એપલ પોતાની વેબસાઈટ દ્વારા જોબ સીકર્સ ને આમન્ત્રણ મોકલે છે

|

અમુક એવી કંપનીઓ હોઈ છે કે જ્યાં કામ કરવું હંમેશા ઘણા બધા લોકો ની ડ્રિમ જોબ હોઈ છે. અને તેમની ઘણી બધી કંપનીઓ ટેક્નોલોજી સેક્ટર ની અંદર છે, અને એપલ પણ એમની જ એક એવી કંપની છે કે જેની અંદર બધાજ પ્રકાર ના લોકો ને કામ કરવા ની ઈચ્છા હોઈ છે. અને આ ક્યુપરટિનો બેઝડ ગાયન્ટ કંપની તેની અંદર કામ કરવા નો અનુભવ કેવો હોઈ છે તેના વિષે એક ઇન્સેટ આપી રહ્યું છે.

એપલ પોતાની વેબસાઈટ દ્વારા જોબ સીકર્સ ને આમન્ત્રણ મોકલે છે

એપલે પોતાની વેબસાઈટ પર એબાઉટ એપલ પેજ ને રેવેમ્પ કર્યું છે અને તેની અંદર ખાસ કરી ને જોબ સેક્શન ની અંદર ફેરફાર કર્યા છે. "વિશ્વવ્યાપી કંપનીમાં જોડાઓ કે જે સમગ્ર વિશાળ વિશ્વને પ્રતિબિંબિત કરે છે," અથવા "જ્યાં કામ શરૂ થાય છે ત્યાં કાર્ય શરૂ કરો '' શું થાય છે ..." સંભવિત નોકરી શોધનારાઓને કંપની કૈક આવો મેસેજ મોકલી રહી છે.

અને માત્ર તેટલું જ નહીં પરંતુ એક વિડીયો પણ છે કે જેની અંદર કંપની માં કામ કરતા લોકો એપલ માટે કામ કરવા નો અનુભવ આપી રહ્યા છે. તેની અંદર અલગ અલગ જગ્યા પર કામ કરતા જેમ કે એપલ વોચ પર કામ કરતા લોકો અથવા એપલ સ્ટોર પર કામ કરતા લોકો કઈ રીતે એપલ કામ કરવા માટે બેસ્ટ જગ્યા છે તેના વિષે પોતાનો અનુવભવ જણાવી રહ્યા છે. સમાન તકો વિશે વાત કરતા, સાઇટ પર એક સંદેશ છે જે કહે છે, "એપલ ખુલ્લું છે. અમે માનીએ છીએ કે માનવતા બહુવચન છે, એકવચન નથી. દુનિયામાં કામ કરવાનો શ્રેષ્ઠ માર્ગ દરેકમાં છે. કોઈ બહાર નથી. "

અને આ પેજ પર એપલ ની અંદર અલગ અલગ ટિમ કઈ રીતે કામ કરે છે તેના વિષે પણ વિગતવાર જણાવ્યું છે, પછી ભલે તે સોફ્ટવેરહોઈ કે પછી માર્કેટિંગ કે બીજું કોઈ સેકશન હોઈ, તે આબધા જ કઈ રીતે કામ કરે છે તે આબધા વિષે એપલે ટૂંક માં જણાવ્યું છે. અને વેબસાઈટ ની અંદર હવે સર્ચ નો પણ સારો ઓપ્શન છે જેની અંદર જેલોકો હવે એપલ માં જોબ મેળવવા માંગે છે તે વધુ સારી રીતે સર્ચ કરી શકશે.

એનો સીધો અર્થ એકજ થાય છે કે કંપની જોબ સીકર્સ ને કામ કરવા માટે બોલાવી રહી છે અને એવું જણાવી રહી છે કે એપલ માટે કામ કરવું એ સૌથી સારો અનુભવ સાબિત થઇ શકે છે.

હવે જો ઇન્વાઈટસ માટે ની વાત કરીયે તો એપલ 30ઓક્ટોબર ના રોજ ન્યૂ યોર્ક ની અંદર એક ઇવેન્ટ હોસ્ટ કરવા જય રહ્યું છે અને તેના માટે મીડિયા ઇન્વાઈટસ તેણે મોકલવા ના શરૂ કરી નાખ્યા છે. આ ઇન્વાઇટ ની અંદર એવું જણાવવા માં નથી આવેલ કે કંપની કઈ નવી વસ્તુ બનાવી રહી છે, પરંતુ ઇવેંટ ની અંદર માત્ર એટલું જ લખેલું છે કે "ધેર ઇસ મોર ઈન મેકિંગ". અને એપલ આ ઇવેન્ટ ની અંદર શું લોન્ચ કરશે તેના વિષે ની અફવાઓ અત્યાર થી જ ચાલવા લાગી છે. અને એ અફવાઓ મુજબ આ ઇવેન્ટ ની અંદર નવા આઇપેડ, આઈમેક, મેકબુક અને આઈમેક મીની લોન્ચ થઇ શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Apple’s ‘invitation’ to job seekers through its website

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X