બધાનું iPhone વાપરવાનું સપનું થશે પુરુ, ટૂંક સમયમાં Apple લોન્ચ કરશે સસ્તા iPhone

By Gizbot Bureau
|

iPhone 16 સિરીઝ એપલ ઈન્ટેલિજન્સ સાથે લોન્ચ કર્યા બાદ હવે આ ટેક જાયન્ટ કંપની અન્ય એક ફોન પર કામ કરી રહી છે. આ ફોન નેક્સ્ટ જનરેશનનો iPhone SE 4 છે. આ ફોન આગામી વર્ષે ઘણા અપગ્રેડેડ ફીચર્સ સાથે લોન્ચ થાય તેવી શક્યા છે. જો કે આ સસ્તો આઈફોન લોન્ચ થાય તે પહેલા SE 4 ના સ્પેસિફિકેશન્સ વિશે ઘણી બધી માહિતી સામે આવી ચૂકી છે.

બધાનું  iPhone વાપરવાનું સપનું થશે પુરુ, ટૂંક સમયમાં Apple લોન્ચ કરશે

iPhone SE 4ના સંભવિત સ્પેસિફિકેશન્સ

અત્યાર સુધી સામે આવેલા મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ નવા મોડેલમાં ફ્લેટ સાઈડ્સ અને ટોપ પર નોચની સાથે OLED પેનલ મળશે, જે iPhone 14ની ડિઝાઈન જેવું ઝ છે. આ ઉપરાંત iPhone SE 4માં 6.1 ઈંચની ડિસ્પ્લે મળી શકે છે, જે પણ iPhone 14 જેવી જ છે. આ ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 1170 * 2532 પિક્સલ અને તેનું કોડનેમ V59 છે.

A18 ચિપસેટથી સજ્જ

iPhone SE 4 ફેસ આઈડીથી પણ સજ્જ હશે, જે હોમ બટનને ટચ આઈડીમાં કન્વર્ટ કરી દેશે. આ ઉપરાંત આ ફોનમાં ડાયનેમિક આઈલેન્ડ ફીચર પણ મળશે, જો કે આ ફીચર માત્ર ટોપ મોડેલ્સમાં અવેલેબલ હશે. ટેક નિષ્ણાતોમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે આ અપકમિંગ આઈફોનમાં એપલ ઈન્ટેલિજન્સ ફીચર હોવાની પણ શક્યતા છે. આ ઉપરાંત સારા પર્ફોમન્સ માટે તેમાં 8 જીબી રેમ અને A18 બાયોનિક ચિપ હશે.

કેમેરા સહિતના ફીચર્સ

iPhone SE 4માં iPhone 15 અને iPhone 15 પ્લસની જેમ જ 48 મેગાપિક્સલનો વાઈડ કેમેરા અને 12 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળવાની શક્યતા છે. જો કે તેમાં અલ્ટ્રાવાઈડ કે ટેલિફોટો લેન્સ નહીં હોય. આ ઉપરાંત આ ફોનમાં એપલનું પહેલું 5જી મોડેમ હશે, જેનું કોડનેમ સેન્ટોરી છે. આ ફોનમાં વાઈ ફાઈ, બ્લૂટૂથ અને જીપીએસ જેવી વાયરલેસ કનેક્ટિવિટીનો પણ સપોર્ટ મળશે. સેન્ટોરી ખાસ તેના માટે કામ કરશે.

iPhone SE 4ની ભારતમાં સંભવિત કિંમત

આ નેક્સ્ટ જનરેશન અને સસ્તો ગણાતો iPhone SE 4 459 અમેરિકન ડૉલરથી લઈને 499 અમેરિકન ડૉલર્સમાં લોન્ચ થઈ શકે છે. જેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો આ ફોનની કિંમત 38,500થી લઈને 42,000ની વચ્ચે હોવાની શક્યતા છે.

Best Mobiles in India

English summary
Apple iPhone SE 4 Launch: Expected Features, Specifications, and Price

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X