Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Apple પણ લાવશે પોતાની AI, 4 બિલિયનથી વધુ રૂપિયા ખર્ચવાની તૈયારી
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે સતત સ્પર્ધા વધી રહી છે. ઓપનએઆઈના જનરેટિવ એઆઈ ChatGPTની સફળતા બાદ દિગ્ગજ ટેક કંપનીઓ પણ એઆઈની રેસમાં ઝુકાવી રહી છે. ટેક જાયન્ટ કંપનીઝ ગૂગલ અને માઈક્રોસોફ્ટ તો પોતાના ચેટબોટ લોન્ચ કરી જ ચૂકી છે. પરંતુ હવે એપલ પણ એઆઈ ક્ષેત્રે ઝુકાવી રહી છે.

એપલ તૈયાર કરી રહી છે પોતાનું એઆઈ
જુદા જુદા મીડિયા રિપોર્ટ્સ મુજબ આઈફોન અને આઈપેડ સહિતની શાનદાર પ્રોડક્ટ્સ બનાવી રહેલી ટેક કંપની એપલે પણ હવે ચેટજીપીટી જેવું પોતાનું જનરેટિવ એઆઈ તૈયાર કરી લીધું છે. આ જ મીડિયા રિપોર્ટ્સ મુજબ એપલે ચેટજીપીટી જેવી સર્વિસ ઓલરેડી બનાવી લીધી છે, પરંતુ હાલ તેનો ઉપયોગ માત્ર ઈન્ટરનલ ટીમ દ્વારા જ થઈ રહ્યો છે. એપલના કર્મચારીઓ હાલ આ નવા જનરેટિવ એઆઈનો ઉપયોગ કરીને તેના ફીચર્સને ટેસ્ટ કરી રહ્યા છે, ટેક્સ્ટની સમરી તૈયાર કરી રહ્યા છે. એપલનું જનરેટિવ એઆઈ હાલ આમાંથી જ શીખીને સવાલોના જવાબ તૈયાર કરી રહ્યું છે.
જુલાઈમાં પણ શરૂ થઈ હતી ચર્ચા
જો કે, આ પહેલીવાર નથી જ્યારે એપલના જનરેટિવ એઆઈ અંગે ચર્ચા શરૂ થઈ હોય. 2023માં જ જુલાઈ મહિનામાં પણ આ પ્રકારના સમાચાર આવ્યા હતા. ત્યારે કહેવામાં આવ્યું હતું કે એપલ પોતાના એઆઈ મોડેલ પર કામ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એપલ આ લાર્જ લેંગ્વેજ મોડેલ એટલે LLM ને Ajax નામનું ફ્રેમવર્ક તૈયાર કરી લીધું છે.
એપલે શરૂ કરી નવી રીત
હવે એપલે પોતાના આઈફોન અ આઈપેડ પર રન થનારા LLM વિશે એક રિસર્ચ પેપર ફાઈલ કર્યું છે. આ રિસર્ચ પેપરમાં જણાવ્યા પ્રમાણે લિમિટેડ DRM કેપેસિટી ધરાવતા કોઈ પણ ડિવાઈસ પર કઈ રીતે લાર્જ લેંગ્વેજ મોડેલ રન કરી શકાય છે. પરંતુ સીમિત DRM કેપેસિટીની સાથે LLMને રન કરવી શક્ય નથી. એટલે એપલે LLMને ફ્લેશ મેમરી પર સ્ટોર કરવાની રીત શોધી નાખી છે, જેને જરૂરિયાત પ્રમાણે ડિવાઈસ સાથે કનેક્ટ કરી શકાય છે.
એપલે કરી શકે છે અધધધ રકમની ડીલ
આ સાથે જ કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ એપલે પોતાના જનરેટિવ એઆઈને ટ્રેઈન કરવા માટે કેટલીક ટોચની ન્યૂઝ અને કન્ટેન્ટ કંપનીઓ સાથે વાતચીત પણ શરૂ કરી દીધી છે. એપલ આ કંપનીઓ સાથે લાંબાગાળાનો એગ્રીમેન્ટ પણ કરી શકે છે. જે માટે એપલ 50 મિલિયન ડૉલરથી વધુ રકમની ચૂકવણી કરવા માટે તૈયાર છે. એપલ ઈચ્છે છે કે ન્યૂઝ કંપનીઓ તેમના ન્યૂઝ આર્ટિકલ્સના આર્કાઈવનો પણ એક્સેસ તેમના જનરેટિવ ટૂલને આપી દે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications