Apple આ વખતે iPhoneના 5 મોડેલ કરી શકે છે લોન્ચ, જાણો કિંમત

By Gizbot Bureau
|

એપલ ટૂંક સમયમાં જ પોતાના નવા આઈફોન લોન્ચ કરવાની છે. આખું ટેક જગત આ ઈવેન્ટની રાહ જોઈ રહ્યું છે. 12 સપ્ટેમ્બરે એક ઈવેન્ટ દરમિયાન કંપની iPhone 15 સિરીઝ અંતર્ગત પોતાના નવા ચાર હેન્ડ સેટ iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Maxને ગ્લોબલી લોન્ચ કરશે. જો કે લોન્ચિંગ ઈવેનટ્ પહેલા આ સિરીઝને લઈને નવી અપડેટ સામે આવી રહી છે. જેમાં દાવો કરાઈ રહ્યો છે કે એપલ આ વર્ષે 4 નહીં પરંતુ આઈફોનના 5 મોડેલ એક સાથે લોન્ચ કરી શકે છે. આઈફોન 15 સિરીઝમાં સૌથી સારી કેમેરા ક્વોલિટી મળી શકે છે. તો ચાલો, જાણીએ કે આ નવા આઈફોનની કિંમત શું હશે, અ તેના ફીચર્સ શું હશે.

Apple આ વખતે iPhoneના 5 મોડેલ કરી શકે છે લોન્ચ, જાણો કિંમત

ટિપસ્ટર Majin Bu એ ટ્વિટર પર આ અંગે જાણકારી આપી છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે કંપની iPhone 15 Pro Maxને 6 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ સાથે લોન્ચ કરી શકે છે. સાથે જ iPhone 15 Ultra 8 જીબી રેમ અને 2 ટીબી સ્ટોરેજ સાથે લોન્ચ થઈ શકે છે. ટિપસ્ટરના કહેવા પ્રમાણે પ્રો મોડેલની સરખામણીએ અલ્ટ્રા મોડેલમાં વધારે સારી કેમેરા ક્વોલિટી મળશે.

iPhone 15 સિરીઝની કિંમત

MacRumorsના રિપોર્ટ મુજબ આઈફોનનું સૌથી મોંઘુ મોડેલ iPhone 15 Pro Max હશે, જે 1 TB અને 2 TB સ્ટોરેજ ઓપ્શન સાથે લોન્ચ થશે. iPhone 15ના 1 TB મોડેલની કિંમત 699 ડૉલર એટલે કે 1,40,547 રૂપિયા હશે. જ્યારે iPhone 15ના 2 TB મોડેલની કિંમત 1,799 ડૉલર રાખવામાં આવી શકે છે. આ આઈફોન 15 સિરીઝની અમેરિકાની કિંમત છે.

iPhone 15ની ભારતમાં કિંમત

ભારતમાં આવ્યા બાદ iPhone 15 પર જીએસટી સહિતના બીજા ઘણાટ ક્સ લાગશે. જેને કારણે ભારતમાં iPhone 15ની કિંમત અમેરિકાની કિંમત કરતા 50,000 જેટલી વધારે હશે. આવી સ્થિતિમાં iPhone 15ના 1 TB મોડેલની ભારતમાં કિંમત લગભગ 2 લાખ રૂપિયા હોવાની શક્યતા છે. જ્યારે 2 TB મોડેલ લેવા માટે યુઝર્સ 2 લાખ 15 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

iPhone 15ના બધા જ મોડેલની સંભાવિત કિંમત

iPhone 15 Proના 128 જીબી મોડેલની કિંમત અમેરિકામાં 1099 ડૉલર, iPhone 15 Proના 256 જીબી સ્ટોરેજની કિંમત 1,199 ડૉલર રાખવામાં આવી શકે છે. જ્યારે iPhone 15 Pro 512 GBની કિંમત 1,299 ડૉલર, iPhone 15 Pro 1 TBની કિંમત 1,499 ડૉલર, iPhone 15 Pro 2TBની કિંમત 1,699 ડૉલર રહેવાની શક્યતા છે.

iPhone 15 Pro Maxના બધા જ મોડેલની સંભાવિત કિંમત

iPhone 15 Pro Maxના 128 જીબી વેરિયંટની કિંમત 1,199 ડ઼લર, iPhone 15 Pro Maxના 256 જીબી વેરિયંટની કિંમત 1,299 ડૉલર, iPhone 15 Pro Maxના 512 જીબી વેરિયંટની કિંમત 1,399 ડૉલર અને iPhone 15 Pro Maxના 1 ટીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 1,599 ડૉલર હશે. જ્યારે iPhone 15 Pro Maxના 2 TB સ્ટોરેજ વેરિયંટની કિંમત 1,799 ડૉલર હોઈ શકે છે.

ક્યારે શરૂ થશે લોન્ચ ઈવેન્ટ

એપલની આ વાર્ષિક ઈવેન્ટ જે કંપનીએ વંડરલસ્ટ નામ આપ્યું છે, તે 12 સપ્ટેમ્બરના રોજ યોજાશે. કેલિફોર્નિયાના સમય પ્રમાણે આ ઈવેન્ટ સવારે 10 વાગ્યે અને ભારતીય સમય પ્રમાણે રાત્રે 10.30 વાગ્યે શરૂ થશે. જે લોકો આ ઈવેન્ટ જોવા ઈચ્છે છે, તેઓ apple.com અને Apple TV એપ પર આ ઈવેન્ટને ઘરે બેઠા બેઠા લાઈવ જોઈ શકે છે.

Best Mobiles in India

English summary
Apple May launch 5 models of iPhone know the price

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X