Apple પણ લોન્ચ કરશે મોટી ડિસ્પ્લેવાળો ફોલ્ડેબલ લોન્ચ, Samsungને આપશે ટક્કર

By Gizbot Bureau
|

ટેક જાયન્ટ કંપની Apple ટૂંક સમયમાં ફોલ્ડેબલ સેગમેન્ટમાં એન્ટ્રી કરી શકે છે. જી હાં, લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ મુજબ કંપની હાલ પોતાના ફોલ્ડેબલ ડિવાઈસ પર જ કામ કરી રહી છે. ટૂંક સમયમાં એપલ પોતાનો નવો ફોલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં ઉતારી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ડિવાઈસ હાલ માર્કેટમાં ઉપલબ્ધ ફોલ્ડેબલ ડિવાઈસ કરતા મોટી ડિસ્પ્લે ધરાવતો હશે. એટલું જ નહીં આ રિપોર્ટ્સમાં Appleના ફોલ્ડેબલ સ્માર્ટફોનની લોન્ચિંગ માટેની ટાઈમલાઈનની ડિટેઈલ્સ પણ જાહેર કરી શકે છે. જો Apple પોતાનો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે, તો માર્કેટમાં હાલ જે કંપનીઓના ફોલ્ડેબલ ફોન મોજૂદ છે, તેમના માટે એક નવો પડકાર સર્જાશે. હાલ તો માર્કેટમાં સેમસંગ અને વન પ્લસ જેવી કંપનીઓ ફોલ્ડેબલ ફોન વેચી રહી છે.

Apple પણ લોન્ચ કરશે મોટી ડિસ્પ્લેવાળો ફોલ્ડેબલ લોન્ચ, Samsungને આપશે ટ

Apple ફોલ્ડેબલ સ્માર્ટફોનની લોન્ચ ટાઈમલાઈન

The Elecના લેટેસ્ટ લીક રિપોર્ટમાં Appleના ફોલ્ડેબલ સ્માર્ટફોન અંગે માહિતી આપવામાં આવી છે. જે મુજબ કંપની ટૂંક સમયમાં જ એક મોટી ડિસ્પ્લેવાળો ફોલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં લોન્ ચકરી શકે છે. રિપોર્ટ્સ મુજબ આ ફોલ્ડેબલ ડિવાઈસમાં બુક સ્ટાઈલ ફોલ્ડ ડિઝાઈન હશે. આ ફોનની ઈનર ડિસ્પ્લે 7થી 8 ઈંચની હોઈ શકે છે.

લોન્ચ ટાઈમલાઈનની વાત કરીએ તો આ લીક મુજબ Apple કંપની પોતાનો ફોલ્ડેબલ ફોન 2026 અથવા તો 2027માં લોન્ચ કરી શકે છે. એટલે જે યુઝર્સ એપલનો ફોલ્ડેબલ સ્માર્ટફોન યુઝ કરવા ઈચ્છી રહ્યા છે, તેમણે હજી 2થી 3 વર્ષની રાહ જોવી પડી શકે છે. હાલ તો કંપનીએ આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. પરંતુ એવી શક્યતા છે કે આ ફોલ્ડેબલ સ્માર્ટફોન એપલના iPad Miniને રિપ્લેસ કરશે. આ ડિવાઈસ વર્ષ 2021માં 8.3 ઈંચની ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. જેની ભારતીય માર્કેટમાં કિંમત 49,900 રૂપિયા છે.

Apple iPad Miniના ફીચર્સ

Apple iPad Miniના ફીચર્સ અંગે વાત કરીએ તો તેમાં 8.3 ઈંચની Liquid Retina ડિસ્પ્લે મળે છે. આ ઉપરાંત આ ડિવાઈસ A15 Bionic ચિપસેટથી સજ્જ છે. ફોટોગ્રાફી માટે તેમાં 12 મેગાપિક્સલનો કેમેરા મળે છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 12 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. કંપનીએ આ ટેબમાં પિંક, સ્પેસ ગ્રે અને સ્ટારલાઈટ કલર ઓપ્શન આપ્યા છે. એક તરફ એવી ચર્ચા છે કે હાલ કંપની Apple iPad Miniનું અપગ્રેડેડ વર્જન પણ લોન્ચ કરી શકે છે. બીજી બાજુ એવી પણ ચર્ચા છે કે એપલ જો ફોલ્ડેબલ ફોન લોન્ચ કરશે, તો Apple iPad Miniને બંધ કરી દેવાશે.

Best Mobiles in India

English summary
Apple is soon going to launch first foldable smartphone

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X