Apple iPhone 16નું સેલ આજથી શરૂ, જાણો કિંમત, કૅશબેક, ઓફર્સ અને અન્ય ડિટેઈલ્સ

By Gizbot Bureau
|

ભારતમાં iPhone 16 સિરીઝનું વેચાણ આજથી શરૂ થઈ ચૂક્યુ છે. કંપનીએ બે અઠવાડિયા પહેલા લોન્ચ કરેલા લેટેસ્ટ આઈફોન 16 ખરીદવા માટે સવારથી જ લોકોની એપલ સ્ટોર્સ પર લાઈન લાગી છે. એપલના iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Maxના પ્રી ઓર્ડર તો 13 સપ્ટેમ્બરથી શર થઈ ગયા હતા. જેમણે પ્રી ઓર્ડર કર્યા છે, તેમને ફોન આજથી મળવાના શરૂ થઈ જશે. જો તમે iPhone 16 બૂક નહોતા કરી શક્યા તો આજથી તેને ઓનલાઈન અને ઓફલાઈન ખરીદી શકો છો.

Apple iPhone 16નું સેલ આજથી શરૂ

iPhone 16 અને iPhone 16 Plusની કિંમત અને ઓફર્સ

એપલે પોતાના iPhone 16ને iPhone 15ની કિંમતમાં જ લોન્ચ કર્યો છે. તેના બેઝ વેરિયંટ 128 જીબીની કિંમત 79,900 રૂપિયા છે. જ્યારે 256 જીબી અને 512 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત અનુક્રમે 89,900 અને 1,99,9000 રૂપિયા જેટલી છે.

iPhone 16 Plusની કિંમતની વાત કરીએ તો તેનું બેઝ વેરિયંટ 128 જીબી સ્ટોરેજ સાથે આવે છે, જેની કિંમત 89,900 છે, જ્યારે 256 જીબી સ્ટોરેજની કિંમત 99,900 અને 512 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 1,19,900 રૂપિયા છે.

ઓફર જોઈએ તો ગ્રાહકોને સિલેક્ટેડ બેન્ક ક્રેડિટ કાર્ડ પર 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, સાથે જ જો તમે જૂનું ડિવાઈસ એક્સચેન્જ કરો છો તો 4000થી લઈને 67,500 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ મળશે. આ ઉપરાંત કંપની નો કોસ્ટ ઈએમઆઈ જેવા ફાયદાની સાથે ત્રણ મહિના સુધી ફ્રી Apple Music, Apple TV+ અને Apple Arcadeનું સબસ્ક્રીપ્શન પણ આપી રહી છે.

iPhone 16 Pro અને iPhone 16 Pro Maxની કિંમત અને ઓફર્સ

iPhone 16 Pro કંપનીએ iPhone 15 Pro કરતા ઓછી કિંમતે લોન્ચ કર્યો છે. એપલના પ્રો મોડેલનું બેઝ વેરિયંટ 128 જીબીનું છે, જે 1,19,900 રૂપિયાની કિંમતનું છે. તેના અન્ય વેરિયંટની વાત કરીએ તો 256 જીબી વેરિયંમટ 1,29,900 રૂપિયા છે, 512 જીબી વેરિયંટની કિંમત 1,49,900 રૂપિયા અને 1 ટીબી વેરિયંટની કિંમત 1,69,900 રૂપિયા છે.

iPhone 16 Pro Maxની વાત કરીએ તો તે iPhone 15 Pro Max કરતા 14 હજાર રૂપિયા ઓછી કિંમતે લોન્ચ કરાયો છે. તેના બેઝ વેરિયંટ 256 જીબી સ્ટોરેજની કિંમત 1,44,900 રૂપિયા અને 512 જીબી વેરિયંટની કિંમત 1,64,900 રૂપિયા છે. જ્યારે 1 ટીબીની કિંમત 1,84,900 રૂપિયા છે.

iPhone 16 Pro અને iPhone 16 Pro Max બંને મોડેલ પર iPhone 16 જેવી જ બેન્ક ઓફર્સ અને અન્ય બેનિફિટ્સ મળી રહ્યા છે.

Best Mobiles in India

English summary
Apple iPhone 16 sale starts know price specifications offers

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X