Apple iPhone 14 Proમાં યુઝર્સ નૉચનો કરી શક્શે કસ્ટમાઈઝ્ડ ઉપયોગ, જુઓ વીડિયો

|

Apple iPhone 14 Pro અને Apple iPhone 14 Pro Max નવી ડિઝાઈન સાથે લોન્ચ થશે તે નક્કી છે. આ ફોનમાં સૌથી મહત્વનો જે ચેન્જ છે, તે ફોનની ફ્રન્ટ પેનલ અથવા તો ડિસ્પ્લેમાં દેખાવાનો છે. Apple iPhone 14 Pro અને Apple iPhone 14 Pro Max માં નવો પીલ શેપ્ડ કટાઉટ ફ્રંટ ફેસિંગ કેમેરા મળવાનો છે, જેમાં ફેસ આઈડી અપાર્ચર હશે. આ પિલ શેપ્ડ કટઆઉટને સિંગલ પંચ હોલ સાથે જોડવામાં આવ્યો છે, જેને કારણે એક યુનિક ડિઝાઈન બને છે. જો કે તાજેતરમાં સામે આવેલા વીડિયો મુજબ યુઝર્સ ફ્રંટ સ્ક્રીન પર દેખાતી બે ડિસ્પ્લે વચ્ચેનો ગેપ વધારે ઓછો પોતાની જાતે જ કરી શક્શે.

Apple iPhone 14 Proમાં યુઝર્સ નૉચનો કરી શક્શે કસ્ટમાઈઝ્ડ ઉપયોગ

આ વીડિયો iPhone Proનો છે, જેમાં દેખાય છે કે પિલ શેપ્ડ કટઆઉટ ફ્રંટ કેમેરા સાથે ભેગા થઈને એક જ કમ્પલિટ કટ આઉટ બનાવે છે. આ બંને પેનલને મિક્સ કરવા માટે ફોનની ઓપરેટિંગ સિસ્ટમાં સોફ્ટવેર ટોગલ ઓપ્શન આપવામાં આવ્યો છે, જેને ઓન રાખવો કે ઓફ તે યુઝર નક્કી કરી શક્શે. દેખાવમાં આ વ્યવસ્થા ખૂબ જ સુંદર લાગે છે, સાથે જ એપલ આ વધારાની જગ્યાનો ઉપયોગ પ્રાઈવસી નોટિફિકેશન આપવા માટે પણ કરી શકે છે.

પરંતુ અમે એ વાતની ખાતરી નથી આપી શક્તા કે આ વીડિયો ખરેખર લોન્ચ થનાર ઓરિજિનલ iPhone 14 Proનો જ છે કે પછી માર્કેટમાં ફરતા ફેક મોક આઈફોન્સનો છે, જે માર્કેટમાં iPhone 14 સિરીઝ બાદ લોન્ચ થનારા બીજા આઈફોન્સનો છે. વીડિયોમાં દેખાતી સિસ્ટમ UI પણ આપણે જે iOS જોવા ટેવાયેલા છે, તેના કરતા અલગ દેખાઈ રહી છે.

Apple આગામી 7 સપ્ટેમ્બરે યોજાનારી પોતાની Far Out ઈવેન્ટ દરમિયાન ચાર જુદા જુદા પ્રકારના આઈફોન લોન્ચ કરી શકે છે. આ લાઈન અપમાં iPhone 14, iPhone 14 Plus/Max, iPhone 14 Pro, iPhone 14 Pro Max હોઈ શકે છે. આનો અર્થ એમ છે કે એપલ પાની મિની સિરીઝ બંધ કરી શકે છે. બીજી શક્યતા એ છે કે આઈફોન પોતાની નવી સિરીઝમાં પ્રો અને નોન પ્રો મોડેલ્સ વચ્ચે મોટા ભેદભાવ રાખી શકે છે. iPhone 14 Proમાં એકદમ અદ્યતન A15 Bionic ચીપ સેટ હશે, જ્યારે iPhone 14માં iPhone 13 જેવી જ સેમ A15 Bionic ચીપસેટ હશે. તો પ્રો વર્ઝન્સમાં હવે સતત ચાલુ રહે તેવી ડિસ્પ્લે હોવાની પણ પૂરેપૂરી શક્યતા છે.

એપલ પોતાની લોન્ચ ઈવેન્ટ દરમિયાન Apple Watch Series 8 Smartwatches પણ લોન્ચ કરવાનું છે, જે વધારે એડવાન્સ ફીચર્સ અને મોટી ડિસ્પ્લે સાથે આવશે. આ ઉપરાંત એપલ નવા એરપોડ્સ પ્રો 2 પણ લોન્ચ કરવાની છે. સાથે જ કંપની પોતાના નવા લો કોસ્ટ આઈપેડને પણ ફાર આઉટ ઈવેન્ટ દરમિયાન લોન્ચ કરવાની છે

Best Mobiles in India

Read more about:
English summary
Apple iPhone 14 pro video shows how new notch setup will work

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X