iPhone 14 સિરીઝ થઈ લોન્ચ, જાણો કિંમત અને ફાઈનલ સ્પેસિફિકેશન્સ

By Gizbot Bureau
|

લાંબા સમયથી ટેક શોખીનો, એપલ લવર્સ જેની રાહ જોઈ રહ્યા હતા, તે iPhone 14 સિરીઝ આખરે લોન્ચ થઈ ચૂકી છે. એપલે બુધવારે યોજેલી ફાર આઉટ ઈવેન્ટ દરમિયાન iPhone 14 સિરીઝની સાથે સાથે નવી વૉચ સિરીઝ 8 અને નેક્સ્ટ એરપોડ્ઝ પ્રો પણ લોન્ચ કર્યા છે.

iPhone 14 સિરીઝ થઈ લોન્ચ, જાણો કિંમત અને ફાઈનલ સ્પેસિફિકેશન્સ

ઘણા બધા લીક્સ, મીડિયા રિપોર્ટ્સ બાદ iPhone 14 સિરીઝના ફોન કેવા લાગે છે, કયા કયા મોડેલ્સ છે, તેની કિંમત કેટલી છે આ બધા જ સવાલોના જવાબ મળી ચૂક્યા છે. iPhone 14 Pro 6.1 ઈંચની સાઈઝનો છે, જ્યારે iPhone 14 Pro Max 6.7 ઈંચનો હશે. આ સ્ક્રીનમાં 1600 નીટ્સની કેપેસિટી છે. એપલનો દાવો છે કે પ્રો ડિસ્પ્લે XDR જેવો જ છે, બ્રાઈટનેસની વાત કરીએ તો દિવસના સમયે તે 2000 નીટ્સ હશે.

iPhone 14 Pro સ્પેસિફિકેશન્સ

iPhone 14 Pro 6.1 ઈંચની ડિસ્પ્લે સાથે પર્પલ રંગનો હેન્ડસેટ ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહ્યો છે. કંપનીએ આ ફોનમાં 2000 નીટ્સની પીક બ્રાઈટનેસ આપી છે. સાથે જ આ ડિવાઈસમાં લેટેસ્ટ A16 બાયોનિક ચીપસેટ આપ્યો છે.

iPhone 14 Pro કેમેરા

કેમેરાની વાત કરીએ તો iPhone 14 Proમાં 48 મેગાપિક્સલનો કેમેરા છે, જેમાં ક્વોડ કોર પિક્સલ સેન્સર છે. એપલનું કહેવું છે કે આ સેન્સર આઈફોન 13 પ્રોના સેન્સર કરતા 65 ટકા વધારે મોટું છે, જ્યારે તેમાં 24 એમએમની ફોકલ લેન્થ મળે છે. જેને કારણે મુખ્ય કેમેરા લૉ લાઈટમાં પણ વધારે સારો ફોટો લઈ શકે છે. સાથે જ તમને સીનેમેટિક વીડિયો પણ 4કે રિઝોલ્યુશનમાં મળશે. આ કેમેરામાં 16 બિલિયન ટ્રાંઝિસ્ટર્સ લાગેલા છે, જેને 4nm પ્રોસેસરથી બનાવવામાં આવ્યો છે.

iPhone 14 Pro કિંમત, રંગ અને ક્યારે મળશે?

iPhone 14 Proની કિંમતની વાત કરીએ તો તેની કિંમત 999 ડૉલર એટલે કે લગભગ 1,29,900 રૂપિયાથી શરૂ થાય છે. iPhone 14 Pro 16 સપ્ટેમ્બરથી પ્રિ ઓર્ડર કરી શકાશે. કંપનીએ નવા આઈફોનની કિંમતમાં ખાસ વધારો કર્યો નથી. પરંતુ ભારતમાં iPhone 14 Pro કેટલી કિંમતે વેચાશે તે હજી સ્પષ્ટ નથી થયું. લાગે છે કે જે દિવસથી પ્રી ઓર્ડર શરૂ થશે, તે જ દિવસે ભારતમાં iPhone 14 Proની કિંમત વિશે જાણી શકાશે. iPhone 14 Pro સ્પેસ બ્લેક, સિલ્વર, ગોલ્ડ અને ડીપ પર્પલ રંગમાં મળવાનો છે.

iPhone 14 Pro Max સ્પેસિફિકેશન

iPhone 14 Pro Maxમાં કંપનીએ 6.7 ઈંચની ડિસ્પ્લે આપી છે. અહીં iPhone 14 Proની જેમ એક પીલ સાઈઝ ડિઝાઈન પણ છે. આ ડિવાઈસ નવા A16 બાયોનિક પ્રોસેસર પર કામ કરે છે, જેમાં વધારે ક્ષમતા ધરાવતા સીપીયુ, જીપીયુ અને ન્યૂરલ એન્જિન છે. સાથે જ તંમને જણાવી દઈએ કે સતત ચાલુ રહે તેવી ડિસ્પ્લે ધરાવતો એપલનો આ પહેલો સ્માર્ટ ફોન છે. સાથે જ તે સ્ક્રીન ડાયનેમિક રિફ્રેશ રેટ ટેક્નોલોજીને પણ સપોર્ટ કરે છે.

iPhone 14 Pro Max કેમેરા, કિંમત અને ક્યારથી મળશે?

પહેલીવાર iPhone 14માં 48 મેગાપિક્સલનો હાઈ રિઝોલ્યુશન પ્રાઈમરી કેમેરા આપવામાં આયો છે. સાથે જ એક નવો અને વધારે સારો 12 મેગાપિક્સલ અલ્ટ્રાવાઈડ એન્ગલ લેન્સ અને એક ટેલીફોટો લેન્સ પણ છે. iPhone 14 Pro અને iPhone 14 Pro Maxમાં વધારે સારા વીડિયો રેકોર્ડિંગની કેપેસિટીની સાથે સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. કિંમતની વાત કરીએ તો iPhone 14 Pro Max ભારતમાં 1,39,900 રૂપિયામાં મળી શકે છે. જો ભારતમાં ફોન આ જ કિંમત પર લોન્ચ થાય તો અત્યાર સુધીનો એપલનો આ સૌથી મોંઘો સ્માર્ટ ફોન છે. આ ફોન પણ 16 સપ્ટેમ્બરથી પ્રિ ઓર્ડર કરી શકાશે.

Best Mobiles in India

Read more about:
English summary
Apple iPhone 14 Pro, iPhone 14 Pro Max Launched: Design, Features, Specs, Price, And Availability

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X