આસુસ ઝેનફોન મેક્સ એમ2 અને મેક્સ પ્રો એમ2 રૂ. 9,999 ની કિંમત પર લોન્ચ થયા

|

તાઇવાન ની બ્રાન્ડ આસુસે આજે પોતાની ઝેનફોન સિરીઝ ની અંદર 2 નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે, ઝેનફોન મેક્સ એમ2 અને ઝેનફોન મેક્સ પ્રો એમ2 અને ઇન્ડિયા ની અંદર આ બંને ફોન ની શરૂઆત ની કિંમત રૂ. 9999 અને રૂ. 12,999 રાખવા માં આવેલ છે.

આસુસ ઝેનફોન મેક્સ એમ2 અને મેક્સ પ્રો એમ2 રૂ. 9,999 ની કિંમત પર લોન્ચ

ઝેનફોન મેક્સ એમ2 કે જે 3જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ સાથે આવે છે, અને બીજું વેરિયન્ટ 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ સાથે આવે છે. અને તેની કિંમત રૂ. 11,999 રાખવા માં આવેલ છે. ઝેનફોન મેક્સ એમ2 એ માત્ર ફ્લિપકાર્ટ પર થી જ વહેંચવા માં આવશે અને તે 20મી ડિસેમ્બર થી સેલ માટે જશે. અને આ સંર્ટફોન ની અંદર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 632 પ્રોસેસર અને 6.26-ઇંચની એચડી + ડિસ્પ્લે સાથે 19: 9 પાસા રેશિયો સાથે આપવા માં આવે છે. અને સાથે સાથે 4000એમએએચ ની બેટરી આપવા માં આવે છે.

અને પાછળ ની તરફ ફોન ની અંદર ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવા માં આવેલ છે જેમાં 13એમપી નો એફ1.8 એપ્રેચર નું પ્રાઈમરી સેન્સર અને 2એમપી નું સેકન્ડરી સેન્સર આપવા માં આવેલ છે. અને આગળ ની તરફ સેલ્ફી માટે 8એમપી નો ફ્લેશ સાથે કેમેરા આપવા માં આવેલ છે.

અને જો બીજા મોડેલ ની વાત કરીયે તો, ઝેનફોન મેક્સ પ્રો એમ2 ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર અને સ્ટોક એન્ડ્રોઇડ સાથે આપવા માં આવે છે. અને આ પ્રાઈઝ સેગ્મેન્ટ ની અંદર આ એકજ એવો સ્માર્ટફોન છે કે જે કોરિનીંગ ગોરીલા ગ્લાસ 6 સાથે આવે છે. અને તેની અંદર 5000એમએ એચ ની મોટી બેટરી પણ આપવા માં આવેલ છે.

આસુસ ઝેનફોન મેક્સ રપો એમ2 કિંમત અને ઉપલબ્ધતા

ઝેનફોન મેક્સ પ્રો એમ 2 એ બજેટ સ્માર્ટફોન ઝેનફોન મેક્સ પ્રો એમ 1 નો અનુગામી છે. મેક્સ પ્રો એમ 2 ને બે રેમ અને સ્ટોરેજ વેરિયન્ટ્સમાં લોન્ચ કરવામાં આવી છે: 3 જીબી + 32 જીબી અને 4 જીબી +64 જીબી. 3 જીબી + 32 જીબીનું વર્ઝન 12,999 રૂપિયા છે જ્યારે 4 જીબી + 64 જીબી વર્ઝન 14,999 રૂપિયાની કિંમતે આવે છે. હેન્ડસેટ ફ્લિપકાર્ટ ફક્ત એકમાત્ર છે અને 18 ડિસેમ્બર, 2018 થી વેચાણ પર જશે.

આસુસ ઝેનફોન મેક્સ પ્રો એમ2 સ્પેસિફિકેશન

ઝેનફોન મેક્સ પ્રો એમ2 ની અંદર 6.3-ઇંચ પૂર્ણ-એચડી + (1080x2280 પિક્સેલ્સ) ડિસ્પ્લે પેનલ 19.5: 9 પાસા રેશિયો સાથે ડિસ્પ્લે આપવા માં આવે છે. અને તેને 14 એનએમ ઓક્ટા-કોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર દ્વારા પાવર આપવા માં આવે છે અને તેના પર એન્ડ્રોઇડ 8.1 ઓરિઓ ઓપરેટિંગ સિસ્ટમ આપવા માં આવેલ છે. અને આ સ્માર્ટફોન ના હાયર વેરિયન્ટ ની અંદર 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ આપવા માં આવેલ છે જેને માઈક્રો એસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. અને જેમ કે પહેલા જણાવવા માં આવ્યું કે આ સ્માર્ટફોન ની અંદર 5000એમએએચ ની બેટરી આપવા માં આવેલ છે જે કંપની ના કહેવા મુજબ 2 દિવસ નું બેટરી બેકઅપ આપે છે.

અને કેમેરા ની વાત કરીયે તો આ સ્માર્ટફોન ની અંદર પાછળ ની તરફ ડ્યુઅલ કેમરેઅ સેટઅપ આપવા માં આવેલ છે જેની અંદર એક 12એમપી નું 1.8 એપ્રેચર વાળું પ્રાઈમરી સેન્સર અને બીજું 5એમપી નું સેકન્ડરી સેન્સર આપવા માં એવલ છે. અને આગળ ની તરફ કેમેરા માં 8એમપી નો સેલ્ફી કેમેરા આપવા માં આવેલ છે.

અને આ સ્માર્ટફોન ની અંદર અલગ અલગ કનેક્ટિવિટી ના ઓપ્શન પણ આપવા માં આવેલ છે. જેમ કે, 4 જી એલટીઇ, વાઇફાઇ 802.11 બી / જી / એન, બ્લૂટૂથ વી 5.0, જીપીએસ / એ-જીપીએસ, ગ્લોનાસ, માઇક્રો યુએસબી પોર્ટ અને 3.5 એમએમ હેડફોન જેક.

ઝેનફોન મેક્સ પ્રો એમ 2 સાથે, કંપનીએ ઝેનફોન મેક્સ એમ 2 સ્માર્ટફોન રૂ. 9,999 (3 જીબી + 32 જીબી વેરિઅન્ટ) ની પ્રારંભિક કિંમતે લોન્ચ કર્યો હતો. સ્માર્ટફોનના અન્ય 4 જીબી + 64 જીબી વર્ઝનની કિંમત 11,999 રૂપિયા છે. મેક્સ એમ 2 ફ્લિપકાર્ટ-એક્સક્લુઝિવ છે અને 20 ડિસેમ્બરથી વેચાણ પર જશે.

અને આ સ્માર્ટફોન ની અંદર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 632 પ્રોસેસર આપવા માં આવેલ છે અને સાથે, 6.26-ઇંચ એચડી + 19: 9 પાસા રેશિયો સાથે ડિસ્પ્લે પણ આપવા માં આવેલ છે. અને સાથે સાથે તેને 4000એમએએચ ની બેટરી દ્વારા બેકઅપ આપવા માં આવેલ છે.

અને પાછળ ની તરફ ડ્યુઅલ કેમેરા સેટપ આપવા માં આવેલ છે જેની અંદર 13એમપી નું પ્રાઈમરી સેન્સર એફ 1.8 ના એપ્રેચર સાથે આપવા માં આવેલ છે, અને 2એમપી નો સેકન્ડરી સેન્સર આપવા માં આવેલ છે, અને આગળ ની તરફ 8એમપી નો સેલ્ફી કેમેરા ફેલશ સાથે આપવા માં આવેલ છે.

Best Mobiles in India

Read more about:
English summary
Asus Zenfone Max M2 and Max Pro M2 launched, price starts Rs 9,999

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X