Apple M4 iMac અને M3 જાણો તમારા માટે કયું બેસ્ટ રહેશે?

By Gizbot Bureau
|

Appleએ પોતાનું નવું iMac લોન્ચ કરી દીધું છે, જેમાં પાવરફૂલ M4 ચિપ અને એપલ ઈન્ટેલિજન્સ આપવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે M4 ચિપ iMacના પર્ફોમન્સને વધારે પાવરફૂલ બનાવે છે. M1 વાળા iMacની સરખામણીએ આ લેટેસ્ટ iMacની પ્રોડક્ટિવિટી 1.7 ગણી ફાસ્ટ છે. આ ઉપરાંત ફોટો એડિટિંગ અને ગેમિંગ માટે આ iMac 2.1 ગણું ફાસ્ટ છે.

પરંતુ ઘણા યુઝર્સ એવા છે, જે 2024માં એપલ M4 iMac અને M3માંથી કયું ખરીદવું તેને લઈને કન્ફ્યુઝ છે. તો તમારી આ કન્ફ્યુઝન દૂર કરવા માટે આ આર્ટિકલમાં અમે બંને આઈપેડની સરખામણી કરવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે વધારે સારી પ્રોડક્ટ ચૂઝ કરી શક્શો.

Apple M4 iMac અને M3 જાણો તમારા માટે કયું બેસ્ટ રહેશે?

કિંમત

Apple M4 iMacના બેઝ મોડેલની કિંમત 1,34,900 રૂપિયા છે. હાલ આ લેપટોપ ઓરેન્જ, બ્લૂ, ગ્રીન, પર્પલ, પિંક, સિલ્વર અને યલો કલર ઓપ્શનમાં પ્રિ ઓર્ડર કરી શકાય છે. આ લેપટોપ 8 નવેમ્બરથી માર્કેટમાં અલેબલ થશે.

જ્યારે M3 પ્રોસેસર ધરાવતું iMac ગત વર્ષે કંપનીએ 1,34,900 રૂપિયાની કિંમતે લોન્ચ કર્યું હતું. જેને પણ બ્લૂ, સિલ્વર, ગ્રીન અને પિંક કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે.

Apple M4 iMac સ્પેસિફિકેશન્સ

લેટેસ્ટ iMacમાં 500 નીટ્સ સુધીની પીક બ્રાઈટનેસ ધરાવતી 24 ઈંચની 4.5K રેટિના ડિસ્પ્લે મળે છે. એપલના કહેવા પ્રમાણે ગ્રાહકો ડિસ્પ્લેમાં નેનો ટેક્ચસર મેટ ગ્લાસ ફિનિશ સાથે કન્ફ્ગ્યુર કરી શકે છે. આ ઉપરાંત તેમાં સેન્ટર સ્ટેજની સાથે અપડેટેડ ફ્રંટ ફેસિંગ કેમેરા અને 1080p વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ મળે છે.

એપલનું આ કમ્પ્યુટર લેટેસ્ટ એમ4 ચિપથી સજ્જ છે, જે TSMCની 3nm પ્રોસેસ ટેક્નોલોજી પર તૈયાર કરાયું છે. જેમાં 8 કોર સીપીયુ, 8 કોર જીપીયુ અને 10 કોર સીપીયુ તેમજ 10 કોર જીપીયુ ઓપ્શન અવેલેબલ છે. આ લેપટોપ 32 જીબી રેમ અને 2 ટીબી સ્ટોરેજ ઓપ્શનમાં અવેલેબલ છે. તેમાં સામેલ એમ 4 ચીપમાં 16 કોર ન્યૂરલ એજિન છે, જે એઆઈ ફીચર્સને સપોર્ટ કરે છે.

આ નવા iMacમાં છ સ્પીકર સેટઅપ છે, જેમાંડ રેક્શન બીમફોર્મિંગ, સ્પેશિયલ ઓડિયો અને Hey Siri ડિટેક્શનની સાથે થ્રી માઈર એરેનો સપોર્ટ મળે છે. આ લેટેસ્ટ iMacમાં કનેક્ટિવિટી માટે ચાર Thunderbolt 4, USB 4 પોર્ટ, વાઈ ફાઈ 6ઈ, બ્લૂટૂથ 5.3 અને એક 3.5 nm ઓડિયો જેક ઓપ્શન મળે છે.

આ ઉપરાંત એપલના નવા મેજિક કી બોર્ડની સાથે ટચ આઈડી, મેજિક માઉસ અને મેજિક ટ્રેક પેડ એક્સેસરીઝ પણ કમ્પેટિબલ છે, જે યુએસબી ટાઈપ સી પોર્ટની સાથે અપડેટ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડાયમેન્શનની વાત કરીએ તો તેનું વજન 4.44 કિલોગ્રામ છે.

Apple M3 iMac સ્પેસિફિકેશન્સ

એપલ એમ3 iMacમાં તમને નવા મોડેલ જેવા જ 34 ઈંચ રેટિના ડિસ્પ્લે મળે છે. આ ડિસ્પ્લે 4.5K રિઝોલ્યુશન અને 500 નીટ્સની પીક બ્રાઈટનેસ ધરાવે છે, જેમાં કંપનીએ M3 પ્રોસેસર આપ્યું છે, જે 3nm પ્રોસેસ પર બન્યું છે.

કનેક્ટિવિટી માટે તેમાં તમને 4 યુએસબી ટાઈપ સી પોર્ટ, વાઈ ફાઈ 6ઈ, બ્લૂટૂથ 5.3, 2 થંડરબોલ્ટ પોર્ટ અને ગીગાબીટ ઈથરનેટ સપોર્ટ મળે છે. આ ઉપરાંત તેમાં 1080p ફેસટાઈમ કેમેરા અને 6 સપીકર સેટઅપ મળે છે. તેમાં સ્પેટિયલ ઓડિયો અને ડોલ્બી એટમોસ સપોર્ટ મળે છે.

Best Mobiles in India

English summary
Apple M4 iMac vs Apple M3 iMac know differences and which is the best

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X