Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 588 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
16 વર્ષથી નાના બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા, સરકારે મૂક્યો પ્રતિબંધ
બાળકોના માનસિક સ્વાસ્થ્યની સુરક્ષા માટે ઓસ્ટ્રેલિયાની સરકાર એક નવો કાયદો લાવી રહી છે, જે અંતર્ગત 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે. એક રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બાનીઝે ગુરુવારે કરેલી જાહેરાત પ્રમાણે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવશે.
આ ઉપરાંત સંબંધિત કંપનીઓએ પણ આ નિયમ લાગુ કરવો પડશે, અથવા તો તેમની સામે પણ કડક પગલાંલ વાશે. સરકારે એક એજ વેરિફિકેશન સિસ્ટમ પણ ટેસ્ટ કરી રહી છે. આ નવો કાયદો આગામી વર્ષના અંત સુધીમાં લાગુ થઈ શકે છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ પ્રમાણે અલ્બાનીઝે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે,’હું સોશિયલ મીડિયાથી દૂર રહેવાની વાત એટલે કરી રહ્યો છું, કારણ કે તેનાથી બાળકોને નુક્સાન પહોંચી રહ્યું છે.’ તેમણે સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને થનારી અસર વિશે પણ વાત કરી.
ખાસ કરીને એવી છોકરીઓ જે નેગેટિવ ઈમેજ રિપ્રેઝન્ટેશન અને છોકરાઓને ટાર્ગેટ કરનારી મહિલા વિરોધી કન્ટેન્ટના સંપર્કમાં આવે છે. તેમણે કહ્યું કે,’જો તમે 14 વર્ષના બાળકો અને તમને આ બધું મળી રહ્યું છે, જ્યારે ખાસ તમે જીવનમાં બદલાવમાંથી પસાર થઈ રહ્યા છો, પરિપક્વ થઈ રહ્યા છો, તો આ અઘરો સમય હોઈ શકે છે.’
ઓસ્ટ્રેલિયન સરકાર લાવશે એજ વેરિફિકેશન સિસ્ટમ
ઉલ્લેખનીય છે કે ઘણા દેશો બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ સીમિત કરવા માટે કાયદો લાવવા પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ઓસ્ટ્રેલિયાના નિયમો સૌથી કડક છે. આજ સુધી કોઈ પણ સરકારે બાયોમેટ્રિક કે પછી ગવર્મેન્ટ આઈડેન્ટિટી જેવી એજ વેરિફિકેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા એજ લિમિટ લાગુ કરવાની કોશિશ નથી કરી. પરંતુ ઓસ્ટ્રેલિયા ઓલરેડી તેનું ટેસ્ટિંગ કરી રહ્યું છે.
ઓસ્ટ્રેલિયાની સરકારે આ નવા નિયમ અંતર્ગત ઉંમરની મર્યાદા સૌથી વધુ રાખી છે, માતા પિતાની સહમતી જેવા લૂપ હોલ નથી રાખ્યા, તેમજ ઓલરેડી જે બાળકોના અકાઉન્ટ છે, તેમની માટે પણ કોઈ લૂપ હોલ નથી રાખ્યો. ઓસ્ટ્રેલિયન સરકારના નિયમો સૌથી કડક છે. એકવાર ઓસ્ટ્રેલિયન સંસદ આ કાયદો પસાર કરશે, તો એક વર્ષ બાદ તે લાગુ થશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications