Just In
ઘરે આવી જશે Voter ID Card, ફોનમાં ઓનલાઈન ભરો બસ આ ફોર્મ
આધાર કાર્ડ અને પાન કાર્ડની જેમ વોટર આઈડી પણ એક સૌથી અગત્યનો દસ્તાવેજ છે. ઓળખ પત્ર તરીકે કે પછી રહેઠાણના પુરાવા તરીકે વોટર આઈડી ઉપયોગી છે. અત્યાર સુધી વોટર આઈડી માટે કલેક્ટર ઓફિસ જઈને કે પણ કેમ્પ ચાલતો હોય તે શાળામાં જઈને અરજી કરવી પડતી હતી. લાંબી પ્રક્રિયા કર્યા બાદ, પુરાવા આપ્યા બાદ છેવટે વોટર આઈડી કાર્ડ નીકળતું હતું. પરંતુ હવે આવું નથી. હવે તમે ઘરે બેઠા બેઠા તમારા ફોન દ્વારા જ વોટર આઈડી કાર્ડ માટે અરજી કરી શકો છો.

સત્તાવાર વેબસાઈટ પરથી કરો અરજી
આપણામાંથી મોટા ભાગના લોકોને આ સરળ રીત ખબર નથી. અહીં આ આર્ટિકલમાં આજે અમે તમને ઓનલાઈન વોટર આઈડી માટે અરજી કરતા શીખવીશું. નવા વોટર આઈડી માટે તમારે માત્ર સરકારી સત્તાવાર વેબસાઈટ પર જઈને વોટર આઈડી માટે અપ્લાય કરવાનું છે.
એક ફોર્મ ભરીને કરી શક્શો અરજી
વોટર આઈડી મેળવવા માટે તમારે સૌથી પહેલા ચૂંટણી પંચની વેબસાઈટ પર જવું પડશે. પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે નવું વોટર આઈડી મેળવવા માટે તમારી ઉંમર 18 વર્ષ હોવી જરૂરી છે. ચૂંટણી પંચની વેબસાઈટ પર પહોંચ્યા પછી અહીં તમારે એક ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મમાં જરૂરી માહિતી ભર્યા બાદ તમે નવા ચૂંટણી કાર્ડ માટે અરજી કરી શક્શો. આ ફોર્મ ભરવામાં કોઈ પણ ભૂલ ન થાય, તેનું ખાસ ધ્યાન રાખજો.
નજીકના સેન્ટર પર જમા કરાવો દસ્તાવેજ
વોટર આઈડી કાર્ડ માટે અરજીનું ફોર્મ ભર્યા બાદ તમારે નજીકના સેન્ટર પર જવું પડશે. અહીં તમારે જરૂરી દસ્તાવેજની હાર્ડ કૉપી આપવાની રહેશે. હાર્ડ કૉપી ડોક્યુમેન્ટ આપ્યા બાદ તેને વેરિફાઈ થવામાં કેટલાક દિવસ લાગશે. જે બાદ વોટર આઈડી કાર્ડ સીધું જ તમારા ઘરે આવી જશે.
ચૂંટણીકાર્ડ છે ઓળખ અને રહેઠાણનો મહત્વનો પારવો
મોટા ભાગે લોકો નવું વોટર આઈડી કાર્ડ ચૂંટણી સમયે જ બનાવતા હોય છે. પરંતુ જો તમારી ઉંમર 18 વર્ષ થઈ ચૂકી છે, તો ચૂંટણીની રાહ જોયા વગર તાત્કાલિક નવા વોટર આઈડી માટે અરજી કરી દો. જેથી ચૂંટણી સમયે તમને કોઈ મુશ્કેલી ન પડે. આ ઉપરાંત તમે ચૂંટણી કાર્ડનો ઉપયોગ ઓળખ પત્ર કે રહેઠાણના પુરાવા તરીકે પણ કરી શકો છો. એટલે જ્યાં જ્યાં સરકારી દસ્તાવેજ પુરાવા તરીકે માગવામાં આવે છે, ત્યાં ત્યાં તમે ચૂંટણી કાર્ડને પુરાવા તરીકે આપી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470