Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Appleએ USB Type C પોર્ટ સાથે Pencil કરી લોન્ચ, જાણો કિંમત
Apple Pencil (2023)ને કંપનીએ બે દિવસ પહેલા જ લોન્ચ કરી છે. આ એપલ પેન્સિલ સેકન્ડ જનરેશનના વ્યાજબી ઓપ્શન તરીકે લોન્ચ કવરામાં આવી છે. નવી સ્ટાઈલિશ પેન્સિમાં મેટ ફિનિશ આપવામાં આવ્યું છે, જેની એક તરફની બાજુ સપાટ છે. જેનો યુઝ પેન્સિલને મેગ્નેટ દ્વારા 10th જનરેશનના આઈપેડ સાથે ચીપકાવી રાખવા માટે થાય છે. ગત વર્ષે પણ પેન્સિલમાં આ જ સુવિધા આપવામાં આવી હતી. જો કે આ વર્ષે યુએસબી ટાઈપ સી પોર્ટ પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત iPad Pro, iPad Air iPad Miniમાં પણ આ પેન્સિલને ચિપકાવી શકાશે. આ પેન્સિલ જો કે વાયરલેસ ચાર્જિંગ અને 2nd જનરેશનની પેન્સિલમાં મળતી કેટલીક સુવિધાઓ નથી ધરાવતી.

ભારતમાં Apple Pencil (2023)ની કિંમત
ભારતમાં Apple Pencil (2023)ની કિંમત 7990 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે ગ્રાહકો નવેમ્બર મહિનાની શરૂઆતથી આ નવી પેન્સિલ ખરીદી શક્શે. સ્ટુડન્ટ્સ માટે Apple Pencil (2023)ની કિંમત 6,990 રૂપિયા રાખવામાં આવી છે.
નવી Apple Pencil (2023) આગળના બંને મોડેલ કરતા સસ્તી છે. ફસ્ટ જનરેશન Apple Pencil (2023)ની કિંમત ભારતમાં 9,500 રૂપિયા છે, જ્યારે Apple Pencil (2nd Gen)ની કિંમત ભારતમાં 11,900 રૂપિયા છે.
આ ઉપરાંત આઈપેડ 2022 અથવા યુએસપી ટાઈપ સી પોર્ટ ધરાવતા કોઈ અન્ય મોડેલ યુઝ કરતા ગ્રાહકોએ યુએસબી ટાઈપ સી દ્વારા એપલ પેન્સિલ એડોપ્ટર ખરીદવાની જરૂર નથી જે આઈપેડ મોડેલની સાથે પહેલી જનરેશનની એપલ પેન્સિલ યુઝ કરવા માટે જરૂરી છે.
Apple Pencil (2023)ના સ્પેસિફિકેશન
Apple Pencil (2023)માં યુએસબી ટાઈપ સી પોર્ટ આપવામાં યો છે, જે સ્ટાઈલસની ઉપરની બાજુમાં એક સ્લાઈડિંગ કંટ્રોલની પાછલ છે. સાથે જ આ પેન્સિલમાં એક બાજુ એકદમ સપાટ રાખવામાં આવી છે, જે મેગ્નેટિક રીતે આધુનિક આઈપેડ મોડેલની બાજુ પર ચોંટી જાય છે. પરિણામે તમે પેન્સિલ સતત આઈપેડની સાથે જ રાખી શકો છો. જો કે, તમે આ પેન્સિલને વાયરલેસ રીતે ચાર્જ નથી કરી શક્તા.
એપલ પેન્સિલનું આ મોડેલ હોવર મોડ માટે સપોર્ટ આપે છે. આ હોવર મોડ સપોર્ટ એપલ પેન્સિલના સેકન્ડ જનરેશન મોડેલમાં પણ છે. જો કે Apple Pencil (2023)માં સંવેદનશીલતાની સુવિધાનો સપોર્ટ નથી, જે આગળના બંને મોડેલમાં આપવામાં આવ્યો છે.
પરંતુ Apple Pencil (2023)ની સૌથી આકર્ષક વાત તેની ઓછી કિંમત છે. Apple Pencil (2023)માં આગળના બંને મોડેલ કરતા ઓછા ફીચર્સ અને સુવિધાઓ છે. જેમ કે તેમાં પ્રેશર ફીલ ટેક્નિક અને ટૂલ બદલવા માટે ડબલ ટેપ કરવાની સુવિધા નથી. તેમ છતાંય આ પેન્સિલની કિંમત આકર્ષક છે.
Apple Pencil (2023) એપલ આઈપેડ એર (2020) અને નવા મોડેલ આઈપેડ મિની (2021) 11 ઈંચ અને 12 ઈંચ આઈપેડ પ્રો (2018) અને નવા મોડેલ તેમજ આઈપેડ (2022)ને સપોર્ટ કરે છે. એપલના કહેવા પ્રમાણે સ્ટાઈલસ યુએસબી ટાઈપ સી પોર્ટ પર બ્લૂટૂથ અને વાયર્ડ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે, અને તેની સાઈઝ 155*7.5 મિમી છે, જ્યારે વજન 20.5 ગ્રામ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications