Just In
આસુસ નો પ્રથમ ગેમિંગ ફોન 29મી નવેમ્બર ના રોજ લોન્ચ થઇ શકે છે
આસુસ નો પ્રથમ ગેમિંગ ફોન કે જે તેના ગેમિંગ લાઈનઅપ રોગ નો અંદર આવે છે તે ઇન્ડિયા ની અંદર લોન્ચ થવા જય રહ્યો છે, અને તેની રિલીઝ ડેટ પણ આવી ગઈ છે. તે આપણા દેશ ની અંદર 29મી નવેમ્બર ના રોજ લોન્ચ કરવા માં આવશે. અને તાઈવાન ની આ કંપની એ આ ફોન ના લોન્ચ માટે મીડિયા ઇન્વાઈટસ પણ મોકલી દીધા છે. આ સ્માર્ટફોન ને સૌથી પહેલા તાઈવાન માં યોજવા માં આવેલ કોમ્પ્યુટેક્સ કોન્ફરન્સ, 2018 ની અંદર જોવા માં આવ્યો હતો.

આસુસ રોગ ફોન ના સ્પેસિફિકેશન
આ ફોન ને અલ્ટીમેટ ગેમ ચેન્જર કહેવા માં આવે છે, કે જે આસુસ ના કેહવા મુજબ તેમનો આ રિપબ્લિક ઓફ ગેમર્સ (RoG) એ એવો પ્રથમ સ્માર્ટફોન છે કે જેની ડિસ્પ્લે ની અંદર 90Hz અને 1ms પ્રતિસાદનો દર નો રિફ્રેશ રેટ આપવા માં આવેલ હોઈ. અને તેની અંદર પૂર્ણ એચડી + રીઝોલ્યુશન સાથે 6 ઇંચની AMOLED સ્ક્રીન આપવા માં આવેલ છે. અને આ સ્માર્ટફોન ને ઑક્ટો-કોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર એડ્રેનો 630 જીપીયુ સાથે પાવર આપવા માં આવેલ છે.
આસુસ ના રોગ ફોન ની અંદર 8જીબી ની રેમ અને 512જીબી ઇન્ટર્નલ સ્ટોરેજ આપવા માં આવેલ છે. અને તે એન્ડ્રોઇડ 8.1 ઓરિઓ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને જ્યાં સુધી કેમરા નો સવાલ આવે છે ત્યારે આ સ્માર્ટફોન ની અંદર પાછળ ની તરફ ડ્યુઅલ કેમેરા આપવા માં આવેલ છે, જેની અંદર પ્રાઈમરી સેન્સર 12એમપી અને સેકન્ડરી સેન્સર 8એમપી નું આપવા માં આવેલ છે. અને તે ઉપરાંત સેલ્ફી માટે 8એમપી નો ફ્રન્ટ કેમેરા આપવા માં આવેલ છે.
અને તેની અંદર 4000એમએએચ ની બેટરી હાયપર ચાર્જિંગ ટેક્નોલોજી સાથે આપવા માં આવે છે. કે જે કંપની ના દવા મુજબ 60% ડીવાઈસ ની બેટરી ને 33મિનિટ ની અંદર ચાર્જ કરી આપે છે. અને રસપ્રદ વાત એ છે કે આ ડીવાઈસ ની અંદર દયાળ યુએસબી ચાર્જિંગ પોટ આપવા મા આવેલ છે. જેમાંથી એક સામાન્ય રીતે નીચે હોઈ ત્યાં જ છે અને બીજો પોર્ટ સાઈડ માં આપવા માં આવેલ છે. તે એટલા માટે કે ફોન ચાર્જિંગ માં હોઈ ત્યારે લેન્ડસ્કેપ ની રીતે રાખી ને ગેમ્સ રમવા માં તકલીફ પડતી હોઈ છે. તેના કારણે યુઝર્સ સાઈડ ના પોર્ટ માં પ્લગ કરી અને ચાર્જ કરતી વખતે પણ ગેમ્સ રમી શકે છે.
અને આ રોગ ફોન ની બીજી એક ખાસિયત એ છે કે તમે તેના મોટા મોનિટર સાથે એક અલગ ડોક એક્સેસરીઝ દ્વારા જોડી શકો છો. અને સુરક્ષા ની દ્રષ્ટિ એ પાછળ ની તરફ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવા માં આવેલ છે. અને ડ્યુઅલ સ્પીકર્સ ની સાથે સાથે તેમાં 3.5એમએમ નો હેડફોન જેક પણ આપવા માં આવેલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470