એપલ આઈફોન એક્સઆર આજે સાંજે 6 વાગેથી સેલ પર જશે: બધી ઓફર્સ અહીં છે

|

એપલે થોડા પહેલા જ પોતાનો અફોર્ડેબલ સ્માર્ટફોન આઈફોન એક્સઆર લોન્ચ કર્યો હતો, કંપની એ એક અઠવાડિયા પહેલા થી જ તેના પ્રિ ઓર્ડર લેવા ના શરૂ કરી લીધા હતા અને હવે આજે સાંજે 6 વાગ્યા થી તે સેલ પર જશે. ગ્રાહકો આ સ્માર્ટફોન ને એમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ, અને એરટેલ જેવા ઓનલાઇન ડટોર પર થી ખરીદી શકશે. અને આ ડિવાઈઝ ઓથોરાઈઝડ ઓફલાઈન સ્ટોરોઝ પર પણ ઉપલબ્ધ હશે.

એપલ આઈફોન એક્સઆર આજે સાંજે 6 વાગેથી સેલ પર જશે: બધી ઓફર્સ અહીં છે

આ સ્માર્ટફોન આજે એકસાથે 50 દેશો ની અંદર સેલ માટે લાઈવ જશે, જેની અંદર ભારત, એન્ડોરા, ઑસ્ટ્રેલિયા, ઑસ્ટ્રિયા, બહેરિન, બેલ્જિયમ, બલ્ગેરિયા, કેનેડા, ચીન, ક્રોએશિયા, સાયપ્રસ, ઝેક રિપબ્લિક, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાંસ, જર્મની, ગ્રીસ, ગ્રીનલેન્ડ, ગુર્નેસી, હોંગકોંગ, હંગેરી, આઇસલેન્ડ, આયર્લેન્ડ, ઇસ્લે ઓફ મેન, ઇટાલી, જાપાન, જર્સી, કુવૈત, લાતવિયા, લૈચટેંસ્ટેઈન, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, માલ્ટા, મેક્સિકો, મોનાકો, નેધરલેન્ડ્ઝ, ન્યુઝીલેન્ડ, નોર્વે, ઓમાન, પોલેન્ડ, પોર્ટુગલ, પ્યુર્ટો રિકો, કતાર, રોમાનિયા, રશિયા, સાઉદી અરેબિયા , સિંગાપોર, સ્લોવાકિયા, સ્લોવેનિયા, દક્ષિણ આફ્રિકા, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝર્લૅન્ડ, તાઇવાન, યુએઈ, યુકે, યુ.એસ. અને યુ.એસ. વર્જિન ટાપુઓ નો સમાવેશ થાય છે.

કિંમત અને ઓફર્સ

એપલ નો આ નવો આઈફોન એક્સઆર 3 સ્ટોરેજ વેરિયન્ટ ની અંદર આવે છે, 64 જીબી, 128 જીબી અને 256 જીબીની કિંમત અનુક્રમે રૂ. 76,900, રૂ. 81,900 અને રૂ. 91,900 છે. અને ગ્રાહકો આ નવા આઈફોન ને 6 કલર ના ઓપ્શન માં ખરીદી શકે છે જેની અંદર કાળો, પીળો, સફેદ, વાદળી, કોરલ અને લાલ નો સમાવેશ થાય છે. અને જો તમે આઈફોન એક્સઆર સૌથી સસ્તી કિંમત પર ખરીદવા માંગતા હોવ તો એ તમને પેટીએમ મોલ પર રૂ. 7000 ના એક્સચેન્જ ઓફર સાથે મળી શકે છે.

જયારે ઇજી તરફ એરટેલ તમને આ આઈફોન માત્ર 14,999 ના ડાઉનપેમેન્ટ પર આપી રહ્યું છે, અને તેની સાથે તમને એરટેલ ના પ્રીપેડ પ્લાન અને ઇએમઆઇ ઓપ્શન પણ આપવા માં આવશે. અને તેટલું જ નહીં પરંતુ ફ્લિપકાર્ટ પર તમને આ આઈફોન પર 16,000 સુધી નું એક્સચેન્જ ઓફર અને નો કોસ્ટ ઇએમઆઇ જેવી ઓફર્સ આપવા માં આવી રહી છે.

એપલ આઈફોન એક્સઆર ના સ્પેસિફિકેશન

એપલ આઇફોન એક્સઆર 6.1-ઇંચ એલસીડી ડિસ્પ્લે સાથે 828 x 1792 પિક્સેલ્સ રીઝોલ્યુશન સાથે આવે છે. ડિસ્પ્લેને સ્ક્રેચ પ્રતિરોધક ગ્લાસની કોટિંગથી સુરક્ષિત કરવામાં આવેલ છે, અને ઓલેફોબિક કોટિંગ પણ કરવા માં આવે છે.

અન્ય બે આઇફોન ની જેમ જ, આઇફોન XR એ કંપનીના નવીનતમ એ 12 બાયોનિક ચિપસેટ સાથે આવે છે. સ્માર્ટફોન એક ઉત્તમ સ્ક્રીન ડિસ્પ્લે સાથે આવે છે અને ફેસ આઇડી ડિટેક્શન પણ આપવા માં આવેલ છે. પરંતુ, આઈફોન એક્સઆર માં 3ડી ટચ આપવા માં આવેલ નથી.

આ ઉપકરણ 12 મીટર સેન્સર, ટ્રુ ટોન ફ્લેશ અને એફ / 1.8 એપ્રેચર સાથે સિંગલ રીઅર લેન્સ કેમેરાથી સજ્જ છે. ફ્રન્ટમાં રેટિના ફ્લેશ અને એફ / 1.8 એપ્રેચર સાથે 7 એમપી ટ્રુડેપ કેમેરા છે.

સ્માર્ટફોન આઇપી 67 રેટિંગ સાથે આવે છે જે તેને ધૂળ અને પાણીથી પ્રતિરોધક બનાવે છે. કનેક્ટિવિટીના સંદર્ભમાં, આઇફોન એક્સઆર 4 જી વીઓએલટીઇ, બ્લૂટૂથ 5.0, એનએફસી અને વાઇફાઇ ઓફર કરે છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Apple iPhone XR to go on sale at 6PM today; Here are all the offers

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X