Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Appleની ઈવેન્ટ આ રીતે જુઓ લાઈવ, iPhone 15 સહિત આ પ્રોડક્ટ્સ થશે લોન્ચ
Appleની લેટેસ્ટ ઈવેન્ટ Wonderlust મંગળવારે એટલે કે આજે યોજાવાની છે આ આ મેગા ઈવેન્ટમાં બહુચર્ચિત iPhone 15 સિરીઝ લોન્ચ થવાની છે. આ લેટેસ્ટ આઈફોન ઉપરાંત કંપની Apple Watch Series 9 અને નવી જનરેશનના એરપોડ્સ પ્રો પણ લોન્ચ થઈ શકે છે. આ ઉપરાંત આ ઈવેન્ટ દરમિયાન કંપની iOS 17 સોફ્ટવેર પણ રોલઆઉટ કરવાની ડેટ અનાઉન્સ કરી શકે છે. જો તમારે પણ એપલની આ બહુચર્ચિત ઈવેન્ટ લાઈવ જોવી છે, તો આ આર્ટિકલમાં અમે તમને તેની સંપૂર્ણ માહિતી આપીશું.

અહીં Live જુઓ Appleની લોન્ચ ઈવેન્ટ
એપલના કહેવા પ્રમાણે એપલની વન્ડરલસ્ટ ઈવેન્ટ ભારતીય સમય પ્રમાણે આવતીકાલે રાત્રે 10.30 કલાકે કેલિફોર્નિયાના એપલ પાર્કમાં શરૂ થશે. આ ઈવેન્ટને તમે એપલની યુટ્યુબ ચેનલ અને Apple.com વેબસાઈટ પર લાઈવ જોઈ શકો છો. આ ઉપરાંત આ કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ Apple TV+ અને Apple Developer એપ્સ પર પણ કરવામાં આવશે.
iPhone 15 સિરીઝ
દર વર્ષની જેમ આ વર્ષે પણ કંપની પોતાની લોન્ચ ઈવેન્ટમાં iPhone 15 સિરીઝના આઈફોન લોન્ચ કરશે. જેમાં iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Max લોન્ચ થઈ શકે છે. અત્યાર સુધી સામે આવેલા મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ચારેય સ્માર્ટફોનમાં સુપર રેટિના ડિસ્પ્લે મળી શકે છે. જો કે આ ચારેય સ્માર્ટફોનની સ્ક્રીન સાઈઝ જુદી જુદી હશે. જો ફોટોગ્રાફી માટે iPhone 15 અને iPhone 15 પ્લસમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળશે, જ્યારે હાઈ એન્ડ મોડેલ્સમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે.
આ વખતે કંપની iPhone 15 સિરીઝના બધા જ ફોન્સમાં USB-C પોર્ટ આપી શકે છે. આ ઉપરાંત દરે હેન્ડસેટમાં A17 બાયોનિક પ્રોસેસર અને હાઈ પાવર બેટરી મળી શકે છે. આ ફોનની કિંમત પ્રીમિયમ રેન્જમાં હોઈ શકે છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ એપલ iPhone 15ની સાથે સાથે નવી સ્માર્ટવૉચ સિરીઝ, એરપોડ્ઝ, Ios 17 પણ લોન્ચ કરી શકે છે. સાથે જ iPadOS 17 અને WatchOS 10ને લઈને પણ કંપની અપડેટ જાહેર કરી શકે છે.
Apple Watch 9 Series
એપલે ગત વર્ષે વૉચ 8 સિરીઝ લોન્ચ કરી હતી. હવે કંપની એપલ વોચ 9 સિરીઝ લોન્ચ કરી શકે છે. આ લાઈનઅપમાં લોન્ચ થનારી સ્માર્ટ વૉચ આકર્ષક કલર્સમાં લોન્ચ થઈ શકે છે. આ વૉચમાં U2 અલ્ટ્રાવાઈડ બેન્ડ ચિપ મળી શકે છે. સાથે જ એપલ વૉચ 9 સિરીઝની વોચમાં હાર્ટ રેટ, સ્ટ્રેસ અને બ્લડ ઓક્સિજન મોનિટર કરતા સેન્સર મળી શકે છે.
AirPods Pro
એપલ ઈવેન્ટમાં આ વખતે નવી જનરેશનના એરપોડ્ઝ પ્રો પરથી પણ પડદો હટી શકે છે. આ એરબડ્ઝમાં ટચ કંટ્રોલથી લઈને દમદાર બેટરી મળશે. આ ઉપરાંત ઈયરબડ્ઝમાં પણ કંપની Type C પોર્ટ અને વાયરલેસ ચાર્જિંગ જેવા સ્પેસિફિકેશન્સથી સજ્જ હશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications