Asusનો ગેમિંગ સ્માર્ટ ફોન ROG Phone 6 થયો લોન્ચ. જાણો કેમ ગેમિંગ માટે છે બેસ્ટ

By Gizbot Bureau
|

Asus ROG Phone 6 5 જુલાઈ એટલે કે મંગળવારે ભારતમાં લોન્ચ થઈ ચૂક્યો છે. આ ગેમિંગ ફોનની ઈવેન્ટ કંપનીએ પોતાની યુટ્યુબ ચેનલ પર લાઈવ દર્શાવી હતી, જેથી યુઝર્સ ફોન અંગેની બધી જ માહિતી લોન્ચ સમયે જ મેળવી શકે. સાથે જ કંપનીએ ROG Phone 6 Pro પણ લોન્ચ કર્યો છે.

Asusનો ગેમિંગ સ્માર્ટ ફોન ROG Phone 6 થયો લોન્ચ. જાણો કેમ ગેમિંગ માટે

વિશ્વનો પહેલો સ્નેપડ્રેગન 8+ ધરાવતો સ્માર્ટ ફોન

કંપનીના કહેવા પ્રમાણે Asus ROG Phone 6 વિશ્વનો પહેલો એવો ગેમિંગ સ્માર્ટ ફોન છે, જેમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 8+ Gen 1 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન પહેલા તાઈપેઈ, બર્લિન, ન્યૂયોર્ક બાદ ભારતીય માર્કેટમાં લોન્ચ કરાયો છે. મળતી માહિતી મુજબ આસુઝના આ નવા ફોનમાં 6.78 ઈંચ ફુલ HD+ OLED ડિસ્પ્લે છે, જે શાનદરા 165 Hz રિફ્રેશ રેટ સાથે HDR 10 કન્ટેન્ટ સપોર્ટ કરે છે. સોફ્ટવેરની વાત કરીએ તો આ ફોન Android 12 બેઝ્ડ ROG UI પર ચાલશે.

Asus ROG Phone 6ના વેનિલા વર્ઝનમાં 12 GB RAM અને 256 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ મળી રહ્યું છે. તો ROG Phone 6 Proમાં 18 જીબી રેમ અને 512 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ મળી રહ્યું છે. આ ગેમિંગ ફોનમાં બીજા ફોન્સ કરતા 30 ટકા મોટી વેપર ચેમ્બર આપવામાં આવી છે અને 85 ટકા મોટી ગ્રેફાઈટ શીટની સુવિધા છે. જેને કારણે ગેમ રમતી વખતે ફોનનું પર્ફોમન્સ સુપર સ્મૂથ રહેશે.

Asus ROG Phone 6 કેમેરા, સિક્યોરિટી, બેટરી ફીચર્સ

Asus ROG Phone 6ના કેમેરાની વાત કરીએ તો તેમાં 64 MP પ્રાઈમરી કેમેરા છે. જેની સાથે અલ્ટ્રા વાઈડ લેન્સ, મેક્રો શૂટર અને 8K વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ પણ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ ફોનમાં ફ્રન્ટમાં 12MP કેમેરા આપવામાં આવ્યો છે. તો સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફંક્શનાલિટી આપવામાં આવી છે.

આ છે કનેક્ટિવિટી ફીચર્સ

કનેક્ટિવિટી માટે Asus ROG Phone 6 અને Asus ROG Phone 6 Proમાં 5જી, ડ્યુઅલ 4જી વોલ્ટી, ડ્યુઅલ બેન્ડ વાઈ ફાઈ 6, બ્લૂટૂથ 5.2, Glonass સાથે A-GPS, NFC અને USB type C પોર્ટ્સ આપવામાં આવ્યા છે. આ ફોનની સૌથી મહત્વની વાત તેની બેટરી છે, જેની કેપેસિટી 6000 mAH છે. વળી આ ફોન 65W HyperCharge ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ ધરાવે છે. એટલે કે તમારો ફોન એકદમ સ્પીડમાં ચાર્જ થઈ જશે. આ બધા જ ફીચર્સ મળીને Asus ROG Phone 6 એક પરફેક્ટ ગેમિંગ ફોન બનાવી રહ્યા છે.

Asusના ગેમિંગ ફોનની રેન્જ

Asus હાલ ભારતીય માર્કેટમાં ROG સિરીઝમાં ROG Phone 5, ROG Phone 5s, ROG Phone 5 Ultimate, ROG phone 5s Pro જેવા ગેમિંગ ફોન્સ વેચી રહી છે. આ બધા જ ફોનની કિંમત રૂ.49,999થી શરૂ થાય છે.

Best Mobiles in India

Read more about:
English summary
Asus new gaming phone ROG Phone 5 is launched in india, know features

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X