Just In
Appleએ લોન્ચ કરી નવી Watch Ultra, Watch SE, Apple Watch series 8
એપલે પોતાની સ્માર્ટ વોચની બીજી જનરેશન લોન્ચ કરી દીધી છે. આ સેકન્ડ જેન વૉચ ફંકી કલર્સમાં આવે છે, જેની કિંમત 249 ડૉલર્સથી શરૂ થાય છે. ભારતમાં આ વૉચ કેટલી કિંમતે મળશે, તેનો હજી સુધી ખુલાસો નથી થયો. યુઝર્સ આજથી જ આ વૉચ ઓર્ડર કરી શક્શે, અને 16 સપ્ટેમ્બરથી એપલની નવી સ્માર્ટ વૉચ બજારમાં મળવા લાગશે. આ સ્માર્ટ વૉટમાં ઈમરજન્સી SOS, હેલ્થ સેન્સર, કાર એક્સિડન્ટ સેન્સર, હાર્ટ રેટ સેન્સર, પાછલા વર્ઝન વૉચ SEના બધા જ બેઝિક ફીચર્સ આપવામાં આવ્યા છે. આ વૉચ ખાસ એવા લોકો માટે છે, જેમને સ્પોર્ટ્સ કે પછી એડવેન્ચર કરવાનો શોખ છે.

Apple Watch Ultra મજબૂત ડિઝાઈન, 36 કલાકની બેટરી લાઈફ જેવા ફીચર્સ સાથે લોન્ચ થઈ છે. કંપનીનો દાવો છે કે આ વૉચ લો પાવર મોડમાં 60 કલાક સુધી કામ કરે છે. સ્માર્ટ વૉચ મુખ્યત્વે એથ્લીટ્સ અને ફિટનેસ ફ્રીક યુઝર્સને ધ્યાનમાં રાખીને લૉન્ચ કરવામાં આવી છે. Apple Watch Ultraના બધા જ મોડેલ્સ 799 ડૉલર્સમાં ખરીદી શકાશે. આ વૉચનું વેચાણ 23 સપ્ટેમ્બરથી શરૂ થવાનું છે.
Apple Watch Ultraના ફીચર્સ
આ વૉચના ફીચર્સની વાત કરીએ તો તેમાં પરફેક્ટ GPS ટ્રેકર્સ, વૉચ OS 6, કસ્ટમ વર્કઆઉટ, નવી ડિઝાઈન કરેલી કંપાસ એપ, 49 એમએમ ટાઈટેનિયમ કેસ, નવો ડિઝાઈન કરેલો ડિજિટલ ક્રાઉન, વૉટર રેઝિસ્ટન્સ, ફ્રેશ અને મજબૂત ડિઝાઈન ઉમેરવામાં આવ્યા છે. આ વૉચ ભારતીય માર્કેટમાં કેટલી કિંમતે મળશે, તે હજી જાહેર નથી થયું. યુઝર્સ આ વૉચને આજથી જ પ્રિ બુક કરાવી શકે છે, જો કે માર્કેટમાં તે 23 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે.
આ સ્માર્ટ વૉચની સાથે સાથે કંપનીએ નવી જનરેશનની એપલ વૉચ પણ જાહેર કરી છે. લોન્ચ ઈવેન્ટમાં કંપનીએ એક વીડિયો દર્શાવ્યો, જેમાં પાછલા વર્ષોમાં એપલ વૉચના ફિટનેસ અને હેલ્થ ફીચરે કેવી રીતે યુઝર્સનો જીવ બચાવ્યો છે, તે બતાવવામાં આવ્યું હતું. એપલની વૉચના નવા વેરિયંટને એપલ વૉચ સિરીઝ 8 નામ આપવામાં આવ્યું છે. આ નવી વૉચ વધારે સારી ડિઝાઈન, સ્વીમ અને ડસ્ટ પ્રૂફ તેમ જ ક્રેક રેઝિસ્ટન્સ જેવા ફીચર્સ સાથે ઉપલબ્ધ છે.
Apple Watch Series 8 ફીચર્સ
Apple Watch Series 8 ઓવલ્યુએશન સહિત ઘણા ફિટનેસ અને હેલ્થ ફીચર્સ સાથે આવે છે, જે મહિલા યુઝરને મેન્સ્ટ્રુએશન સાઈકલ, ટેમ્પરેચર ટ્રેકિંગ, સ્લીપ ટ્રેકિંગ, ઈસીજી, બ્લડ ઓક્સિજન ટ્રેકિંગ કરે છે. આ વૉચમાં બે સેન્સર ડિઝાઈન છે, જે બૉડી ટેમ્પરેચર અને અન્ય મહત્વની વાતોને ટ્રેક કરે છે. કંપનીએ આ વખતે પ્રાઈવસી પર પણ ધ્યાન આપ્યું છે.
Apple Watch Series 8માં કાર ક્રેશ ડિટેક્શન ફીચર ઉમેરવામાં આવ્યું છે. જેના દ્વારા તમે અકસ્માતથી બચી શકો છો. સાથે જ લો પાવર મોડ પણ ઉમેરવામાં આયો છે. ફૂલ ચાર્જમાં આ વૉચ સતત 36 કલાક સુધી ચાલશે.
Apple Watch Series 8 કિંમત
Apple Watch Series 8ના જીપીએસ વેરિયંટની કિંમત 399 ડૉલર છે, જ્યારે સેલ્યુલર વેરિયંટની કિંમત 499 ડૉલર રાખવામાં આવી છે. 16 સપ્ટેમ્બરથી આ વૉચ માર્કેટમાં ઉપલબ્ધ થશે. એપલની ગઈકાલે લોન્ચ થયેલી અન્ય પ્રોડક્ટ્સની જેમ આ પ્રોડક્ટ્સની ભારતીય કિંમત માટે રાહ જોવી પડશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470