Apple iPhone 14ની સાથે લોન્ચ થશે આટલી નવી પ્રોડક્ટ્સ, જાણો લિસ્ટ

By Gizbot Bureau
|

ટેક અને ખાસ કરીને મોબાઈલ શોખીનો માટે આગામી મહિલનો ખૂબ જ રોમાંચક સાબિત થવાનો છે. આગામી મહિને એટલે કે સપ્ટેમ્બરમાં મોસ્ટ અવેઈટેડ, મોસ્ટ ટોક્ડ iPhone 14 સિરીઝના સ્માર્ટ ફોન લોન્ચ થવાના છે. દુનિયાભરના ટેક શોખીનો લાંબા સમયથી એપલની આ ઈવેન્ટની રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એપલની આ મોટી ઈવેન્ટ 7 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. આ ઈવેન્ટનું મુખ્ય આકર્ષણ iPhone 14 હશે, પરંતુ આ ઈવેન્ટમાં એપલ પોતાની બીજી લેટેસ્ટ પ્રોડક્ટ્સ પણ લોન્ચ થવાની છે. Apple Watch Series 8, iPadથી લઈને Mac સુધીની પ્રોડક્ટ્સ iPhone 14ની સાથે લોન્ચ થવાની છે.

Apple iPhone 14ની સાથે લોન્ચ થશે આટલી નવી પ્રોડક્ટ્સ, જાણો લિસ્ટ

આટલી પ્રોડક્ટ્સ થઈ શકે છે લૉન્ચ

iPhone 14 સિરીઝ

એપલની લોન્ચ ઈવેન્ટ માત્રને માત્ર આઈફોન 14 સિરીઝના નામે રહેવાની છે. આઈફોન 14ના ચારેય મોડેલ 7 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થઈ શકે છે. પરંતુ હજી સુધી એપલે આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. અત્યાર સુધી લીક થયેલી માહિતી મુજબ આઈફોન 14 સિરીઝના પ્રો મોડેલ્સ નવી ડિઝાઈન, વધારે સારા સેન્સર અને કેમેરા ડિપાર્ટમેન્ટમાં મોટા ફેરફાર સાથે રિલીઝ થવાના છે. અત્યાર સુધી ઘણા લીક્સ આઈફોન 14 મેક્સ અથવા પ્લસ કેવા હશે તે અંગે જુદી જુદી માહિતી જાહેર કરી ચૂક્યા છે. તો 91Mobilesના રિપોર્ટ મુજબ iPhone 14 Mini પણ આ વખતે કંપની લોન્ચ કરી શકે છે.

Apple Watch Series 8

બ્લૂમબર્ગના માર્ક ગુરમનના કહેવા પ્રમાણે iPhone 14ની સાથે સાથે એપલની નવી વૉચ સિરીઝ પણ લોન્ચ થવાની છે. માર્ક ગુરમનનો દાવો છે કે એપલ આ ઈવેન્ટ દરમિયાન એપલ વૉચ સિરીઝની ત્રણ નવી વોચ લોન્ચ કરી શકે છે. જેમાં એક સ્ટાન્ડર્ડ એપલ વૉચ સિરીઝ 8 હશે, જે નવા બૉડી ટેમ્પરેચર સેન્સર અને વધારી સારી બેટરી લાઈફ ધરાવે છે. જ્યારે વધું એક ચીપર વર્ઝન Apple Watch SE પણ લાસ્ટ વૉચમાં કેટલાક નાના ફેરફાર સાથે લોન્ચ થશે. વૉચ સિરીઝમાં નવું આકર્ષણ Pro વર્ઝન છે, જે નવી ડિઝાઈન, એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ માટે પ્રીમિયમ ફિનીશ અને મોટી સાઈઝ ધરાવતી હશે.

AirPods Pro 2

હાલ એપલના જે એરપોડ્ઝ માર્કેટમાં છે, એપલ એવી જ ડિઝાઈન સાથે AirPods Pro 2 પણ સપ્ટેમ્બરની ઈવેન્ટ દરમિયાન લૉન્ચ કરી શકે છે. 9to5Macના અહેવાલ મુજબ આ નવા એરપોડ્ઝમાં H 1 ચીપની નવી જનરેશન પર આધારિત હશે, સાથે જ તેમાં બ્લૂટુથ 5.2 સપોર્ટ કરશે.

iOS 16

એપલ સપ્ટેમ્બરની ઈવેન્ટ દરમિયાન, આઈફોન યુઝર્સ માટે માટે આઈઓએસનું નવું વર્ઝન iOS 16 પણ લોન્ચ કરવાની છે. તો WatchOS 9, tvOS 16 પણ લોન્ચ થવાની શક્યતા છે. જો કે બ્લૂમબર્ગના માર્ક ગુરમનના દાવા મુજબ iPadOS 16 એક મહિના બાદ રોલ આઉટ થવાની છે.

New Macs, Ipads પણ છે લાઈનમાં

આ બધાની વચ્ચે Apple નવી Macs, iPad 10th Generation, iPad Pro પણ જાહેર કરી શકે છે. જો કે કેટલાક રિપોર્ટ મુજબ એપલ આ બધી પ્રોડક્ટ્સ જાહેર કરવા માટે એક મહિના કરતા વધુનો સમય લઈ શકે છે. આ બધી જ પ્રોડક્ટ્સ iPadOS 16ની સાથે એક મહિના બાદ લોન્ચ થવાની શક્યતા વધારે છે.

Word Count:448

Best Mobiles in India

Read more about:
English summary
Apple to unveil iPhone 14, Apple Watch Series 8, iPad, Mac, and more on September 7

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X