Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Apple Vision Pro મિક્સ્ડ રિયાલિટી હેડસેટ આ તારીખે થશે લોન્ચ
એપલની જે પ્રોડક્ટની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે, તે મિક્સ્ડ રિયાલિટી હેડસેટ જેને Vision Pro નામ આપવામાં આવ્યું છે તે અમેરિકામાં 2 ફેબ્રુઆરીના રોજ લોન્ચ થશે. Apple Vision Proની સ્ટાર્ટિંગ પ્રાઈસ 3,499 ડૉલર્સ હશે, જેમાં તમને 256 જીબી સ્ટોરેજ કેપેસિટી મળશે. યુઝર્સ Apple Vision Proને 19 જાન્યુઆરીથી પ્રી ઓર્ડર પણ કરી શક્શે. આ હેડસેટ અમેરિકામાં એપલના રિટેઈલ સ્ટોર્સ, એપલ અમેરિકાની વેબસાઈટ પરથી ખરીદી શકાશે. જો કે ભારતમાં આ ડિવાઈસ ક્યારથી લોન્ચ થશે, તે અગેં હજી સુધી કંપનીએ જાહેરાત નથી કરી.

ડિવાઈસની સાથે શું શું મળશે?
Apple Vision Proમાં યુઝર્સના કમ્ફર્ટ માટે બે જુદા જુદા બેન્ડ ઓપ્શન્સ મળે છે. જે Solo Nit Band અને Dual loop band છે.આ ઉપરાંત આ હેડસેટમાં લાઈટ સીલ, 2 લાઈટ સીલ કુશન્સ હશે, સાથે જ તેમાં ડિવાઈસને સાફ કરવા માટે એક પોલિશિંગ માટેનું કપડું, એક મેટરી, એક યુએસટી ટાઈપ સી ચાર્જિંગ કેબલ, યુએસબી ટાઈપ સી પાવર એડપ્ટર અને Apple Vision Proનું ફ્રંટ કવર ડિવાઈસ હશે.
7 વર્ષથી કામ કરતી હતી કંપની
આ ડિવાઈસ બનાવવા માટે એપલ છેલ્લા 7 વર્ષથી કામ કરી રહી હતી. કંપનીના કહેવા પ્રમાણે યુઝર્સ Vision Pro પહેર્યા બાદ વર્ચ્યુઅલ સ્પેસમાં પોતાના ફોટોઝ અને વીડિયોઝ સ્ક્રોલ કરી શક્શે. સાથે જ આ ડિવાઈસની મદદથી 3ડી મૂવી જોઈ શક્શે, ગેમ્સ રમી શક્શે. જેમાં તેમને એકદમ રિયલ લાઈફ જેવો જ એક્સપીરિયન્સ મળશે.
રિયલ લાઈફ એક્સપીરીયન્સ
વિઝન પ્રો એડવાન્સ્ડ ન્યૂલ પ્રોસેસિંગ યુનિટ પર કામ કરે છે. આ NPU આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ અલ્ગોરિધમનો ઉપયોગ કરીને યુઝરની આસપાસના માહોલનું રિયલ ટાઈમ વિશ્લેષણ કરીને ઓગમેન્ટેડ રિયાલિટીનો એક્સપીરિયન્સ આપે છે.
રિયલ લાઈફ પર આધારિત વર્ચ્યુઅલ બાબતોને રિપ્રેઝન્ટ કરવાની હોય કે તેને લગતી સૂચના આપવાની હોય વિઝન પ્રો ડિવાઈસ સરળતાથી ડિજિટલ કન્ટેન્ટને રિયલ લાઈફ સાથે જોડી દે છે.
આંખો અને હાથની મૂવમેન્ટથી થશે ઓપરેટ
ડિવાઈસમાં એક્સેપ્શનલ કલર એક્યુરેસી સાથે હાઈ રિઝોલ્યુશન ડિસ્પ્લે મળે છે. જેને કારણે વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ યુઝર્સને રિયલ વર્લ્ડ વ્યુની સાથે મિક્સ કરી આપે છે. વિઝન પ્રોમાં એડવાન્સ્ડ આઈ ટ્રેકિંગ ટેક્નોલોજી પણ છે. યુઝર્સ આંખો અને હાથની મૂવમેન્ટથી આ ડિવાઈસને ઓપરેટ કરી સકે છે. ડિવાઈસ દ્વારા યુઝર્સ ફિલ્મો જીવે છે, વીડિયો ગેમ રમી શકે છે, ન્યૂઝ આર્ટિકલ્સ વાંચી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications