Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
માત્ર 9 હજારમાં ખરીદો 29,990ની કિંમતની Apple Watch
Apple નામ સાંભળતા જ યુવાનોને રસ પડવા લાગે છે. આ બ્રાંડ યુથની પહેલી પસંદ બની ચૂકી છે. એપલનો આઈફોન, વૉચ અને અન્ય ગેજેટ્સ યુવાનોને આકર્ષિત કરે છે. એપલની સ્માર્ટ વૉચ પણ સૌથી વધુ વેચાતી સ્માર્ટ વૉચમાંની એક છે. જેમાં કંપની પોતાના યુઝર્સને શાનદાર હેલ્થ અને સ્પોર્ટ ફીચર્સ આપે છે. આ વૉચ ઘણા યુઝર્સની પહેલી પસંદ છે, પરંતુ તેની પ્રીમિયમ કિંમતને કારણે યુઝર્સ ખરીદતા અચકાય છે. જો તમે પણ મર્યાદિત બજેટના કારણે એપલ વૉચ નથી ખરીદી શક્તા, તો તમારા માટે ગૂડ ન્યુઝ છે. Apple Watch SE GPS (2nd Gen) જેની માર્કેટ પ્રાઈઝ 29,990 રૂપિયા છે, તે માત્ર 9 હજાર રૂપિયામાં ખરીદી શકાય છે. ચાલો, અમે તમને જણાવી દઈએ કે એપલની આ સ્માર્ટ વૉચ તમે ક્યાંથી અને કેવી રીતે આટલી સસ્તી કિંમતે ખરીદી શકો છો.

Apple Watch SE GPS (2nd Gen)ના સ્પેસિફિકેશન્સ
Apple Watch SE GPS માં તમને હાર્ટ રેટ મોનિટર, સ્લીપ ટ્રેકિંગ, ઓપ્ટિકલ રેટ સેન્સર, ક્રેશ ડિડેક્શન અને ઈમરજન્સી SoS જેવા શાનદાર ફીચર્સ મળે છે. સાથે જ તેમાં GPS ટ્રેકિંગનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. આ સ્માર્ટ વૉચ રેટિના OLED ડિસ્પ્લેથી સજ્જ છે. Apple Watch SE GPS (2nd Gen)માં ECG અને બ્લડ ઓક્સિજન લેવલ મોનિટરિંગ ફીચર મોજૂદ છે. Apple Watch SE GPS (2nd Gen)માં જીપીએસ સેલ્યુલર કનેક્ટિવિટી મળે છે. આ વૉચ 50 મીટરની ઉંડાઈ સુધી વૉટર રેઝિસ્ટન્ટ છે. એપલની આ વૉચ જુદી જુદી સાઈઝ અને કલર ઓપ્શનમાં આવે છે. બેટરીની વાત કરીએ તો, કંપનીનો દાવો છે કે, એકવાર ફૂલ ચાર્જ કર્યા બાદ આ વૉચ 18 કલાક સુધી વાપરી શકાય છે.
Apple Watch SE GPS (2nd Gen)ની કિંમત અને ઓફર
ફ્લિપકાર્ટ તરફથી ગ્રાહકોને Apple Watch SE GPS (2nd Gen) ખૂબ જ વ્યાજબી કિંમતે ખરીદવાતની તક આપી રહ્યું છે. Apple Watch SE GPS (2nd Gen)ની માર્કેટ પ્રાઈસ 29,990 રૂપિયા છે, પરંતુ એક્સચેન્જ ઓફર અંતર્ગત યુઝર્સ આ વૉચ પર 20 હજાર રૂપિયાનું મસમોટું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. જે બાદ આ વૉચની કિંમત 9,900 રૂપિયા થઈ જાય છે. એટલે કે તમે એપલની કોઈ પણ જૂની સ્માર્ટ વૉચ આપીને Apple Watch SE GPS (2nd Gen)ને માત્ર 9,900 રૂપિયામાં ખરીદી શકે છે. સાથે જ તો તમે આ વૉચને બેન્ક ઓફ બરોડાના કાર્ડથી ખરીદો છો, તો બીજું 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. HDFC કાર્ડ ધારકો પણ 1,250 રૂપિયાના ડાયરેક્ટ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. એપલ આ ઉપરાંત પણ બીજા કેટલાક ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જે બાદ આ વૉચની કિંમત ખૂબ જ ઓછી થઈ જાય છે. સાથે જ યુઝર્સને Apple Watch SE GPS (2nd Gen) પર 1 વર્ષની વોરંટી પણ મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications