BGMI Ban: આ કારણોસર ગેમ પર ભારત સરકારે મૂક્યો પ્રતિબંધ

By Gizbot Bureau
|

Google Play Store અને App Store પરથી હટાવ્યાના 24 કલાક બાદ જ એ વાતનો ખુલાસો થયો છે કે બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયાને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના નિવેદન મુજબ 2020માં જે કાયદા અંતર્ગત ચીન સાથે સંલગ્ન 118 એપ્લીકેશન પ્રતિબંધિત કરવામાં આવી હતી, તે જ કાયદા હેઠળ BGMI પણ પ્રતિબંધિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 2020માં PubG મોબાઈલ ગેમને પણ પ્રતિબંધિત કરવામાં આવી હતી. જે બાદ કંપનીએ તેના પર જ આધારિત BGMI લોન્ચ કરી હતી.

BGMI Ban: આ કારણોસર ગેમ પર ભારત સરકારે મૂક્યો પ્રતિબંધ

કેન્દ્ર સરકારના સરક્યુલર મુજબ BGMI પોતાને ડેટા ચીન સાથે શૅર કરતી હતી, જેને કારણે કેન્દ્ર સરકારે આ ગેમ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. 2020માં કેન્દ્ર સરકારે 118 એપ્લીકેશનને સેક્શન 69A અંતર્ગત પ્રતિબંધિત કરી હતી. રોયટર્સના અહેવાલ મુજબ BGMIને પણ આ જ કલમ હેઠળ પ્રતિબંધિત કરવામાં આવી છે. જો કે કેન્દ્ર સરકારે જાહેરમાં આ ગુપ્ત કલમ 69એ વિશે કોઈ ચર્ચા કરી નથી.

Google અને Apple બંને દ્વારા બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા પોતપોતાના પ્લેટફોર્મ પરથી હટાવી લેવામાં આવી છે. Krafton કંપનીએ પણ આ વાતને સમર્થન આપતા કહ્યું છે કે, તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. જો કે બાદમાં ગૂગલે પણ ગેમનું ડિલ્સ્ટિંગ સરકારી ઓર્ડરને કારણે થયું હોવાનું સ્વીકાર્યું છે. ગૂગલે કહ્યું કે,’સરકારી આદેશ મળ્યા બાદ અમે આ પગલું ભર્યું છે અને આ મામલે ડેવલપરને પણ જાણ કરવામાં આવી છે.’

જો કે બેટલગ્રાઉન્ડઝ મોબાઈલ ઈન્ડિયાની પેરેન્ટ કંપની ક્રાફ્ટન દ્વારા ગેમ કેમ બંધ કરવામાં આવી, ચીનને ડેટા શેર કરવાના તેમના પર લાગેલા આરોપ સાચા છે કે ખોટા તે અંગે હજી સુધી સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.

2020 માં લાદવામાં આવેલા પ્રતિબંધ દરમિયાન, સરકારે કહ્યું હતું કે એપ્લિકેશનો દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરી રહી છે. તે સમયે ચીનની ટેન્સેન્ટ ગેમ્સ સાથે સંકળાયેલા હોવાને કારણે કેન્દ્ર સરકારે પબજી ગેમ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. બાદમાં 2021માં પણ ભારત સરકારે ચીન સાથે સંકળાયેલી બીજી કેટલીક એપ પણ દેશમાં પ્રતિબંધિત કરી હતી. જો કે આ પ્રતિબંધિત એપ્સમાં Garena Free Fireનું પણ નામ હતું, જે સિંગાપોર બેઝ્ડ કંપની દ્વારા પબ્લિશ કરવામાં આવી છે. જો કે, આ કંપનીના માલિકોનો ચીન સાથે ઘરોબો છે. પરંતુ તેમ છતાંય પબજીએ BGMI તરીકે અને Free Fire એ Free Fire Max તરીકે ભારતમાં કમબેક કરીને પોતાના યુઝર્સ જાળવી રાખ્યા હતા.

હવે જોવાનું એ છે કે પહેલીવારના પ્રતિબંધ પછી સફળ કમબેક કરનાર ગેમ BGMI આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે શું રસ્તો શોધે છે. સાથે જ ગેમના ચાહકો પણ BGMIની ગેરહાજરીમાં કઈ એપ તરફ વળે છે, તેના પર આખા ગેમિંગ માર્કેટની નજર છે.

Best Mobiles in India

Read more about:
English summary
BGMI ban confirmed Government says blame blocked in interest of National security

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X