Ayushman Bharat Yojana (PMJAY) માટે આ રીતે કરો અરજી, મળશે આટલા લાભ

|

ભારત સરકાર દ્વારા દેશમાં હેલ્થકેર માટે ચલાવાતી જુદી જુદી યોજનાઓમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સૌથી મોટી યોજના છે. જે PMJAY તરીકે જાણીતી છે. દેશના જરૂરિયાતમંદ નાગરિકોને આરોગ્યને લગતી સુવિધાઓ મળી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી હતી. આયુષ્માન ભારત યોજના અંતર્ગત લાભાર્થીઓના આખા પરિવારને રૂ.5 લાખ સુધીનું વીમા સુરક્ષા કવચ મળે છે, જેમાં હોસ્પિટલના ખર્ચા કવર થઈ શકે છે. પરિણામ જરૂરિયાતમંદ પરિવારોને મોટી બીમારીઓ સામે સારવાર મેળવવામાં મદદ થાય છે.

Ayushman Bharat Yojana (PMJAY) માટે આ રીતે કરો અરજી, મળશે આટલા લાભ

ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરૂં કરવામાં આ યોજનાનું રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા થાય છે. આયુષ્યમાન ભારત યોજના દેશનાં 50 કરોડ જેટલાં જરૂરિયાતમંદ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના બની છે.

ભારત સરકાર દ્વારા વર્ષ 2011-12માં દેશમાં સામાજિક અને આર્થિક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. તે સમયે ગરીબી રેખા હેઠળ જે પરિવારોનો સમાવેશ થયો, અને જે પરિવારો બીપીએલ કાર્ડ ધારક છે, તેમને આયુષ્માન યોજનાનો લાભ મળવાપાત્ર છે. આ યોજના શરૂ થઈ ત્યારના અંદાજ મુજબ ગુજરાતનાં 44 લાખથી વધુ ગરીબ-વંચિત પરિવારના 2.25 કરોડ નાગરિકોને 100 ટકા સરકારી ખર્ચે સારવારનો લાભ મળવાપાત્ર હતો.

લાભ લેવા આટલા દસ્તાવેજ છે જરૂરી

1. ઉંમર અને ઓળખ પત્ર (PAN અથવા આધાર કાર્ડ)

2. ફોન નંબર, સરનામું, ઈમેઈલ એડ્રેસ

3. જાતિ પ્રમાણપત્ર

4. આવકનો પુરાવો (વધુમાં વધુ વાર્ષિક 5 લાખની આવકનો પુરાવો માન્ય)

5. પરિવારના જેટલા સભ્યોનો સમાવેશ થાય છે, તે દર્શાવતો દસ્તાવેજ. જેમ કે રાશન કાર્ડ


આયુષ્માન ભારત યોજનાનો લાભ લેવા આટલું કરો.

1. આયુષ્માન ભારત યોજનાની વેબસાઈટ પર લોગ ઈન કરો. https://mera.pmjay.giv.in/search/login

2. હવે ઓટીપી મેળવવા માટે Generate OTP લખેલા બટન પર ક્લિક કરો અને બાદમાં તમારો મોબાઈલ નંબર તેમજ કેપ્ચા કોડ દાખલ કરો.

3. હવે તમારા મોબાઈલ નંબર પર એક વન ટાઈમ પાસવર્ડ આવશે. આ ઓટીપીને ભરીને આગળ વધો.

4. અહીં તમારે તમારું નામ, રાજ્ય, રાશન કાર્ડ નંબર, મોબાઈલ નંબર ભરવાનો રહેશે.

5. જો તમારા પરિવારને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળવા પાત્ર હશે, તો તમારું નામ પણ યાદીમાં જોવા મળશે.

આયુષ્માન મિત્ર કરશે મદદ

આ પગલાં દ્વારા તમે સરળ રીતે પ્રધાનમંત્રી આયુષ્માન યોજનાનો લાભ લઈ શકો છો. પરંતુ જો તેમ છતાંય તમને કોઈ મૂંઝવણ છે તો સરકાર દ્વારા આયુષ્માન યોજના અંતર્ગત આવરી લેવાયેલી તમામ સરકારી અને ખાનગી હોસ્પીટલમાં આયુષ્યમાન મિત્રની નિમણુંક કરવામાં આવી છે. આ આયુષ્માન મિત્ર દર્દીનાં દાખલ થવાથી ડિસ્ચાર્જ થવા સુધીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં મદદ કરશે. ઉપરાંત હોસ્પિટલ, સરકાર અને વીમા કંપની વચ્ચે કડીનું કામ કરશે.

આટલી સર્જરીમાં મળશે લાભ

આયુષ્માન ભારત યોજના અંતર્ગત કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને મેડિકલ પ્રોસિજર આવરી લેવાઈ છે. જેની સારવારનો લાભ લાભાર્થીઓને મળવાપાત્ર છે. દેશનાં પ્રત્યેક જરૂરિયાતમંદ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ આ યોજના અંતર્ગત મળશે. ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Best Mobiles in India

Read more about:
English summary
Ayushman Bharat Yojana: Step To Apply To PMJAY

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X