Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Apple Watchમાં મળશે આ ખાસ ફીચર, કરાવશે યુઝર્સનો ફાયદો
સ્માર્ટફોન્સમા ફ્લેશ લાઈટ હોવી સામાન્ય વાત છે, પરંતુ જો આ ફ્લેશ લાઈટ તમારી સ્માર્ટ વૉચમાં મળે તો? વાત આશ્ચર્યજનક છે, પરંતુ ટેક જાયન્ટ કંપની એપલ આ વિચારને હકીકતમાં બદલવા જઈ રહી છે. એપલ પોતાની સ્માર્ટ વૉચમાં ફ્લેશ લાઈટની સુવિધા આપવાની છે. જી હાં, અત્યાર સુધી જે વાત માત્ર વિચાર લાગી રહી છે, તેને એપલ હકીકતનું રૂપ આપવા જઈ રહી છે. એપલ ઈનસાઈડર રિપોર્ટ મજુબ કંપની વૉચમાં ટોર્ચ માટે પેટન્ટ લઈ રહી છે.

વૉચના ડાયલમાં નહીં મળ ફ્લેશ લાઈટ
એપલે યુનાઈટેડ સ્ટેટ્સ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક ઓફિસમાંથી એક પેટન્ટ લીધી છે, જે વિયરેબલ ડિવાઈસિઝમાં મોડ્યુલર લાઈટ એસેમ્બલ કરે છે. આ પેટન્ટ સ્કેચમાં દેખાય છે કે સ્માર્ટવૉચના સ્ટ્રેપ્સ સાથે જોડાયેલી એક ફ્લેશ લાઈટ છે. એટલે કે એપલ જો પોતાની વૉચમાં ફ્લેશ લાઈટ આપશે, તો તે વૉચના ડાયલમાં નહીં પરંતુ સ્ટ્રેપ પર હશે.
અલગ હશે ફ્લેશ લાઈટનો પાવર સોર્સ
આ પેટન્ટની અરજીમાં ટોર્ચને વિયરેયબ ડિવાઈસના સહાયક ઉપકરણ તરીકે દર્શાવવામાં આવી છે. જેનો ઉપયોગ ડિસ્પ્લે બ્રાઈટનેસના ઉપયોગને ફ્લેશ લાઈટમાં ફેરવવાનો છે. સ્માર્ટ વૉચમાં જે ટોર્ચ મળશે, તેનો પાવર સોર્સ અલગ હોઈ શકે છે. જેને કારણે સ્માર્ટ વૉચની બેટરી પર કોઈ અસર નહીં પડે.
ઓન સ્ક્રીન કંટ્રોલ
તમને એ પણ જણાવી દઈએ કે આ ફ્લેશ લાઈટને એક બટન દ્વારા અથવા તો સ્ક્રીન કંટ્રોલ દ્વારા ઓન ઓફ કરી શકાશે. ધ્યાન આપો કે એપલે આ પ્રોડક્ટની પેટન્ટ ઓલરેડી લઈ લીધી છે. પરંતુ સ્માર્ટ વૉચમાં એપલ ફ્લેશ લાઈટ ક્યારે આપશે, તે અંગે હજી સુધી કોઈ માહિતી નથી. અત્યારે તો એ કહેવું પણ મુશ્કેલ છે કે આ ફીચર એપલ વૉચ અલ્ટ્રા માટે એક્સક્લુઝિવ ફીચર હશે, કે પછી બધી જ એપલ વૉચમાં આ સુવિધા મળશે.
Apple Watch Series 9 (RED)
આ ચર્ચાઓની વચ્ચે એપલે તાજેતરમાં જ વિશ્વ એઈડ્સ દિવસના ભાગરૂટે એપલ વૉ સિરીઝ 9 ના રેડ વર્ઝનને લોન્ચ કર્યું છે. આ વૉચ રેડ થીમ ધરાવતા એલ્યુમિનિયમ કેસ અને સ્પોર્ટ્સ બેન્ડથી સજ્જ છે. આ નવી વૉચમાં મેટ્રોપોલિટન, વર્લ્ડ ટાઈમ, ન્યમેરલ્સ મોનો, રેડિએન્ટ, સ્ટ્રાઈપ્સ અને ટાઈપોગ્રાફ છે, જેને યુઝર્સ ઈન્સ્ટોલ કરી શકે છે. આ વૉચના 41 મિમી અને 45 મીમી વેરિયંટની કિંમત ભારતમાં 41,900 રૂપિયાથી શરૂ થાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
