Just In
Don't Miss
એપલનું સૌથી સસ્તું નવું મેકબુક એર લેપટોપ
જયારે થોડા સમય માટે નવા એપલ આઈફોન વિષે અફવાઓ ચાલતી હતી ત્યારે ક્યુપેરટીનો બેઝડ એક ટેક કંપનીએ નવું મેકબુક એર અને આઇપેડ પ્રો લોન્ચ કરીને ઘણા લોકોને આશ્ચર્યચકિત કાર્ય હતા. બે નવા પ્રોડક્ટસમાંથી ઓલ ન્યૂ મેકબુક એર એ એપલ દ્વારા લોન્ચ કરવામાં આવેલું સૌથી સસ્તું લેપટોપ છે. તેમાં પાવરફુલ પ્રોસેસર તેમજ વધુ સ્ટોરેજ સહીત નવી સુવિધાઓ આપવામાં આવશે. અહીં તમને એપલ મેકબુક એર માટે જાણવા જેવી અમુક વસ્તુઓ નીચે આપવામાં આવી છે:
કિંમત, ફીચર્સ અને અન્ય જાણકારી :-
1. નવું મેકબુક એર રૂ.92,990 ના પ્રારંભિક ભાવે આવે છે.
2. આ ભાવે, બજારમાં ઉપલબ્ધ આ સૌથી સસ્તું મેકબુક એર છે.
3. નવું મેકબુક એર પાછલા મેકબુક એર ની તુલનામાં રૂ.22,000થી ઓછામાં લોન્ચ કરવામાં આવ્યું છે.
4. નવું મેકબુક એર બેઝ વેરિએન્ટમાં ડબલ સ્ટોરેજ આપે છે. જયારે પાછલા વેરિએન્ટમાં 128જીબી સ્ટોરેજ આપવામાં આવતું તે હવે 256જીબી આપવામાં
આવશે.
5. ખરીદદારો મેકબુક એર ના ટોપ-એન્ડ વેરિએન્ટ પર વધુમાં વધુ 2ટીબી સ્ટોરેજ મેળવી શકશે.
6. નવા મેકબુક એરમાં મેજિક કીબોર્ડ પણ હશે કે જે 16ઈંચના મેકબુક પ્રોમાં રજુ કરવામાં આવ્યું હતું.
7. એપલે નવું લેપટોપ ક્વાડ-કોર પ્રોસેસર જોડે લોન્ચ કર્યું છે કે જેનો અર્થ એ થાય છે કે તે અગાઉના મેકબુક એરની તુલનામાં બે ગણું ઝડપી છે.
8. નવા મેકબુક એરમાં 13.3ઈંચની ડિસ્પ્લે છે, જેમાં 227પીપીઆઈ પિક્સેલ ડેન્સિટી અને 2560×1600 પિક્સેલ રિસોલ્યુશન છે.
9. એપલે દાવો કર્યો છે કે નવું મેકબુક એર 11 કલાક સુધી વાયરલેસ વેબ આપી શકે છે.
10. અહીં પસંદ કરવા માટે બે રૂપરેખાંકો છે: 1.1GHz ડ્યુઅલ-કોર ઇન્ટેલ કોર આઈ-3 પ્રોસેસર અને 1.1GHz ઇન્ટેલ કોર આઈ-5 પ્રોસેસર.
11. મેકબુક પ્રોમાં આપવામાં આવેલું ટચબાર મેકબુક એરમાં મિસિંગ છે.
12. નવું મેકબુક એર એપલની ટી 2 સિક્યુરિટી સાથે આવે છે, જે તેની સુરક્ષામાં વધારો કરે છે.
13. નવું મેકબુક એર નવા મેકઓએસ કેટલીના પર ચાલે છે.
14. નવું મેકબુક એર 8 જીબી રેમ સાથે આવે છે.
એપલે જાહેર કર્યું નથી કે ભારતમાં ક્યારે મેકબુક એર વેચાણ પર જશે પણ જણાવ્યું હતું કે તેને "ટૂંક સમયમાં ઉપલબ્ધ" કરવામાં આવશે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190