Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Asusએ ભારતમાં Zephyrus G16 સહિત બે નવા લેપટોપ લોન્ચ કર્યા, આટલી છે કિંમત
Asusએ ભારતમાં ત્રણ નવા ગેમિંગ લેપટોપ લોન્ચ કર્યા છે. કંપનીએ Asus Zephyrus G16, Asus Strix Scar 16 અને Asus Strix Scar 18 લેપટોપ લોન્ચ કર્યા છે. આ લેપટોપની જાહેરાત કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શો 2024માં કરવામાં આવી હતી. હવે લગભગ તેના એક મહિના બાદ આ લેપટોપ ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કંપનીએ ભારતમાં ROG G22 ગેમિંગ ડેસ્કટોપ પણ લોન્ચ કર્યા છે.

Asusના નવા લેપટોપની કિંમત
Asusના આ નવા લેપટોપ ROG Zephyrus G16 ભારતમાં 1,89,900 રૂપિયાની કિંમતથી શરૂ થાય છે. જ્યારે ROG Strix Scar 16 અને ROG Strix Scar 18ની કિંમત ભારતમાં 2,89,990 રૂપિયાથી શરૂ થાય છે. સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે ROG Strix Scar 16 અને ROG Strix Scar 18 બંને લેપટોપ ગઈકાલથી ભારતમાં ખરીદી માટે પણ ઉપલબ્ધ કરી દેવાયા છે. આસુઝનું કહેવું છે કે યુઝર્સ જો આ લેપટોપ MyASUS એપ પર ડિવાઈસ રજિસ્ટર કરીને માત્ર 1 રૂપિયો આપશે, તેમને TUF ગેમિંગ H3 ગેમિંગ હેડસેટ જીતવાની તક મળશે. આ ઓફરનો લાભ લેવા માટે યુઝર્સ લેપટોપ ખરીદ્યા બાદ asuspromo.in પર પણ જઈ શકે છે.
ASUS ROG Zephyrus G16
આ લેપટોપમાં તમને 2.5K WQXGA ROG નેબ્યુલા ડિસ્પ્લે મળે છે, જેનું રિઝોલ્યુશન 2560 * 1600 પિક્સલ છે, આ ઉપરાંત તેનો સ્ક્રીન રિફ્રેશ રેટ 240 Hzછે, જ્યારે રિસ્પોન્સ ટાઈમ 3ms છે. આ ઉપરાંત આ લેપટોપમાં પેનટોન વેલિડેશન અને ડોલ્બી વિઝન HDR સપોર્ટ પણ મળે છે. આ લેપટોપ ઈન્ટેલ કોર અલ્ટ્રા 7 પ્રોસેસર 155H પર બેઝ્ડ છે, જે NVIDIA GeForce RTX 4070 લેપટોપ GPU, Intel AI બૂસ્ટ NPU, 16 GB LPDDR5X RAM અને 1TB PCie 4.0 NVMe M.2 SSD સ્ટોરેજ ધરાવે છે.
ROG Strix Scar 16, Scar 18
આ બંને લેપટોપમાં થોડોક ફરક છે. Strix Scar 16માં 2560 * 1600 પિક્સલના રિઝોલ્યુશનની 16 ઈંચ QHD + ROG નેબ્યુલા એચડીઆર ડિસ્પ્લે, 240 હર્ટ્ઝનો સ્ક્રીન રિફ્રેશ રેટ અને 3msનો સ્ક્રીન રિસ્પોન્સ ટાઈમ તેમજ પેનટોન વેલિડેશન અને ડૉલ્બી વિઝન એચડીઆર સપોર્ટ મળે છે. જ્યારે બીજી તરફ Strix Scar 18માં આ જ સુવિધાઓ 18 ઈંચની ડિસ્પ્લે સાથે મળે છે. એટલે કે સ્ક્રીન સાઈઝ મોટી થઈ જાય છે.
ROG Gaming G22 Desktop
આ લેપટોપ Intel Core i7-13700F પ્રોસેસર પર બેઝ્ડ છે, જે Intel B760 ચિપસેટ, NVIDIA GeForce RTX4070 ગ્રાફિક્સ, 32 જીબી સુધીના DDR5 SO DIMM રેમ અને 1 TB M.2 2280 NVMe PCie 4.0 પર્ફોમન્સિસ SSD સ્ટોરેજ ધરાવે છે.
આ લેપટોપમાં કનેક્ટિવિટી માટે હાઈ ડેફિનિશન 7.1 ચેનલ ઓડિયો, વાઈફાઈ 6 અને બ્લૂ ટૂથ 5.2 તેમજ 600 w પાવર સપ્લાય યુનિટ આપવામાં આવ્યું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications