Just In
iPhone 14 6 સપ્ટેમ્બરના રોજ થઈ શકે છે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
iPhone 14 સિરીઝ મોબાઈલ ફોનની લોન્ચ ડેટ લીક થઈ છે. મળતી માહિતી પ્રમાણે કંપની 6 સપ્ટેમ્બરના રોજ Apple Watch Series 8 અને 10th Gen iPadની સાથે iPhone 14 સિરીઝના ફોન લોન્ચ થઈ શકે છે. તો ભારતમાં આ નવા સ્માર્ટ ફોનનું વેચાણ લૉન્ચના બરાબર 10 દિવસ બાદ એટલે કે 16 સપ્ટેમ્બરથી શરૂ થશે. તમને જણાવી દઈએ કે એપલે iPhone 13 સિરીઝના ફોન ગત વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કર્યા હતા. જેના 10 દિવસ પછી ફોનનું વેચાણ શરૂ થયું હતું. બ્લૂમબર્ગના માર્ક ગુરમેનનો દાવો છે કે એપલ હાલ iPhone 14 અને Watch series 8ના લોન્ચ માટે વીડિયો તૈયાર કરવા પર કામ કરી રહી છે.

AppleHub નામાન ટ્વિટર હેન્ડલ દ્વારા પણ આ મામલે ટ્વિટ કરીને લોન્ચ ડેટ 6 સપ્ટેમ્બર હોવાનો દાવો કરવામાં યો છે. આ ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે MaxWinebachના કહેવા પ્રમાણે iPhone 14નું વેચાણ 16 સપ્ટેમ્બરના રોજ શરૂ થશે. માર્ક ગુરમેનના રિપોર્ટ મુજબ એપલે પોતાની સપ્ટેમ્બરની ઈવેન્ટ માટે વીડિયોની તૈયારી પણ શરૂ કરી દીધી છે.
iPhone 14ની કિંમત 1,099 ડૉલરથી શરૂ થઈ શકે છે. જ્યારે iPhone 14 Pro Maxની કિંમત 1,199 ડૉલરથી શરૂ થઈ શકે છે. iPhone 14 સિરીઝના બીજા અપગ્રેડેડ ફોન્સ તેમજ એપલના Pro , Non Pro ફોન્સને અલગ પાડવાની યુએસપી મુજબ iPhone Pro અને iPhone Pro Maxની કિંમત 1099 ડૉલરથી 1199 ડૉલર સુધીની હોઈ શકે છે. આ વખતે Apple પોતાના લાસ્ટ લોન્ચ ફોન iPhone 13 Miniને Max વર્ઝનથી રિપ્લેસ કરી શકે છે. જો કે તેની કિંમત 300 ડૉલર જેટલી વધી શકે છે.
iPhone 14 સિરીઝના નવા ફોન્સમાંડિઝાઈનથી લઈને કેમેરા સહિત ઘણા ફેરફાર થઈ શકે છે. iPhone 14 Pro અને iPhone 14 Pro Max વધારે સારી પ્રોફાઈલ અને વધારે સારા કેમેરા મોડ્યુલ સાથે લોન્ચ થઈ શકે છે. આ ઉપરાંત ફોન સોફ્ટવેરથી લઈને હાર્ડવેર સુધી દરેક રીતે અપગ્રેડેડ હશે. iPhone 14 સિરીઝના બંને પ્રો મોડેલ્સમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ હશ, જેમાં 48 મેગાપિક્સલ વાઈડ, 12 મેગાપિક્સલ અલ્ટ્રાવાઈડ અને ટેલિફોટો લોન્સનો સમાવેશ થાય છે. iPhone 14 Proમાં 8K ક્વોલિટીના વીડિયો લઈ શકાશે.
iPhone 14 Pro મોડેલ 8 જીબી રેમ અને 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે સાથે આવશે. iPhone 13 પણ કંપનીએ 128 જીબી સ્ટોરેજ સાથે લોન્ચ કર્યો હતો. પરંતુ iPhone 14નું બેઝ મોડેલ કંપની 64 જીબી સ્ટોરેજ વેરિયંટ સાથે લોન્ચ કરે તેવો ક્યાસ નિષ્ણાતો લગાવી રહ્યા છે. ડિઝાઈનની વાત કરીએ તો હાઈએન્ડ iPhoneમાં કેમેરા બમ્પ iPhone 13 Pro Max કરતા 4.17 mm પહોળો અને 0.57 mm મોટો હશે.
Apple Watch 8 પણ કંપની 41 mm, 45 mm, 55 mm એમ ત્રણ જુદી જુદી ડાયલ સાઈઝમાં લોન્ચ થઈ શકે છે. જો કે હજી સુધી કંપનીએ સત્તાવાર રીતે આ અંગે કોઈ માહિતી આપી નથી. Apple Smart Watch ઈનબિલ્ટ સેન્સર સાથે આવી શકે છે, જે ઓટોમેટિક બોડીનું ટેમ્પરેચર માપશે. જો યુઝરને તાવ આવશે, તો પણ આ સ્માર્ટ વૉચ યુઝરને એલર્ટ કરશે. Apple Watch 8 વધારે ફાસ્ટ ચીપ અ બેટર ટ્રેકિંગ ફીચર સાથે લોન્ચ થઈ શકે છે, જેમાં સ્લીપ ટ્રેકિંગ પણ હશે.
આ અપકમિંગ સ્માર્ટ વૉચ જૂની વૉચ કરતા ડિઝાઈનમાં ઘણી અલગ હોઈ શકે છે. જૂની એપલ વૉચ કરતા આ વખતની વૉચના ડાયલમાં કર્વ્ઝ ઓછા હશે. કંપની એપલ વૉચ અને ફોન બંને સરખા લાગે તેવી ડિઝાઈન બનાવી રહી છે. ડિસ્પ્લે અ સાઈડ બંને એકદમ ફ્લેટ હશે, જ્યારે વૉચનો બોટમ પાર્ટ જૂની વૉચીઝ જેવો જ રહેશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470