Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Apple iPhone 15 Series લોન્ચ, ભારતમાં આટલી છે કિંમત
સ્માર્ટફોન બ્રાન્ડ Apple પોતાની વન્ડરલસ્ટ ઈવેન્ટ 2023માં લેટેસ્ટ સિરીઝ iPhone 15 લોન્ચ કરી દીધી છે. દર વખતની જેમ આ વખતે પણ કંપનીએ 15 સિરીઝમાં ચાર જુદા જુદા આઈફોન લોન્ચ કર્યા છે. જેમાં iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Max સામેલ છે. આ સિરીઝના આઈફોનની કિંમત 79,900 રૂપિયાથી શરૂ થાય છે, અને 1,99,900 રૂપિયા સુધીની છે. આઈફોન 15 સિરીઝની સાથે સાથે કંપનીએ કંપનીએ પ્રો મોડેલ્સ માટે પ્રિ ઓર્ડર અને વેચાણની તારીખ પણ જાહેર કરી છે. તો ચાલો જાણીએ લઈએ કે આ લેટેસ્ટ આઈફોનના દરેક મોડેલની કિંમત શું છે અને તમે ક્યારે તે મેળવી શક્શો.

આ દિવસથી શરૂ થશે વેચાણ
કંપનીએ કન્ફર્મ કર્યું છે કે iPhone 15 Pro iPhone અને 15 Pro Maxને ગ્રાહકો 15 સપ્ટેમ્બરથી પ્રિ ઓર્ડર કરી શક્શે. આ આઈફોન માર્કેટમાં 22 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે. જો કે આ જ સિરીઝના iPhone 15 અને iPhone 15 Plusની પ્રિ ઓર્ડર અને સેલ ડેટની હજી સુધી જાહેરાત કરવામાં નથી આવી.
Apple iPhone 15 Proના કલર વેરિયંટ્સ
Apple iPhone 15 Pro વ્હાઈટ ટાઈટેનિયમ, બ્લેક ટાઈટેનિયમ, નેચુરસ ટાઈટેનિમય અને બ્લૂ ટાઈટેનિયમ એમ ચાર કલર ઓપ્શનમાં લોન્ચ કરવામં આવ્યો છે.
આટલી હશે કિંમત
કંપનીએ વન્ડરલસ્ટ નામની લોન્ચ ઈવેન્ટમાં આઈફોનના ચારેય મોડેલની કિંમતનો પણ ખુલાસો કર્યો છે.
iPhone 15ની કિંમત
iPhone 15ના 128 જીબી સ્ટોરેજ ધરાવતા વેરિયંટની કિંમત 79,900 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે 256 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 89,900 રૂપિયા અને 512 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 1,09,900 રૂપિયા રાખવામાં આવી છે.
iPhone 15 Plusની કિંમત
iPhone 15 Plusના 128 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત કંપનીએ 89,000 રૂપિયા નક્કી કરી છે. જ્યારે 256 જીબી સ્ટોરેજ વેરિયંટ માટે ગ્રાહકોએ 99,900 રૂપિયા ચૂકવવા પડશે. તો 512 જીબી સ્ટોરેજ વેરિયંટ માર્કેટમાં 1,19,900 રૂપિયામાં અવેલેબલ થશે.
iPhone 15 Proની કિંમત
iPhone 15 Proના 128 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 1,34,900 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે 256 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 1,44,900 રૂપિયા, 512 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 1,64,900 રૂપિયા અને
1 ટીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 1,84,900 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
iPhone 15 Pro Maxની કિંમત
iPhone 15 Pro Maxના 256 જીબી વેરિયંટની કિંમત 159,900 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તો 512 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 1,79,900 રૂપિયા છે. જ્યારે 1 ટીબી સ્ટોરેજ ધરાવતા વેરિયંટની કિંમત 1,99,900 રૂપિયા છે. આ સાથે જ iPhone 15 Pro Max આ સિરીઝનો સૌથી મોંઘો આઈફોન છે.
ટાઈપ સી પોર્ટનું આગમન
પહેલીવાર એપલે પોતાના આઈફોનમાં ચાર્જિંગ માટે ટાઈપ સી પોર્ટ આપવાની શરૂઆત કરી છે. અત્યાર સુધીના દરેક આઈફોનમાં ચાર્જિંગ માટે લાઈટનિંગ પોર્ટ જ અવેલેબલ હતું.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications