Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Apple ભારતમાં ખોલશે પોતાનો પહેલો રિટેલ સ્ટોર, દેખાશે આવો
એપલના શોખીન યુઝર્સની ઈંતેજારી હવે ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. એપલ ભારતમાં પોતાનો પહેલો રિટેઈલ સ્ટોર ઓપન કરવા માટે તૈયાર છે. વર્ષો સુધી રાહ જોયા બાદ આખરે કંપનીએ Apple BKCના ઓપનિંગને સત્તાવાર રીતે સમર્થન આપ્યું છે. ભારતમાં એપલનો આ સૌથી પહેલો રિટેઈલ સ્ટોર હશે, જેમુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્સમાં ખુલશે.

કેમ અલગ છે આ સ્ટોર?
જો કે, તમને સવાલ થશે કે તમે આ પહેલા પણ કોઈ રિટેઈલ સ્ટોર કે એપલ સ્ટોર કે પછી મોલમાંથી એપલની પ્રોડક્ટ્સ ખરીદ્યા છે, તો આ કઈ રીતે અલગ છે. તો તમને જણાવી દઈએ કે આમાંથી એક પણ એપલનો પોતાનો સ્ટોર નહોતો. પરંતુ આ બધા જ સ્ટોર્સ એપલના ઓથોરાઈઝ્ડ પાર્ટનર સ્ટોર્સ છે. બાંદ્રા કુર્લા કોમ્પલેક્સમાં ખુલવા જઈ રહેલો આ સ્ટોર, એપલનો પોતાનો રિટેઈલ સ્ટોર છે.
ક્યાં ખુલી રહ્યો છે એપલ સ્ટોર?
મુંબઈમાં ખુલી રહેલો એપલનો આ સ્ટોર Jio World Drive Mallમાં ખુલશે. કંપનીએ સત્તાવાર રીતે આપેલી માહિતી પ્રમાણે મુંબઈની આઈકોલની કાલી-પીલી ટેક્સી આર્ટથી ઈન્સપાર્યટ એપલ બિકેસીના ક્રિએટિવમાં કલરફૂલ ઈન્ટરપ્રિટેશન દેખાય છે. અહીં કસ્ટમર્સને બધા જ પ્રકારની એપલ પ્રોડક્ટ્સ અને સર્વિસ મળી રહેશે.
બીકેસીમાં જે સ્થળે આ સ્ટોર ખૂલવાનો છે, તેના પર ક્લાસિક એપલ ક્રિએટિવ લગાવવામાં આવ્યું છે. જ્યાં Hello Mumbaiનું ગ્રીટિંગ લખેલું દેખાય છે. અત્યાર સુધી સામે આવેલી માહિતીને સાચી માનીએ તો જીયો વર્લ્ડ ડ્રાઈ મોલમાં ખુલનારો એપલનો આ પહેલો સ્ટોર 22,000 સક્વેર ફીટમાં પથરાયેલો હશે. એપલે પોતાના સ્ટોર માટે જુદી જુદી પોસ્ટ પર કર્મચારીઓની ભરતી કરવાની પણ શરૂઆત કરી દીધી છે.
અહીં લોન્ચ થઈ શકે છે બીજો સ્ટોર
Apple એ જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ પોતાના પહેલા રિટેલ સ્ટોર માટે કર્મચારીઓને લેવાનું શરૂ કરી દીધું હતું. શક્યતા છે કે કંપની ટૂંક સમયમાં જ પોતાનો બીજો સ્ટોર પણ લોન્ચ કરી શકે છે. આ બીજો સ્ટોર નવી દિલ્હીના CityWalk મોલમાં હશે. દિલ્હીનો સ્ટોર 10 હજારથી 22 હજાર સ્ક્વેર ફૂટ એરિયાનો હોઈ શકે છે.
મીડિયા રિપોર્ટ્ સમુજબ એપ્રિલ અને જૂન 2023ની વચ્ચે એપલ પોતાના બે રિટેઈલ સ્ટોર ભારતમાં ઓપન કરી શકે છે. હાલ તો કંપનીએ નવા સ્ટોરના ઓપનિંગને સેલિબ્રેટ કરવા માટે એપલ બિકેસી વોલપેપર પણ રિલીઝ કર્યું છે. સાથે જ એપલ મ્યુઝિક એપ પર મુંબઈ માટે સ્પેશિયલ પ્લેલિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તમે એપલ ઈન્ડિયાની વેબસાઈટ પર પણ આ ચેક કરી શકો છો.
યુઝર્સને શું ફાયદો થશે?
તમને એ પણ સવાલ થશે, કે એપલની પ્રોડક્ટ્સ ભારતમાં ઓલરેડી મળી રહી છે, તો આ નવા સ્ટોરના ઓપનિંગથી શું ફાયદો થશે. સૌથી મોટો ફાયદો યુઝ્સને પ્રોડક્ટ પોર્ટફોલિયોનો થશે. તમને એપલના એક જ સ્ટોર પર બધી જ પ્રોડક્ટ્સ મળી જશે. સાથે જ અહીં દરેક પ્રોડક્ટ સૌથી પહેલા આવશે. એટલું જ નહીં યુઝર્સને એક્સ્ટ્રા બેનિફિટ્સ પણ મળી શકે છે. એપલ પોતાના આ સ્ટોરમાં સારી આફ્ટર સેલ સર્વિસ પણ આપશે. સાથે જ કેટલાક એક્સ્લુઝિવ ઓફર્સનો પણ લાભ મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications