BGMI કરશે કમબેક, જાન્યુઆરીમાં આ તારીખે થઈ શકે છે લોન્ચ

|

ભારતની સૌથી લોકપ્રિય ગેમ BGMIના શોખીનો માટે ખુશખબર છે. મળતી માહિતી પ્રમાણે BGMI ગેમ ભારતમાં ફરી લોન્ચ થવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે જુલાઈ 2022માં ભારત સરકારે પોતાના કાયદા અનુસાર દેશમાં બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા BGMIને બ્લોક કરી દીધી હતી. ભારત સરકારના આદેશ બાદ BGMI ગેમને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવી લીધી હતી. એટલે કે BGMI પ્લેયર્સ ક્યાંયથી પણ આ ગેમ ડાઉનલોડ નહોતા કરી શક્તા. જો કે જે યુઝર્સના સ્માર્ટફોનમાં પહેલાથી જ ગેમ ઈન્સ્ટોલ હતી, તે યુઝર્સ તો કોઈ અંતરાય વગર ગેમ રમી જ શક્તા હતા.

BGMI કરશે કમબેક, જાન્યુઆરીમાં આ તારીખે થઈ શકે છે લોન્ચ

6 મહિનાથી બ્લોક છે BGMI

જો કે આ બ્લોક બાદ પ્લેયર્સે દેશભરમાં BGMI રમવામાં સર્વરની સમસ્યા હોવાની ફરિયાદ કરી હતી. પરંતુ હવે સામે આવેલી માહિતી મુજબ BGMI ટૂંક સમયમાં જ ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર પાછી આવી શકે છે. ભારત સરકારે મૂકેલા પ્રતિબંધ બાદ તરત જ ક્રાફ્ટને પ્લેયર્સને આશ્વાસન આપતા કહ્યું હતું કે કંપની ભારત સરકાર સાથે વાતચીત કરી રહી છે, જેથી ઝડપથી ગેમ પાછી લાવી શકાય. પરંતુ ત્યારથી અત્યાર સુધી BGMIને અનબેન કરવા મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યા નથી.

15 જાન્યુઆરીએ લોન્ચ થઈ શકે છે ગેમ

AFKGamingના રિપોર્ટમાં પ્રતીક 'અલ્ફા ફ્લેશર’ જોગિયા અને સોહેલ 'હેક્ટર’ શેખે દાવો કર્યો છે કે BGMI ટૂંક સમયમાં જ એન્ડ્રોઈડ પર પરત ફરી શકે છે. તાજેતરમાં જ એક લાઈવ સ્ટ્રીમમાં અલ્ફા ફ્લેશર પ્રીડેટર્સ સુકે નામથી એક અન્ય ખેલાડી જોડાયા હતા, જેમણે દાવો કર્યો કે તે ગૂગલમાં કામ કરે છે, આ જ વ્યક્તિએ BGMIના પરત આવવાની ડેટનો પણ ખુલાસો કર્યો છે. આ વ્યક્તિએ કહ્યું કે BGMI 15 જાન્યુઆરીના રોજ ગૂગલ પ્લે સ્ટોર પર રિલોન્ચ થઈ શકે છે. આ વેબકાસ્ટ બાદ હેક્ટરે તેમને BGMIના કમબેક અંગે ફરીથી સવાલ પૂછ્યો ત્યારે તેમણે કહ્યું કે તેમને સીધી તો કોઈ માહિતી નથી મળી, પરંતુ તેમણે ગૂગલ ઓફિસમાં લોકોને વાત કરતા સાંભળ્યા છે.

ગૂગલમાં કથિત રીતે કામ કરતા વ્યક્તિનો દાવો

આ વ્યક્તિએ દાવો કર્યો છે કે BGMI 15 જાન્યુઆરીએ કમબેક કરશે. ગૂગલમાં કથિત રીતે કામ કરતા આ વ્યક્તિએ દાવો કરતા કહ્યું કે,’મેં આ મામલે એક વ્યક્તિને પૂછ્યુ પણ છે, તેમણે કહ્યું કે ગેમ રિલીઝ થવાના બે અઠવાડિયા પહેલા તે મને જાણ કરશે.’ જો કે BGMIના કમબેક અંગે હજી સુધી ન તો ભારત સરકારે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી છે, ન તો ગેમની કંપની ક્રાફ્ટન તરફથી કોઈ માહિતી જાહેર કરવામાં આવી છે.

PubGનું નવું સ્વરૂપ હતી BGMI

ઉલ્લેખનીય છે કે પબજી પ્રતિબંધિત થયા બાદ કંપની દ્વારા ખાસ ભારત માટે આ રોયલ બેટલ ગેમને નવા રંગરૂપ આપીને બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયાના નામથી લોન્ચ કરવામાં આવી હતી. આ પહેલા પબજીએ દેશના યુવાનોને જબરજસ્ત ઘેલું લગાડ્યું હતું. પરંતુ કેન્દ્ર સરકારે એક ઝાટકે પ્રતિબંધિત કરેલી 100થી વધુ એપ્સમાં આ ગેમિંગ એપ પણ સામેલ હતી. થોડા સમય બાદ લોન્ચ થયેલા ગેમના નવા વર્ઝનને પણ જુલાઈ 2022માં ભારત સરકારે પ્રતિબંધિત કરી છે.

Best Mobiles in India

Read more about:
English summary
BGMI Will Come Back Know the Date

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X