ભીમ એપમાં હવે 7 ભાષા સપોર્ટ, નવું અપડેટ ઘણા નવા ફીચર લાવ્યું.

By: anuj prajapati

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઘ્વારા ડિસેમ્બરમાં યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ ધરાવતી ભીમ એપ લોન્ચ કરવામાં આવી હતી. હાલમાં આ એપમાં ખુબ જ મોટું અપડેટ આવ્યું છે. એન્ડ્રોઇડ ડિવાઈઝ માટે ભીમ એપમાં વર્ઝન 1.2 આવ્યું છે. જેમાં ઘણા નવા ફીચર એડ કરવામાં આવ્યા છે અને તેની સાથે સાથે કેટલાક જુના પ્રોબ્લેમ પણ સોલ્વ કરવામાં આવ્યા છે.

ભીમ એપમાં હવે 7 ભાષા સપોર્ટ, નવું અપડેટ ઘણા નવા ફીચર લાવ્યું.

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઘ્વારા ભીમ એપમાં અપડેટ કરવામાં આવેલા કેટલાક મેજર ફીચર વિશે જણાવવામાં આવ્યું છે. સૌથી મોટું અપડેટ આ એપમાં આપવામાં આવ્યું છે કે તેમાં સાત ભારતીય ભાષા બંગાળી, ગુજરાતી, તમિલ, તેલુગુ, કન્નડા, મલયાલમ અને ઓડિયા સપોર્ટ કરવામાં આવી રહી છે. પહેલા આ એપ હિન્દી અને ઇંગલિશ સપોર્ટ સાથે લોન્ચ કરવામાં આવી હતી.

ભીમ એપ એન્ડ્રોઇડ યુઝર માટે લોન્ચ કરવામાં આવી છે. જેમાં આધાર નંબર પેમેન્ટ ઓપશન જેના ઘ્વારા યુઝર તેના આધાર નંબર ઘ્વારા લીક કરેલા બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે. ભીમ એપમાં સ્પેમ રિપોર્ટ ફીચર એડ કરવામાં આવ્યું છે. જેની મદદથી તમે એવા અજાણ્યા લોકોને બ્લોક કરી શકો છો, જેઓ તમને પૈસા ટ્રાન્સફર કરવાની રિકવેસ્ટ મોકલતા હોય.

હુગો બારા ફેસબૂક સાથે તેમની વર્ચુઅલ રિયાલિટી ટીમ સાથે જોડાશે.

હાલમાં જો ભીમ એપમાં એડ કરવામાં આવેલા લેટેસ્ટ ફીચર વિશે વાત કરવામાં આવે તો ભીમ એપમાં પ્રાયવસી સેટિંગ સારું કરવામાં આવ્યું છે. જેમાં તમે યુએસએસડી અથવા તો ઓટીપી ઘ્વારા મોબાઈલ રજીસ્ટ્રેશન કરી શકો છો, તમે ભૂલી ગયેલા પાસકૉડ ને રીસ્ટોર કરી શકો છો, તમે પેમેન્ટ સર્વિસ ઉલટાવી પણ શકો છો.

ભીમ એપ એન્ડ્રોઇડ યુઝર માટે હાલમાં લોન્ચ કરવામાં આવી છે. પરંતુ તેની સાથે જણાવવામાં પણ આવ્યું છે કે ખુબ જ જલ્દી તેને આઇઓએસ ડિવાઈઝ યુઝર માટે પણ લોન્ચ કરવામાં આવશે. પરંતુ આઇઓએસ ડિવાઈઝ યુઝર માટે આ એપ ક્યારે લોન્ચ કરવામાં આવશે તેના વિશે કોઈ જ માહિતી આપવામાં આવી નથી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
BHIM app update brings many new features including spam report, support for seven more regional language, etc.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot