Just In
Apple આપી રહ્યું છે ફ્રી AirPods, MacBook, iPads પર ખાસ ડિસ્કાઉન્ટઃ આ રીતે મળશે લાભ
Apple કંપનીએ તાજેતરમાં જ 'બેક ટુ સ્કૂલ’ ઓફર લોન્ચ કરી છે. જે ભારતમાં એપલના ઓનલાઈન સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. આ ઓફર અંતર્ગત એપલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને, શિક્ષકોને આઈપેડ અને મેકબૂક મોટા ડિસ્કાઉન્ટ સાથે ઓફર કરી રહ્યું છે. સાથે જ કંપની આ ઓફરમાં એરપોડ (Gen 2) 6 મહિનાના એપલ મ્યુઝિક સબસ્ક્રીપ્શન સાથે ફ્રી આપી રહ્યું છે.

એટલું જ નહીં, જે વિદ્યાર્થીઓ આ ઓફરનો લાભ લેવા ઈચ્છે છે તેઓ પોતાની એપલ પ્રોડક્ટની સુરક્ષા માટે એપલ કેર 20 ટકા ડિસ્કાઉન્ટ સાથે મેળવી શકે છે. અને વધુ રૂ.6,400 ચૂકવીને એરપોડ (Gen 3) શકે છે. જો વિદ્યાર્થીઓ એરપોડ્સ પ્રો ખરીદવા ઈચ્છે, તો તેમણે રૂ.12,200 ચૂકવવાના રહેશે.
એપલની આ સ્કીમનો લાભ ગ્રેજ્યુએશન કરતા વિદ્યાર્થઈઓ, તેમના માતાપિતા ઉપરાંત પ્રોફેસર્સ, શૈક્ષણિક સંસ્થાઓનો સ્ટાફ લઈ શક્શે. એપલ આ સ્કીમ સપ્ટેમ્બર 2022 સુધી ચલાવવાની છે.
Macbook Air (M1) પર રૂ.10,000નું ડિસ્કાઉન્ટ સાથે AirPods Gen 2 રૂ.14,000ની કિંમતના ફ્રી
હાલ માર્કેટમાં Macbook Air (M1) રૂ,89,900ની કિંમતમાં મળી રહ્યું છે. જો કે તેની ઓરિજિનલ કિંમત રૂ.99,900 છે. એટલે કે કંપની બેક ટુ સ્કૂલ કેમ્પેઈન અંતર્ગત 10,000નું ડિસ્કાઉઅટ આપી રહી છે. આ પ્રોડક્ટ ખરીદનારને રૂ.14,000ની કિંમતના AirPods Gen 2 પણ ફ્રી મળશે.
Macbook Air (M2) પર રૂ.10,000નું ડિસ્કાઉન્ટ સાથે AirPods Gen 2 રૂ.14,000ની કિંમતના ફ્રી
Macbook Air (M2)ની માર્કેટ પ્રાઈસ રૂ.1,19,900 છે. જ્યારે એપલ હાલ વિદ્યાર્થીઓને તેમજ સંલગ્ન લોકોને આ જ પ્રોડક્ટ રૂ,1,09,900માં આપી રહી છે. આગળની પ્રોડક્ટની જેમ આની સાથે પણ રૂ.14000ની કિંમતના એરપોડ્ઝ ફ્રી મળી રહ્યા છે.
Macbook Pro 13 ઈંચ પર રૂ.10,000નું ડિસ્કાઉન્ટ સાથે AirPods Gen 2 રૂ.14,000ની કિંમતના ફ્રી
આ પ્રોડક્ટ પર પણ કંપની રૂ.10,000નું વળતર આરપી રહી છે. Macbook Pro 13 ઈંચ માર્કેટમાં રૂ,1,29,900ની કિંમત ધરાવે છે, જ્યારે બેક ટુ સ્કૂલ સ્કીમમાં વિદ્યાર્થીઓને તે 1,19,900માં મળી રહ્યું છે. અને અહીં પણ તમે રૂ.14,000ની કિંમતના એરપોડ્સ જેન 2 ફ્રી મેળવી શકો છો.
Macbook Pro 14 ઈંચ પર લગભગ રૂ.20,000નું ડિસ્કાઉન્ટ સાથે AirPods Gen 2 રૂ.14,000ની કિંમતના ફ્રી
15 ઈંચના મેકબુક પ્રો ને એપલ હાલ રૂ,1,75,410માં વેચી રહી છે. સામાન્ય રીતે તેની માર્કેટ પ્રાઈસ 1,94,900 રૂપિયા છે. અહીં પણ ફ્રી એરપોડ્સ વાળી સ્કીમ લાગુ પડે છે.
Macbook Pro 16 ઈંચ પર લગભગ રૂ.25,000નું ડિસ્કાઉન્ટ સાથે AirPods Gen 2 રૂ.14,000ની કિંમતના ફ્રી
તો 16 ઈંચનું મેકબુક પ્રો વિદ્યાર્થીઓ, પ્રોફેસર્સ કે વિદ્યાર્થીઓના માતા પિતા લગભગ 25 હજારના ડિસ્કાઉન્ટ સાથે મેળવી શકે છે. એપલની આ પ્રોડક્ટની ઓરિજિનલ કિંમત રૂ,2,39,000 જે હાલ રૂ. 2,15,910માં અવેલેબલ છે. સાથે જ AirPods Gen 2 ફ્રી મળી રહ્યા છે.
iMac: લગભગ રૂ.12,000નું ડિસ્કાઉન્ટ અને AirPods Gen 2 રૂ.14,000ની કિંમતના ફ્રી
iMac એપલની સૌથી સફળ પ્રોડક્ટ્સમાંની એક છે. એટલે જ તેની માંગ પણ વધુ છે. જો તમે લાંબા સમયથી iMac ખરીદવાનું પ્લાન કરી રહ્યા છો, તો આ તમારા માટે બેસ્ટ તક છે. રૂ.1,19,900ની એમઆરપી ધરાવતી આ પ્રોડક્ટ હાલ કંપની રૂ.1,07,910માં વેચી રહી છે. સાથે જ તમને AirPods Gen 2 રૂ.14,000ની કિંમતના ફ્રી મેળવવાની પણ તક છે.
iPad Air: લગભગ રૂ.4,000નું ડિસ્કાઉન્ટ અને AirPods Gen 2 રૂ.14,000ની કિંમતના ફ્રી
આમ તો આઈપેડના ચાહકો તેને ગમે તે કિંમતે ખરીદવા તૈયાર હોય છે, પરંતુ જો ડિસ્કાઉન્ટ મળતું હોય તો પછી ગુજરાતીઓ તેનો લાભ લેવામાં પાછા કેમ પડે! રૂ,54,900ની કિંમતનું iPad Air કંપની હાલ રૂ,50,780માં આપી રહી છે. અને અહીં પણ તમને જેન 2 એરપોડ્ઝ મફત મળી રહ્યા છે, જેની કિમત 14,000 રૂપિયા છે.
iPad Pro: લગભગ રૂ.3,600નું ડિસ્કાઉન્ટ સાથે Airpods Gen 2 મફત
બેક ટુ સ્કૂલ સ્કીમ અંતર્ગત કંપની આ પ્રોડક્ટ પર પણ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સ્કીમ અંતર્ગત તમે Apple iPad Pro માત્ર રૂ,68,300માં ખરીદી શકો છો. જેની માર્કેટ પ્રાઈઝ રૂ.71,900 છે. અને સાથે જ એરપોડ્સ તો ફ્રી મળી જ રહ્યા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470