Just In
- 1 day ago
એરટેલ, જીઓ અને વીઆઈ દ્વારા ઓફર કરવા માં આવતા બેસ્ટ 3જીબી દરરોજ ડેટા પ્લાન વિષે જાણો
- 2 days ago
એન્ડ્રોઇડ પર સ્પામ કોલ્સ ને કઈ રીતે રોકી શકાય છે?
- 8 days ago
વોટ્સએપ દ્વારા ડિસપિઅર એટ વન્સ ફીચર ને લોન્ચ કરવા માં આવી શકે છે
- 16 days ago
જો તમે બીજીએમએ પ્લેયર હોવ તો તમારે આ સ્માર્ટફોન ન ખરીદવા જોઈએ
ગુગલ પે પર ફ્રોડ થી કઇ રીતે બચવું
ડિજિટલ પેમેન્ટ ને કારણે આપણું જીવન ખૂબ જ સરળ બની જતું હોય છે કેમ કે તેની અંદર આપણે કેશ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકતા હોઈએ છીએ પરંતુ તેની પણ અમુક પોતાની રિસ્ક અને વલ્નરેબિલીટી છે. થોડા સમય પહેલાં જ થાને મહારાષ્ટ્ર માં રહેતા એક વ્યક્તિ સાથે એક લાખ રૂપિયાનો ફ્રોડ ડિજિટલ વોલેટ મારફતે થઈ ચૂક્યો હતો. તે વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનો ફર્નિચર વહેંચવા માટે એક જાહેરાત મુકવામાં આવી હતી.

ત્યારબાદ એટેક કરનારા લોકોએ તેમને મોબાઈલ વોલેટ પેટીએમ અથવા ગુગલ પે મારફતે પેમેન્ટ કરવા માટે ઓફર આપી હતી. પરંતુ તેની અંદર પૈસા મોકલવાને બદલે તે લોકો દ્વારા પૈસા મેળવવા માટે રીક્વેસ્ટ કરવામાં આવી હતી અને તે વ્યક્તિને જે ઓ.ટી.પી આવ્યો હોય તે શેર કરવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ જે તે વ્યક્તિ દ્વારા એવું માની કે તેને પૈસા મળી રહ્યા છે અને તેણે પોતાનો ઓટીપી તેમની સાથે શેર કર્યો હતો અને ત્યારબાદ તેમની સાથે રૂ ૧ લાખથી વધુની પણ લુપ્ત થઈ ચૂકી હતી.
આ પ્રકારની ખોટી ફ્રોડ પેમેન્ટ રિક્વેસ્ટ થી બચવા માટે ગુગલ પે દ્વારા તમને અનુમતિ આપવામાં આવે છે કે તમે કોઈ પણ વ્યક્તિને તમને પૈસા માટેની રિક્વેસ્ટ મોકલવા થી બ્લોક કરી શકો છો અને તમે કોઇ પણ તે વ્યક્તિ કે જેની સાથે તમે ગુગલ પે મારફતે જોડાવા માંગતા નથી તેને પણ બ્લોક કરવાની અનુમતિ આપવામાં આવે છે.
આ ફિચરને ગુગલ દ્વારા બન્ને એન્ડ્રોઇડ અને આઈઓએસ મોબાઈલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે જેની અંદર કોઈપણ યુઝર દ્વારા કોઈપણ વ્યક્તિને બ્લોક કરી શકાય છે અને બંને યુઝર્સ માટે કોઈપણ વ્યક્તિને બ્લોક કરવાની પદ્ધતિ પણ એક સરખી જ રાખવામાં આવી છે.
-તમારા સ્માર્ટફોન પર ગુગલ પે એપ્લિકેશનને ચાલુ કરો.
-ત્યારબાદ ઉપરની તરફ સ્વાઈપ કરી અને જાણો કે તમે કયા કયા કોન્ટેક ની સાથે પૈસા મોકલ્યા છે અથવા મેળવ્યા છે તેની અંદર તે પણ બતાવવામાં આવશે કે કયા કયા વ્યક્તિ દ્વારા તમને પૈસા માટે રીક્વેસ્ટ કરવામાં આવી છે.
-ત્યારબાદ તમે જે કોઈપણ વ્યક્તિને બ્લોક કરવા માંગતા હોવ તો તેના પર ટેપ કરો.
-ત્યારબાદ તે નંબર તમારા ફોન બુક ની અંદર સેવ કરેલો હોય તો ટેપ on મોર પર ક્લિક કરો.
-તે જગ્યા પર તમને બ્લોક માટેનો વિકલ્પ જોવામાં આવશે તેના પર ક્લિક કરો.
-અને જો તે નંબર ને તમારા સ્માર્ટફોનની અંદર સેવ કરવામાં નહીં આવ્યો હોય તો તુરંત જ તમને બ્લોક કરવા માટેનો વિકલ્પ બતાવવામાં આવશે જેના પર ક્લિક કરો.
અહીં એક વસ્તુ ની નોંધ લેવી ખાસ જરૂરી છે કે જ્યારે તમે ગુગલ પે ની અંદર કોઈપણ વ્યક્તિને બ્લોક કરો છો ત્યારબાદ તે ગૂગલની ઘણી બધી સર્વિસ માંથી બ્લોક થઈ જાય છે જેની અંદર ગુગલ ફોટોઝ અને હેન્ગઆઉટ નો સમાવેશ થાય છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190