આસુસ ઝેનફોન મેક્સ પ્રો એમ2 ટ્રિપલ રિઅર કેમેરા ગેમિંગ સ્માર્ટફોન 11 ડિસેમ્બર ના રોજ લોન્ચ થશે

|

આસુસે અંતે પોતાનો ગેમિંગ સ્માર્ટફોન આસુસ ઝેનફોન મેક્સ પ્રો એમ2 ને લોન્ચ કરવા ની જાહેરાત કરી છે. આ સ્માર્ટફોન ઇન્ડોનેશિયા ની અંદર એક ઇવેન્ટ ની અંદર 11 ડિસેમ્બર ના રોજ લોન્ચ કરવા માં આવશે. કે જે આસુસ ઝેનફોન મેક્સ પ્રો એમ1 નું નવું મોડેલ છે. અને તે ઇન્ડોનેશિયા ની અંદર લોન્ચ થયા બાદ ટૂંક સમય માં જ ઇન્ડિયા ની અંદર વેચાણ માટે ઉપલબ્ધ થઇ જશે તેવું માનવા માં આવી રહ્યું છે. અને તેના લોન્ચ ની પહેલા જ ઝેનફોન મેક્સ પ્રો એમ2 ના બધા જ સ્પેસિફિકેશન અને તેના ફોટોઝ લીક થઇ ગયા છે. અને તે ઉપરાંત આસુસ ઝેનફોન મેક્સ એમ1 ના નવા વરઝ્ન એમ2 પર પણ કામ કરી રહ્યું હોઈ તેવું માનવા માં આવી રહ્યૂ છે કે જે ટૂંક સમય માં લોન્ચ કરવા માં આવી શકે છે.

આસુસ ઝેનફોન મેક્સ પ્રો એમ2 ટ્રિપલ રિઅર કેમેરા ગેમિંગ સ્માર્ટફોન 11

અને આસુસ ઝેનફોન મેક્સ પ્રો એમ2 ની અંદર એમ1 કરતા એકદમ ઊંધા ફીચર્સ હશે કેમ કે તે એક ગેમિંગ ફોન માનવા માં આવી રહ્યો છે તેથી તેના ફીચર્સ ને ગેમ્સ અનુસાર સેટ કરવા માં આવ્યા છે જેવું આપણે ઓનર પ્લે ની અંદર જોયું હતું. અને આ ફોન ના બધા જ ફીચર્સ અને તેના ફોટોઝ ને ઓનલાઇન લીક કરવા માં આવ્યા હતા.

અને આ બધી જ ઓનલાઇન લીક અનુસાર આસુસ ઝેનફોન મેક્સ પ્રો એમ2 ની અંદર ઓક્ટા-કોર 14 એનએમ ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 660 એઆઈઇ પ્રોસેસર આપવા માં આવશે કે જે વિવો વી 11 પ્રો, વી 9 પ્રો માં આપવા માં આવી રહ્યું છે. અને આટલા પાવરફૂલ પ્રોસેસર ની સાથે આ નવા આસુસ ના ફોન ની અડનર પાછળ ની તરફ 3 કેમેરા નુસેટઅપ આપવા માં આવશે. અને તેમાંથી પ્રાઈમરી કેમેરા 13મેગાપિક્સલ નો આપવા માં આવી શકે છે.

આ બધા લીક અનુસાર આસુસ ઝેનફોન મેક્સ પ્રો એમ2 ની અંદર 6-3 ઇન્ચ આઇપીએસ એલસીડી ડિસ્પ્લે અને પૂર્ણ એચડી + સ્ક્રીન રીઝોલ્યુશન આપવા માં આવશે, અને આ ફોન 3 કન્ફીગ્રેશન સાથે આવે તેવું માનવા માં આવી રહ્યું છે જેની અંદર જેનું બેઝ મોડેલ 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ રાખવા માં આવશે. બીજું મોડેલ 4જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ સાથે આવશે જયારે ટોપ મોડેલ 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ સાથે આવશે.

ઓક્ટા-કોર 14 એનએમ ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 660 એઆઈઇ પ્રોસેસર ના કારણે આસુસ નો આ નવો સ્માર્ટફોન તે પ્રાયેણ સેગ્મેન્ટ ની અંદર બીજા બધા જ સ્માર્ટફોન કરતા વધુ પાવરફુલ બની જશે. અને જો આસુસ ઝેનફોન મેક્સ પ્રો એમ1 ની કિંમત ને ધ્યાન માં રાખી અને મેક્સ એમ2 ની કિંમત નો અંદાજો લગાવીએ તો તેની કિંમત લગભગ રૂ. 15,000 ની આસ પાસ આવી શકે છે કે જે રેડમી નોટ 6 પ્રો ની જેટલી જ છે, કે જે ઇન્ડિયા ની અંદર 22 નવેમ્બર ના રોજ લોન્ચ થવા જય રહ્યો છે. અને અસૂયા ના આ નવા સ્માર્ટફોન ની જેમ રેડમી નોટ 6 પ્રો ની કિંમત પણ 15 થી 17 હાજર ની વચ્ચે હોઈ શકે છે.

અને જો સોફ્ટવેર ની વાત ક્રિયેટ ઓ આસુસ ઝેનફોન મેક્સ પ્રો એમ2 ની અંદર લેટેસ્ટ એન્ડ્રોઇડ 9 પાય આઉટ ઓફ થઈ બોક્સ સાથે આવી શકે છે. અને જો આવું થશે તો આસુસ ઝેનફોન મેક્સ પ્રો એમ2 આસુસ નો પ્રથમ એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતો પ્રથમ સ્માર્ટફોન હશે.

Best Mobiles in India

English summary
Asus ZenFone Max Pro M2 triple rear camera gaming smartphone to launch on Dec 11

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X