Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Apple પોતાની ઈવેન્ટમાં આ પ્રોડક્ટ્સ લોન્ચ નહીં કરે, જાણો કારણ
Apple આગામી અઠવાડિયે પોતાની વર્ષની સૌથી મોટી ઈવેન્ટનું આયોજન કરવા જઈ રહી છે. કંપનીએ સત્તાવાર રીતે કન્ફર્મ કર્યું છે કે 9 સપ્ટેમ્બરે યોજાઈ રહેલી ગ્લોટાઈમ ઈવેન્ટમાં તેઓ નેક્સ્ટ જનરેશનના iPhone 16 સિરીઝ લોન્ચ કરશે. આ ઉપરાંત કંપની આઈફોનની સાથે સાથે Apple Watch લાઈનઅપ પણ લોન્ચ કરવાની છે.
જો કે, હજી પણ એવી કેટલીક અફવાઓ સાંભળવામાં આવી રહી છે, જેમાં કહેવાઈ રહ્યું છે કે આગામી અઠવાડિયે થનારી ઈવેન્ટમાં એપલની કેટલીક મહત્વની પ્રોડક્ટ્સ સામેલ નહીં હોય. અહીં અમે તમને એ પ્રોડક્ટ્સનું સંભવિત લિસ્ટ આપી રહ્યા છીએ, જેને એપલ આ ઈવેન્ટમાં લોન્ચ ન કરે તેવી શક્યતા છે.

Apple AirPods Pro 3
અત્યારે ચાલી રહેલી ચર્ચા પ્રમાણે એપલ પોતાની લોન્ચ ઈવેન્ટમાં નેક્સ્ટ જનરેશનના AirPods Pro 3 લોન્ચ નથી કરવાની. કારણ કે કંપની પોતાના ટ્રુ વાયરલેસ ઈયરબડ્સની થર્ડ જનરેશન પર કામ કરી રહી છે, જેમાં નવી ડિઝાઈન અ નવો ચિપસેટ સામેલ છે. એટલે એવી પણ ચર્ચા છે કે કંપની Apple AirPods Pro 3
માં કેટલાક નવા હેલ્થ ફીચર એડ કરવાની છે. જે આગામી વર્ષના અંતમાં લોન્ચ થઈ શકે છે.
Apple iPhone SE 4
Apple કંપની iPhone SE 4ની નવી જનરેશન પર કામ કરી રહી છે, જેના વિશે કહેવાઈ રહ્યું છે કે તેમાં નવી ડિઝાઈન હશે. અપકમિંગ Apple iPhone SE 4માં ફેસ આઈડી અને ઓલેડ ડિસ્પ્લે મળી શકે છે. અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે આ ડિવાઈસ 2025ના પહેલા બે ક્વાર્ટરમાં લોન્ચ થઈ શકે છે.
Apple Vision
કંપનીએ ગત વર્ષે પોતાનું પહેલું મિક્સ્ટ રિયાલિટી હેડસેટ Apple Vision Pro લોન્ચ કર્યું હતું. અત્યાર સુધી એવી ચર્ચા હતી કે કંપની આ જ વિઝન પ્રોના સસ્તા વર્ઝન પર કામ કરી રહી છે. એટલે તેને લોન્ચ કરવામાં પણ સમય લાગી શકે છે.
લેટેસ્ટ હોમ પેડ્સ
એપલ કંપની ઘણા નવા હોમપેડ્સ મોડેલ પર પણ કામ કરી રહી છે. ટેક નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ ડિવાઈસમાં ઉપરની બાજુ 8 ઈંચની એલસીડી ડિસ્પ્લે હશે. જો કે, હાલની ઈવેન્ટમાં આ ડિવાઈસ લોન્ચ થવાની શક્યતા સાવ ઓછી છે.
લેટેસ્ટ M4 Mac
તાજેતરમાં જ સામે આવેલા એક રિપોર્ટ પરથી મળતી માહિતી પ્રમાણે Apple M4 ચિપ દ્વારા પાસવર્ડ Mac પર કામ કરી રહ્યું છે, જેને વર્ષની શરૂઆતમાં iPad Proમાં રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ તેની પણ હાલ લોન્ચ થવાની કોઈ શક્યતા નથી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications