Online Sale દરમિયાન આ એપ્સ કરાવશે વધુ ફાયદો, ભાવની કરો સરખામણી

By Gizbot Bureau
|

The Amazon Great Indian Festival અને Flipkart Big Billion Days Sales શરૂ થઈ ચૂક્યા છે. આ ઉપરાંત નવરાત્રિ અને દિવાળીના તહેવાર દરમિયાન ક્રોમા, રિલાયન્સ ડિજિટલ જેવી કંપનીઝ પણ મોટું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. ઓનલાઈન ઈ કોમર્સ સાઈટના આ સેલમાં એપલ, રિયલ મી, શાઓમી જેવી કંપની પણ જોડાઈ છે. આ કંપનીઓએ પણ લાભ લેવા માટે જુદી જુદી ઓફર્સ અને ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.

Online Sale દરમિયાન આ એપ્સ કરાવશે વધુ ફાયદો, ભાવની કરો સરખામણી

આ બધા સેલની વચ્ચે યુઝર્સ હંમેશા એ વાતે મૂંઝવાય છે કે કોઈ એક પ્રોડક્ટ પર તેમને સૌથી વધું ફાયદો ક્યાં મળી રહ્યો છે. કોઈ એક પ્રોડક્ટ પર સારામાં સારી ઓફર કઈ જગ્યાએથી મળશે. જેમ કે કોઈ સ્માર્ટ ફોન પર ફ્લિપકાર્ટ પર સારું ડિસ્કાઉન્ટ છે, તો લેપટોપ ક્રોમામાં સસ્તું મળી રહ્યું છે. આ મૂંઝવણ દૂર કરવા માટે અમે તમારા માટે કેટલીક એપ્સ લાવ્યા છીએ, જ્યાં તમે બધા જ સેલ પરથી કોઈ પ્રોડક્ટની પ્રાઈઝ કમ્પેર કરી શક્શો, જેથી તમને સારામાં સારું ડિસ્કાઉન્ટ મળી રહે.

Smartprix: એમેઝોન અને ફ્લિપકાર્ટની સરખામણી

આવી સૌથી પહેલી એપ છે સ્માર્ટ પિક્સ. આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને જગ્યાએ ઉપલબ્ધ છે. સ્માર્ટ પિક્સ યુઝર્સને ઓનલાઈન શોપિંગ સાઈટ્સ એમેઝોન, ફ્લિપકાર્ટ અને પેટીએમ મોલ પર વેચાતી વસ્તુઓની સરખામણી કરી આપે છે. જેથી તમે એક જ જગ્યાએ, એક જ પ્રોડક્ટ પર જુદી જુદી સાઈટ્સ પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે તે જાણી શકો છો.

Pricedekho

યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી પ્રાઈસદેખો એપ પણ ડાઉનલોડ કરી શકે છે. આ એપ ફ્લિપકાર્ટ, એમેઝોન, ક્રોમા ઓનલાઈન જેવા ભારતમાં ઉપલબ્ધ ઓનલાઈન પ્લેટફોર્મ પરની પ્રોડક્ટ્સમાં કઈ પ્રોડક્ટ ક્યાં સૌથી ઓછી કિંમતે મળે છે, તે તમને જણાવે છે. આ ઉપરાંત આ એપ પર તમે મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા, ટીવી, લેપટોપ, એક્સેસરીઝ એ રીતે પ્રોડક્ટ કેટેગરાઈઝ પણ કરી શકો છો.

Buy Via

જુદા જુદા પ્લેટફોર્મ પર વેચાતી વસ્તુઓની કિંમતની સરખામણી કરતી વધુ એક એપ છે Buy Via. આ એપ મોટા ભાગે અમેરિકન અને યુરોપિયન માર્કેટ માટે વપરાય છે. આ એપ તમને તમારા દેશ માટેનું લોકેશન સેટ કરીને પણ કેટલીક વસ્તુઓ વિશે માહિતી આપે છે. પ્રાઈઝ દેખોની જેમ જ યુઝર્સ અહીં પણ શોપિંગ લિસ્ટ બનાવી શકે છે અને પ્રોડક્ટ કેટેગરાઈઝ કરી શકે છે.

ShopSavvy

યુઝર્સ જુદા જુદા પ્લેટફોર્મ પર વેચાતી એક જ વસ્તુની કિંમત કમ્પેર કરવા માટે શોપ સેવી એપ પણ વાપરી શકે છે. શોપસેવીનું સૌથી ઉપયોગી ફીચર એ છે કે તે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારના ભાવની સરખામણી કરી આપે છે. જેને કારણે યુઝરે ક્યાંથી ખરીદી કરવી, તે નક્કી કરવું સરળ બની જાય છે. ખાસ કરીને સેલ દરમિયાન ગ્રાહકો માટે આ એપ વધારે ઉપયોગી બને છે.

Best Mobiles in India

Read more about:
English summary
Best Apps To Compare Find Best Best Price From Online Platform Sale

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X