Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 544 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone વાપરનારા ચેતજો, Appleએ આપી છે આ મોટી ચેતવણી
એપલે ભારત સહિત 92 જેટલા દેશમાં પોતાના સ્માર્ટફોન્સ એટલે કે આઈફોન યુઝ કરતા યુઝર્સને સ્પાયવેર એટેકને લઈને ચેતવણી જાહેર કરી છે. એપલનું કહેવું છે કે આઈફોન યુઝ્સ Mercenary Spyware Attackનો ભોગ બની શકે છે. આ એટેકથી યુઝર્સની પ્રાઈવસી જોખમાઈ શકે છે. આ સ્પાયવેરનો ઉપયોગ સિલેક્ટેડ યુઝર્સને ટાર્ગેટ બનાવવા માટે કરાઈ રહ્યો છે. એપલે આ મામલે સત્તાવાર રીતે મેઈલ મોકલીને આઈફોન યુઝર્સને સાવચેત કર્યા છે.
એપલ દ્વારા પોતાના યુઝર્સને આ પ્રકારની ચેતવણી મેઈલ દ્વારા 10 એપ્રિલના રોજ મોકલવામાં આવી છે. જેમાં એપલે પોતાના યુઝર્સ પર પેગાસસ જેવા સોફ્ટવેરથી સ્પાયવેર એટેક થવાની શક્યતા વ્યક્ત કરી છે. જો તમે પણ આઈફોન યુઝર છો તો તમારે પ્રાઈવસી બાબતે સાવચેત થઈ જવાની જરૂર છે. એપલે પોતાના યુઝર્સને અજાણી લિંક પર ક્લિક ન કરવા અને અજાણ્યા અટેચમેન્ટ એક્સેસ કરવાથી સાવધ રહેવા અપીલ કરી છે.

શું છે Mercenary Spyware એટેક?
- સમાચાર એજન્સી રોયટર્સે આપેલી માહિતી પ્રમાણએ એપલે પોતાના ઈમેઈલમાં કહ્યું છે કે આ સ્પાયવેર એટેક આઈફોન યુઝર્સ માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. આ સ્પાયવેર એટેક દ્વારા હેકર્સ iPhoneને રિમોટલી એક્સેસ કરીને કોમ્પ્રોમાઈઝ કરી શકે છે.
- આ ઈમેઈલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે Mercenary Spyware એટેક રેગ્યુલર સાઈબર ક્રિમિનલ એક્ટિવિટી અને બીજા માલવેર એટેકની સરખામણીએ ઘણો એડવાન્સ છે. અત્યાર સુધી આટલો ખતરનાક સાઈબર એટેક કે સ્પાયવેર ક્યારેય જોવા નથી મળ્યો.
આ પહેલા પણ Apple એ આપી હતી ચેતવણી
iPhone બનાવતી કંપની એપલે 2021થી લઈને અત્યાર સુધી ઘણી વાર આવા હુમલાને લઈને યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. એપલ અત્યાર સુદી 150થી વધુ દેશોમાં યુઝર્સને સ્પાયવેર એટેકને લઈને ચેતવણી જાહેર કરી ચૂક્યુ છે.
ઓક્ટોબર 2023માં કેટલાક ભારતીય સાંસદોએ સોશિયલ મીડિયા પર એપલ તરફથી આપવામાં આલી ચેતવણીના સ્ક્રીનશોટ શૅર કર્યા હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે,’એપલનું માનવું છે કે તમને સ્ટેટ સ્પોન્સર (સરકાર) એટેક દ્વારા ટાર્ગેટ કરાઈ રહ્યા છે, જે તમારા એપલ આઈડી સાથે જોડાયેલા આઈફોનને રિમોટલી કોમ્પ્રોમાઈઝ કરવાની કોશિશ કરી રહ્યા છે.’
આ હોબાળા બાદ કેન્દ્ર સરકારે કંપની પાસેથી ખુલાસો માગ્યો હતો, અને એપલ તરફથી કરવામાં આવેલા મેલમાં જે સ્ટેટ સ્પોન્સર્ડ શબ્દ લખવામાં આવ્યા હતા, તે સંપૂર્ણ પણે ખોટા હોવાના અને સરકાર તેના માટે જવાબદાર ન હોવાની સ્પષ્ટતા કરી હતી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications