અસુસ ઝેન ફોન 6 ફ્લિપ કેમેરા સાથે ઇન્ડિયામાં ટૂંક સમયમાં લોન્ચ કરશે

By Gizbot Bureau
|

તાઈવાનની સ્માર્ટફોન મેકર કંપની અસૂસ દ્વારા ટૂંક સમય પહેલાં જ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન્સ ઝેનફોન 6 ને સ્પેઇન ની અંદર એક ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. અને હવે એવું માનવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોનને ટૂંક સમયની અંદર ઇન્ડિયા ની અંદર લોંચ કરવામાં આવી શકે છે. આ સ્માર્ટફોન વનપ્લસ 7 પ્રો ની સામે સીધી ટક્કર આપી રહ્યું છે અને તેને પણ flipkart પર અત્યારે લિસ્ટ કરી દેવામાં આવેલ છે.

અસુસ ઝેન ફોન 6 ફ્લિપ કેમેરા સાથે ઇન્ડિયામાં ટૂંક સમયમાં લોન્ચ કરશે

તેનો અર્થ એવો કાઢી શકાય કે આ સ્માર્ટફોનને ટૂંક સમયની અંદર ભારતીય બજારની અંદર લોન્ચ કરવામાં આવશે. અને ગયા વર્ષે થી રીતે zenfone 5ઝેડ ને લોન્ચ કરવામાં આવ્યો હતો તેવી જ રીતે સેલ ફોન 6 ને પણ માત્ર flipkart પર જ ઉપલબ્ધ કરવા માં આવેલ છે.

આસુસ zenfone 6 સ્પેસિફિકેશન

આસુસ zenfone 6 ની અંદર 6.46 ઇંચની ફૂલ એચડી plus ડિસ્પ્લે 19.5:9 ના aspect ratio સાથે આપવામાં આવેલ છે. અને આ ડિસ્પ્લે ને સુરક્ષિત રાખવા માટે તેના પર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ નું ટોપ મુકવામાં આવેલ છે. અને આ સ્માર્ટફોનને સૌથી પાવરફૂલ ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર દ્વારા પાવર આપવામાં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર android 9.0 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવેલ છે જેના પર કંપનીનું ખુદનું છે ઝેન યુઆઈ આપવામાં આવે છે.

અને કંપનીએ એ પણ જાહેર કર્યું હતું કે zenfone 6 ની અંદર એન્ડ્રોઈડ ક્યુ અને એન્ડ્રોઇડ આર ને પણ ભવિષ્યમાં અપડેટ કરવામાં આવશે. આ સ્માર્ટફોનની મુખ્ય યુએસપી તેની અંદર આપવામાં આવેલ ફ્લિપ કેમેરા સેટઅપ છે. અને આ ફ્લિપ કેમેરા અને લિક્વિડ મેટલની સાથે બનાવવામાં આવેલ છે કે જે સ્ટેનલેસ સ્ટીલ કરતા ઘણું બધું વધુ મજબૂત છે. કંપનીએ દાવો કર્યો હતો કે આ ફ્લિપ કેમેરા ને એક લાખ વખત ટેસ્ટ કરવામાં આવેલ છે, અને જોયું જશે ભૂલમાં ફોન પડી જાય છે તો કેમેરાને બચાવવા માટે તે પોતાની મેળે જ બંધ થઈ જાય છે.

આ સ્માર્ટફોન ની અંદર 48 એમપી નું મુખ્ય સેન્સર આપવામાં આવેલ છે. અને તેની સાથે ડ્યુઅલ એલઇડી ફ્લેશ એફ 1.79 એપ્રેચ્રર અને 13 એમપી નું સેકન્ડરી કેમેરા 125 ડીગ્રી ultrawide લેન્સ અને એફ 2.4 સાથે આપવામાં આવેલ છે. અને આ સ્માર્ટફોનની અંદર 6gb અને 8gb રેમ અને 128gb અને 256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવે છે કે જેને યુઝર્સ એક ટીબી સુધી માઇક્રો એસડી કાર્ડની મદદથી વધારી શકે છે.

આ એક ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે કે જેની પાછળની તરફ સુરક્ષા માટે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવેલ છે અને સાથે સાથે એક ડેડીકેટેડ સ્માર્ટ કી પણ આપવામાં આવેલ છે કે જેને યૂઝર્સ પોતાની અનુકૂળતા મુજબ સેટ કરી શકે છે. આ સ્માર્ટફોનને 6,000 સિરીઝ એલ્યુમિનિયમ ફ્રેમની સાથે બનાવવામાં આવેલ છે અને તેને થ્રીડી કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન પણ આપવામાં આવેલી છે.

આ સ્માર્ટ ફોનની અંદર 5000 એમએએચની બેટરી ક્વાલકોમ 4.0 સપોર્ટ ફાસ્ટ ચાર્જિંગ સાથે આપવામાં આવેલ છે. અને જો કનેક્ટિવિટીની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનની અંદર ફોરજી, વોલ્ટી, 3જી, વાઈ-ફાઈ, બ્લૂટૂથ, જીપીએસ, અને usb type-c આપવામાં આવેલ છે.

Best Mobiles in India

English summary
Asus Zenfone 6 with flip camera to launch in India soon

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X