BGMI ભારતમાં કરશે કમબેક, જાણો ક્યારે થશે લોન્ચ?

By Gizbot Bureau
|

શું તમે પણ બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડયા ગેમના શોખીન હતા, પરંતુ ભારતમાં આ ગેમ પ્રતિબંધિત થતાં નિરાશ થઈ ગયા હતા? તો તમારા માટે અને તમારા જેવા BGMI ગેમ્સના શોખીનો માટે સારા સમાચાર આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે BGMI ટૂંક સમયમાં જ ભારતમાં કમબેક કરી શકે છે. તાજેતરમાં જ કેટલાક જાણીતા લોકોએ દાવો કર્યો છે કે BGMI ભારતમાં ફરીથી ઉપલબ્ધ થવાની છે. એટલે સુધી કે આ ગેમ ક્યારે લોન્ચ થશે, તેની સંભવિત તારીખ પણ જાહેર થઈ છે.

BGMI ભારતમાં કરશે કમબેક, જાણો ક્યારે થશે લોન્ચ?

ટેક્નિકલ ગુરુજીએ કર્યો દાવો

ગૌરવ ચૌધરી જે ભારતમાં ટેક્નિકલ ગુરૂજીના નામથી જાણીતા છે. તેમણએ પોતાના અઠવાડિક ટેક ફોકસ યુટ્યુબ વીડિયો સિરીઝના 12મા એપિસોડમાં દાવો કર્યો છે કે આ વર્ષના અંત સુધીમાં ભારતમાં BGMI ફરીથી શરૂ થઈ શકે છે. ગૌરવ ચૌધરીએ પોતાના વીડિયોમાં કહ્યું છે કે,’આ સમાચાર આજના દિવસમાં મારા સૌથી ગમતા સમાચાર છે. આપણે બધા જ લાંબા સમયથી બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા’ના કમબેકની રાહ જોઈ રહ્યા છીએ. આખરે આપણી પાસે એક તારીખ છે. BGMI 2022 વર્ષના અંત સુધીમાં એક નવા અવતારમાં કમબેક કરી શકે છે.

ટૂંક સમયાં ફરી ઉપલબ્ધ થશે BGMI

જો કે, BGMI ભારતમાં કઈ તારીખે લોન્ચ થશે, તેની સત્તાવાર જાણ હજી સુધી કોઈને નથી. પરંતુ બધી જ બાજુથી એક વાત સતત સંભળાઈ રહી છે કે બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા ભારતમાં કમબેક કરશે તે નક્કી છે. જે લોકો આ ગેમ રમવાના શોખીન હતા, તેમના માટે આ સમાચાર કોઈ ખુશખબરથી કમ નથી. પરંતુ હજી સુધી ન તો કંપની તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી છે, ન તો ગેમ લોન્ચ થવાની કોઈ તારીખ જાહેર થઈ છે. એટલે ગેમના શોખીનોએ આ મામલે સત્તાવાર જાહેરાતની રાહ જોવી જ રહી.

આ જ વર્ષે થઈ હતી પ્રતિબંધિત

તમને જણાવી દઈએ કે BGMI ચાલુ વર્ષના જુલાઈ મહિનામાં ભારતમાં પ્રતિબંધિત થઈ હતી. જે બાદ એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવી લેવામાં આવી છે. માહિતી ટેક્નોલોજી અધિનિયમ 2000ની કલમ 69 એ અંતર્ગત આ ગેમને બ્લોક કરવામાં આવી છે. આ એ જ કાયદો છે, જે અંતર્ગત લગભગ 2 વર્ષ પહેલા ટિકટોક અને પબજી બંને પ્રતિબંધિત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે પબજી પ્રતિબંધિત થયા બાદ કંપની દ્વારા ખાસ ભારત માટે આ રોયલ બેટલ ગેમને નવા રંગરૂપ આપીને બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયાના નામથી લોન્ચ કરવામાં આવી હતી. આ પહેલા પબજીએ દેશના યુવાનોને જબરજસ્ત ઘેલું લગાડ્યું હતું. પરંતુ કેન્દ્ર સરકારે એક ઝાટકે પ્રતિબંધિત કરેલી 100થી વધુ એપ્સમાં આ ગેમિંગ એપ પણ સામેલ હતી. થોડા સમય બાદ લોન્ચ થયેલા ગેમના નવા વર્ઝનને પણ જુલાઈ 2022માં ભારત સરકારે પ્રતિબંધિત કરી છે.

Best Mobiles in India

Read more about:
English summary
Bgmi Will Soon Be Come Back to India, Know When

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X