આ ખોટી પેટીએમ વેબસાઈટ થી સાવધાન રહો કે જે રૂ. 2000 નું કેશબેક આપવા નો દાવો કરે છે

By Gizbot Bureau
|

ભારત ની અંદર કોરોના વાઇરસ ની મહામારી આવી તેના પહેલા થી જ ડિજિટલ પેમેન્ટ ખુબ જ બમ પર રહ્યું છે. અને લોકડાઉન બાદ જયારે મોટા ભાગ ના લોકો ઘરે જ છે ત્યારે ડિજિટલ પેમેન્ટ ની અંદર વધુ ઉછાળો જોવા માં આવ્યો હતો. અને જેમ જેમ ડિજિટલ પેમેન્ટ ભારત ની અંદર વધ્યું હતું તેમ તેમ સાયબર ક્રાઇમ ના કિસ્સા પણ વધ્યા હતા. જેની અંદર હેકર્સ દ્વારા યુઝર્સ ના પૈસા ને ખોટી રીતે મેળવી લેવા માં આવે છે. અને તેની અંદર તાજેતર માં એક સ્કેમ ફરી રહ્યો છે જેની અંદર પ્રખ્યાત પેમેન્ટ એપ પેટીએમ ના નામ નો ઉપીયોગ કરવા માં આવે છે અને તેના નામ પર યુઝર્સ ને કહતોઅ કેશબેક ની ઓફર આપવા માં આવે છે.

આ ખોટી પેટીએમ વેબસાઈટ થી સાવધાન રહો કે જે રૂ. 2000 નું કેશબેક આપવા નો

આ સ્કેમ ની અંદર મુખ્યત્વે એવા લોકો ને ટાર્ગેટ કરવા માં આવે છે કે જેઓ ને નથી ખબર કે પિશીંગ સાઇટ્સ કઈ રીતે કામ કરે છે. આ સ્કેમ ની અંદર યુઝર્સ ને એક બ્રાઉઝર નોટિફિકેશન મોકલવા માં આવે છે અને જયારે યુઝર્સ દ્વારા તેના પર ક્લિક કરવા માં આવે છે ત્યાર પછી તેઓ ને એક ખોટી પેટીએમ કેશબેક ની વેબસાઈટ પર લઇ જવા માં આવે છે. અને અમે જયારે તાપસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે આ પ્રકાર ની સાઇટ્ અત્યારે ચાલુ છે અને એ મોબાઈલ બ્રાઉઝર પર ચાલી પણ રહી છે.

જોકે રિપોર્ટ ની અંદર તે જણાવવા માં આવ્યું ન હતું કે નોટિફિકેશન ને કઈ વેબસાઈટ પર થી ડિલિવર કરવા માં આવેલ છે. કેમ કે ક્રોમ ની અંદર યુઝર્સ ને નોટિફિકેશન મોકલતા પહેલા તેમની પરવાનગી લેવી જરૂરી છે. જેનો અર્થ એ થાય છે કે આ નોટિફિકેશન ને કોઈ બીજી લેજીટીમેટ વેબસાઈટ તરીકે મોકલવા માં આવે છે. અથવા કોઈ એવી વેબસાઈટ છે કે જેને યુઝર્સ દ્વારા ભરોસો કરી અને પરવાનગી આપવા માં આવેલ છે.

આ નોટિફિકેશન ની અંદર જણાવવા માં આવે છે કે તમને પેટીએમ સ્ક્રેચ કાર્ડ મળ્યું છે. અને જયારે યુઝર્સ દ્વારા આ નોટિફિકેશન પર ક્લિક કરવા માં આવે છે ત્યારે તેઓ ને ખોટી પેટીએમ કેશબેક ની વેબસાઈટ પર લઇ જવા માં આવે છે. અને આ વેબસાઈટ સાચી લાગે તેના માટે ઓરીજીનલ પેટીએમ જેવી ડિઝાઇન અને કલર સ્કીમ નો ઉપીયોગ કરવા માં આવે છે.

અને વેબસાર પર જે યુઝર્સ દ્વારા આ ખોટી યુઆરએલ ને ઓળખવા માં નથી આવતી તેઓ ને સ્ક્રીન પર એક મેસેજ બતાવવા માં આવે છે જેની અંદર જણાવવા માં આવ્યું હોઈ છે કે, તમને રૂ. 2000 નું કેશબેક મળ્યું છે અને સેન્ડ રીવોર્ડ ટુ પેટીએમ નામ ના બટન ને નીચે બતાવવા માં આવેલ હોઈ છે. અને એક રિપોર્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે આ સ્કેમ માત્ર મોબાઈલ ફોન પર જ કામ કરે છે જેનો અર્થ એ થાય છે કે સ્કેમર્સ દ્વારા માત્ર મોબાઈલ ફોન યુઝર્સ ને જ ટાર્ગેટ કરવા માં આવી રહ્યા છે.

આ આર્ટિકલ લખતી વખતે જયારે મેં કોમ્પ્યુટર ની અંદર આ યુઆરએલ ની એન્ટર કરી હતી ત્યારે પેટીએમ ની ઓફિશિયલ વેબસાઈટ જ ઓપન થઇ હતી. યુઝર્સ ને અપીલ કરવા માં આવે છે કે આ પ્રકાર ની ખોટી વેબસાઈટ ને ઓપન કરવી નહિ અને કોઈ બીજા ની સાથે શેર પણ કરવી નહિ.

પરંતુ આ ખોટી વેબસાઈટ મોબાઈલ ની અંદર હજુ દેખાય રહી છે જેની અંદર રૂ. 2000 નું ખોટું કેશબેક પણ ઓફર કરવા માં આવે છે અને આ રકમ જેટલી પણ વખત પેજ ને રિફ્રેશ કરવા માં આવે એટલી વખત બદલાતી રહે છે. અને એક વસ્તુ ને ખાસ ધ્યાન માં રાખવી કે આ પ્રકાર ની થર્ડ પાર્ટી વેબસાઈટ પર તમારી કોઈ પણ પ્રકાર ની અંગત વિગતો આપવા થી તમારા ફન્ડ ચોરી થઇ શકે છે.

અને આ પ્રકાર ના સ્કેમ થી બચવા માટે યુઝર્સે પોતાને સાયબર સિક્યુરિટી વિષે માહિતગાર કરવા જ પડશે અને એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે તમારી અંગત વિગતો ને ક્યારેય પણ કોઈ પણ થર્ડ પાર્ટી એપ અથવા વેબસાઈટ પર આપવી નહિ. અને સાચી કેશબેક ઓફર્સ ને હંમેશા પેટીએમ ની ઓરીજીનલ એપ ની અંદર થી જ આપવા માં આવે છે. અને તમારા કોમ્પ્યુટર અથવા મોબાઈલ ની અંદર જયારે પણ કોઈ લિંક તમને કોઈ પણ જગ્યા પર મોકલવા માં આવે છે કે જે ખોટી લાગે અથવા કોઈ લોભામણી ઓફર આપવા માં આવતી હોઈ ત્યારે તેને ઓપન કરવી નહિ.

Best Mobiles in India

Read more about:
English summary
Beware! Fake Paytm Platform Giving Rs. 2,000 Cashback; How To Stay Safe

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X