશન લોકોને સ્કેમનો ભોગ બનતા રોકવા માટે અને તેની પ્રાઈવસી સુરક્ષિત કરવાનું કામ કરે છે. આ ડિજિટલ કોન્ડોમ લોન્ચ થયો ત્યારથી જ ઈન્ટરનેટ પર હોબાળો મચાવી રહ્યો છે, કેટલાક યુઝર્સ તેની પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક યુઝર્સ આને વગર કામની શોધ ગણાવી રહ્યા છે.

બંધ કરી દે છે કેમેરા અને માઈક
બિલી બોયનું કહેવું છે કે આ એપનો ઉપયોગ એકદમ સરળ છે, તેનો ઉદ્દેશ્ય લોકોની પ્રાઈવસી સુરક્ષિત બનાવવાનો છે. આ ડિજિટલ કોન્ડોમનો ઉપયોગ કરવા માટે યુઝર્સે એપ ઓન કરવાની છે અને એક વર્ચ્યુઅલ બટન સ્વાઈપ કરવાનું છે. બસ આટલું કરતા જ ફોનના કેમેરા અને માઈક બંધ થઈ જશે.
એલર્ટ મોકલશે, એલાર્મ આપશે
ધારો કે તમે ડિજિટલ કોન્ડોમ એપનો ઉપયોગ કરી રહ્યા છો, તે સમયે જો કોઈ પાર્ટનર કેમેરા ઓન કરીને વીડિયો રેકોર્ડ કરવાની કોશિશ કરે છે, તો આ એપ તમને એલર્ટ આપશે અને એક એલાર્મ વાગશે. ડિજિટલ કોન્ડોમ એપ દ્વારા કોઈ પણ એક યુઝર એક સાથે રૂમમાં રહેલા બધા જ ડિવાઈસના કેમેરા અને માઈક બ્લોક કરી શકે છે. એટલે કે તમારી પ્રાઈવેટ પળ દરમિયાન તમે ડિજિટલી સુરક્ષિત રહી શકો છો. કોઈ પણ વ્યક્તિ તમારી જાણ બહાર તમારો વીડિયો કે ઓડિયો રેકોર્ડ નહીં કરી શકે.
કંપનીએ પ્રાઈટ પળોને ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગથી બચાવવાની જરૂરિયાતને હાઈલાઈટ કરી છે. આમ તો આ એપ ખૂબ જ ઉપયોગી છે, જે ઘણે અંશે અજાણ્યા સ્થળે તમને મદદ કરી શકે છે.
30થી વધુ દેશોમાં ઉપલબ્ધ છે એપ
બિલી બોયના કહેવા પ્રમાણે હાલ આ એપ 30થી વધુ દેશોમાં એન્ડ્રોઈડ યુઝર્સ માટે અવેલેબલ છે. આગામી દિવસોમાં આ એપ એપલ યુઝર્સને પણ મળી જશે. એપના ડેવલપર ફેલિપ અલ્મેડાના કહેવા પ્રમાણે આજકાલ ફોન આપણા જીવનનો હિસ્સો બની ચૂક્યો છે. આપણો મોટાભાગનો અંગત ડેટા આપણા ફોનમાં જ સ્ટોર હોય છે. એટલે તમારી ખાનગી વાતોને રેકોર્ડ થવાથી બચાવવા માટે આ પ્રકારની એપ તૈયાર કરવામાં આવી છે, જે બ્લૂટૂથનો ઉપયોગ કરીને ફોનના કેમેરા અને માઈક બ્લોક કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications