iPhoneના આ મોડેલ પર મળી રહ્યું છે રૂ. 58,730નું ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

એપલે પોતાના નવા આઈફોન iPhone 14 સિરીઝ લોન્ચ કરી દીધા છે. iPhne 13, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Max આ ચાર પ્રીમિયમ સ્માર્ટફોનમાંથી બે એટલે કે iPhone 14 અને iPhone 14 Pro આગામી અઠવાડિયાથી માર્કેટમાં ઉપલબદ્ધ થવાના છે. એટલે કે 16 સપ્ટેમ્બરથી ગ્રાહકો આ બંને સ્માર્ટ ફોન કરીદી શક્શે. સાથે જ તમને જણાવી દઈએ કે એપલે આઈફોન મિનીને બંધ કરીને iPhone Plus લોન્ચ કર્યો છે.

iPhoneના આ મોડેલ પર મળી રહ્યું છે રૂ. 58,730નું ડિસ્કાઉન્ટ

કયા મોડેલની કેટલી કિંમત?

iPhone 14ની કિંમત રૂપિયા 79,900 છે, જ્યારે iPhone 14 પ્લસની કિંમત રૂપિયા 89,900 છે. iPhone 14 પ્રોના બેઝ મોડેલ 128 જીબીની કિંમત રૂપિયા 1,29,900 છે, જ્યારે 256 જીબી સ્ટોરેજ ધરાવતા મોડેલની કિંમત 1,39,900 રૂપિયા રખાઈ છે. જો તમારે 512 જીબી સ્ટોરેજ સાથે ફોન ખરીદવો હોય તો તમારે 1,59,900 રૂપિયા ચૂકવવા પડશે. કંપનીએ આ 1 ટીબી સ્ટોરેજ મોડેલ પણ લોન્ચ કર્યા છે, જેની કિંમત 1,79,900 રૂપિયા નક્કી કરાઈ છે. હવે iPhone 14 પ્રો મેક્સની વાત કરીએ તો આ મોડેલના 128 જીબી વેરિયંટની કિમત 1,39,900 રૂપિયા છે. તો 256 જીબી વેરિયંટ તમે 1,49,900 રૂપિયામાં ખરીદી શક્શો. જ્યારે 512 જીબી અને 1 ટીબી સ્ટોરેજ ધરાવતા વેરિયંટની કિંમત અનુક્રમે 1,69,900 રૂપિયા અને 1,89,900 રૂપિયા રાખવામાં આવી છે.

iPhone 14 અને iPhone પ્રો પર ઓફર

આઈફોનના આ બંને મોડેલ iPhone 13 કરતા કેટલેક અંશે અપગ્રેડ કરવામાં આવ્યા છે. આ મોડેલ્સમાં સુપર રેટિના XDR ડિસ્પ્લે મૂકવામાં આવી છે, જે પહેલીવાર આઈફોનમાં ઓલવેઝ ઓન ડિસ્પ્લે ફીચર આપી રહી છે. જો તમે iPhone 14 કે iPhone 14 પ્રોને હાલ પ્રિ ઓર્ડર કરો છો, તો તમને રૂપિયા 6000નું ઈન્સ્ટન્ટ કેશબેક મળશે. આ માટે તમારે બસ HDFC બેન્કના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનો રહેશે. સ્પેશિયલ ઓફર અંતર્ગત એપલ હાલ યુઝર્સને નવી પ્રોડક્ટની ખરીદી પર 6000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ કેશબેક આપી રહી છે. આ ઓફર 54,900 રૂપિયાથી વધુની ખરીદી પર લાગુ પડશે.

Apple Trade In સ્કીમ

Apple Trade In એક એક્સચેન્જ પ્રોગ્રામ છે. જો તમારી પાસે હાલ આઈફોન છે, અને તે સારી કંડીશનમાં છે, તો તમે iPhone 14 Pro અને iPhone 14 Pro મેક્સ પર 58,730 રૂપિયાનું જબરજસ્ત ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. તમે આ સ્કીમનો લાભ નજીકના રિટેઈલર પાસેથી મેળવી શકો છો.

કેવી રીતે મળશે ડિસ્કાઉન્ટ?

સૌથી પહેલા તમારે નવો iPhone ખરીદતા પહેલા એપલની વેબસાઈટ પર લોગઈન કરવું પડશે. અહીં તમારે હાલના સ્માર્ટફોન વિશે કેટલાક સવાલોના જવાબ આપવાના રહેશે. આ સવાલ જવાબ થઈ ગયા બાદ એપલ એક અંદાજિત ટ્રેડ ઈન કિંમત આપશે. હવે તમારે નવા આઈફોનની ખરીદી માટે તાત્કાલિક ક્રેડિટ અરજી કરવી પડશે. ઓર્ડર કર્યા બાદ કુરિયર ડોરસ્ટેપ ડિલીવરી અને ટ્રેડ ઈન એક્સેન્જની તારીખ અને સમય તમને વેબસાઈટ પરથી જ જણાવવામાં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
Apple Is Giving More Than 58000 Discount on iPhone 14

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X