Iphone 13 કરતા પણ સસ્તો હોઈ શકે છે iphone 14, લીક થઈ કિંમત

By Gizbot Bureau
|

iPhone 14 સિરીઝ 5 દિવસ બાદ જ લોન્ચ થવાના છે. 7 સપ્ટેમ્બરના રોજ કંપની નવા ફોનની લોન્ચ ઈવેન્ટ યોજી રહી છે. આ લોન્ચ ઈવેન્ટમાં iPhone 14 સિરીઝના ચાર સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. જો તમારે નવો આઈફોન ખરીદવો છે, તો તમારે થોડી રાહ જોવી જોઈએ. રાહ જોવાના બે કારણ છે એક તો નવો આઈફોન અને બીજી તેની કિંમત.

Iphone 13 કરતા પણ સસ્તો હોઈ શકે છે iphone 14, લીક થઈ કિંમત

સસ્તો હોઈ શકે છે નવો આઈફોન

કહેવાનો અર્થ એમ છે કે નવો આઈફોન નવા ફીચર્સ સાથે લોન્ચ થશે, જેને હવે 5 દિવસની જ વાર છે. સાથે જ તેની કિંમત પણ લીક થઈ ચૂકી છે. રિપોર્ટ્સ મુજબ iPhone 14ની કિંમત પાછલા આઈફોન એટલે કે iPhone 13 કરતા ઓછી હોઈ શકે છે.

ચાર નવા મોડેલ થશે લોન્ચ

iPhone 14 સિરીઝમાં એપલ ચાર મોડેલ iPhone 14, iPhone 14 max, iPhone 14 Pro, iPhone 14 Pro Max લોન્ચ કરી શકે છે. રિપોર્ટ્સ પર ધ્યાન આપીએ તો iPhone 14ની કિંમત ઘણી ઓછી હોઈ શકે છે.

કેમ ઓછી હોઈ શકે છે આઈફોનની કિંમત?

iPhone 13નું બેઝ વેરિયંટ એટલે કે 128 જીબી સ્ટોરેજ વેરિયંટ 799 ડૉલરની કિંમતે લોન્ચ થયું હતું. iPhone 14ની કિંમત અમેરિકન માર્કેટમાં તેના કરતા 50 ડૉલર ઓછી હશે. એટલે કે iPhone 14 749 ડૉલર, ભારતમાં 59,600 રૂપિયાની કિંમતે લોન્ચ થશે. આ વખતે કંપની આઈફોનનું મિની વર્ઝન નથી લોન્ચ કરવાની, જેના બદલે iPhone 14 Max લોન્ચ થઈ શકે છે. તેની કિંમત 849 ડૉલર એટલે કે 67,600 રૂપિયા હશે. આખા વિશ્વમાં થયેલા ભાવ વધારાને જોતા એપલ iPhone 14 સિરીઝની કિંમત વધારે નથી રાખી રહી.

આટલી હોઈ શકે છે કિંમત

દુનિયભરમાં મોંઘવારીની સાથે સાથે ફોરેન એક્સચેન્જ રેટ પણ વધી રહ્યો છે. આ સ્થિતિમાં કંપની સેફ ગેમ રમી રહી છે. એટલે માત્ર iPhone 14 Pro, Iphone 14 Pro Maxની કિંમત જ વધી શકે છે. આ બંને હેન્ડસેટની કિંમત ગત વર્ષના વેરિયંટ કરતા 50થી 100 ડૉલર વધી શકે છે. એટલે કે iPhone 14 Proની કિંમત 1049 ડૉલર એટલે કે 83,500 રૂપિયા હોઈ શકે છે, જ્યારે પ્રો મેક્સની કિંમત 1149 ડૉલર એટલે કે 91,500 રૂપિયા હોઈ શકે છે.

આ કારણથી ઓછી હશે કિંમત

આ પહેલા આવેલા મીડિયા રિપોર્ટ્સ મુજબ કંપની iPhone 14 અને iPhone 14 maxમાં જુનું પ્રોસેસર A15 Bionic આપી શકે છે. તો પ્રો સિરીઝમાં કંપની નવું પ્રોસેસર આપશે. જો કે, આ બધી જ માહિતી લીક રિપોર્ટ્સ અને માર્કેટ એનાલિસ્ટના દાવા મુજબ છે. કંપનીએ આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી.

Best Mobiles in India

Read more about:
English summary
Apple iPhone 14 price may be cheaper than iPhone 13

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X