Just In
- 581 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 582 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 583 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 584 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Apple Vision Pro Mixed Realty Headset ફેબ્રુઆરીમાં થશે લોન્ચ, જાણો કિંમત
લાંબા સમયથી જેનીચ ચર્ચા ચાલી રહી છે, તેવા Apple Vision Pro Mixed Realty Headset ફેબ્રુઆરી મહિનામાં લોન્ચ થવાની શક્યતા છે. ટેક જાયન્ટ કંપની એપલે આ હેડસેટને આગામી વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે. પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે કંપની ફેબ્રુઆરી મહિનામાં જ આ હેડસેટ લોન્ચ કરી શકે છે.

પૂરજોશમાં ચાલી રહ્યું છે ઉત્પાદન
બ્લૂમબર્ગના માર્ક ગુરમનના કહેવા પ્રમાણે એપલના આ હેડસેટનું ઉત્પાદન ચીનમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. એપલનો અંદાજો છે કે જાન્યુઆરીના અંત સુધીમાં મોટી સંખ્યામાં આ હેડસેટના રિટેલ યુનિટ તૈયાર થઈ જશે. જેને પગલે યોગ્ય સમયે આ હેડસેટ સ્ટોર્સમાં પણ અવેલેબલ થઈ જશે. જો કે, આ હેડસેટની કિંમત 3,499 ડૉલર એટલે કે ભારતીય રૂપિયામાં 2,91,000 રૂપિયાની આસપાસની કિંમતે મળી શકે છે. તો વિઝન પ્રો એપલ લિમિટેડ એડિશન હોઈ શકે છે. એપલ આ ડિવાઈસને લોન્ચ કરવા માટે એક ઈવેન્ટનું પણ આયોજન કરી શકે છે.
Meta ને પડકાર આપશે Apple
એપલે ફોન સિવાયની પ્રોડક્ટ્સના માર્કેટમાં 2015માં સ્માર્ટ વૉચ લોન્ચ કરવાની સાથે એન્ટ્રી કરી હતી. એપલના વિઝન પ્રો હેડસેટ રિયાલિટી અને વર્ચ્યુઅલના મિશ્રણથી એક નવી રિયાલિટી ક્રિએટ કરે છે. હાલ આ માર્કેટમાં Metaનું પ્રતિનિધિત્વ જોવા મળે છે, ત્યારે એપલ અહીં પણ પોતાની છાપ છોડવા માટે તૈયાર છે.
વેચાણ માટે કરાઈ રહી છે ખાસ તૈયારી
વિઝન પ્રોના લોન્ચ પહેલા એપલ હેડસેટ અને એક્સેસરીઝને વેચવા માટે પોતાના રિટેલ સ્ટોર્સ પર પણ કામ કરી રહ્યું છે. વેચાણ પહેલા આ હેડસેટના કોમ્પોનેન્ટ્સને કસ્ટમાઈઝ કરવા, યોગ્ય રીતે એસેમ્બલ કરીને પેક કરીને તૈયાર કરવા જરૂરી છે. જો કોઈ પાર્ટ આડો અવળો થઈ જાય તો આ હેડસેટ યુઝર માટે સમસ્યા પેદા કરી શકે છે, અથવા તો ડિસ્પ્લે ખરાબ થઈ શકે છે. એટલે એપલ તેના રિટેઈલ વેચાણ માટે યોગ્ય તૈયારી કરી રહી છે.
વિઝન પ્રો માટે સ્ટાફને અપાઈ ટ્રેનિંગ
પોતાની આ મચ અવેઈટેડ પ્રોડક્ટને લોન્ચ કરવા માટે એપલે પોતાના કર્મચારીઓ માટે ખાસ ટ્રેનિંગનું આયોજન કર્યું છે. જેમાં તેમને સેલ્સ સ્ટ્રેટેજી અને માર્કેટિંગ સ્કીલ્સ શીખવવામાં આવશે. એપલ પોતાની આ પ્રોડક્ટના વેચાણ દરમિયાન કોઈ પણ છેડો ઢીલો છોડવા નથી માગતી એટલે કંપનીના હેડક્વાર્ટરમાં સ્ટાફને આ રિયાલિટી હેડસેટના ફીચર્સ અને ફીટિંગ ટેક્નિક્સની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, જેથી તેઓ ખરીદનાર યુઝર્સને બરાબર માહિતી આપી શકે.
તો આ પ્રોડક્ટની લોન્ચ માટે ડેવલપર્સને પણ ખડે પગે તૈયાર રહેવાનું કહેવાયું છે. જેથી યુઝર્સને સોફ્ટવેરને લગતી કોઈ સમસ્યા આવે, કે વપરાશ દરમિયાન કોઈ બગ દેખાય, તો તાત્કાલિક તેનો ઉકેલ લાવી શકાય. સાથે જ ડેવલપર્સને હાલમાં વપરાશમાં રહેલા આઈપેડ અને આઈફોનનો વિઝન પ્રો સાથે ઉપયોગ કરવા માટે સોફ્ટવેર તૈયાર કરવા પણ સૂચના અપાઈ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications