7 સપ્ટેમ્બરે રિલીઝ થઈ શકે છે Apple iPhone 14

By Gizbot Bureau
|

સપ્ટેમ્બર મહિનો શરૂ થવાને આડે હવે આંગળીને વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનો છે Appleના નવા નેક્સ્ટ જનરેશન iPhone લોન્ચ થવાનો. પાછલા કેટલાક દિવસોમાં સામે આલા મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું હતું કે Apple iPhone 14 6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ શકે છે, પરંતુ હવે એવી ચર્ચા ચાલી રહી છે કે એપલના આ નવા સ્માર્ટ ફોન એક દિવસ મોડા એટલે કે 7 સપ્ટેમ્બરના રોજ બુધવારે લોન્ચ થશે.

7 સપ્ટેમ્બરે રિલીઝ થઈ શકે છે Apple iPhone 14

બુધવારે લોન્ચ થઈ શકે છે Apple iPhone 14

બ્લૂમબર્ગના માર્ક ગુરમનના કહેવા પ્રમાણે એપલ પોતાના નવા આઈફોન Apple iPhone 14ને લોન્ચ કરવા માટે 7 સપ્ટેમ્બરનો વિચાર કરી રહી છે. તેમનું કહેવું છે કે સોમવાર શ્રમિક દિવસ છે અને મંગળવારે ટ્રાવેલ ડે છે. જેને કારણે એપલ પાસે પોતાના નેક્સ્ટ જનરેશન ફોન લોન્ચ કરવા માટે બુધવારનો દિવસ બચે છે. Apple iPhone 14ની સાથે સાથે કંપની પોતાની બીજી પ્રોડક્ટ્સ Apple Watch Series 8, Watch SE, apple watch પણ લોન્ચ કરી શકે છે.

16 સપ્ટેમ્બરથી ચાલુ થઈ શકે છે વેચાણ

વધુમાં ગુરમનનું માનવું છે કે કંપની બુધવારે Apple iPhone 14 લોન્ચ કર્યા પછી આગામી શુક્રવાર એટલે કે 16 સપ્ટેમ્બરથી ફોનનું વેચાણ પણ ચાલુ કરી દેશે. આ તારીખ અત્યાર સુધી લોન્ચ થયેલા એપલ આઈફોનની રિલીઝ પેટર્ન પરથી ધારવામાં આવી રહી છે. ગુરમને આઈફોન લોન્ચની તારીખ પ્રીડિક્ટ કરવાની સાથે સાથે નવી ઓપરેટિંગ સિસ્મટ મેક ક્યારે લોન્ચ થશે તેનો પણ અંદાજ લગાવ્યો છે.

નવી OS લોન્ચ થવાની તારીખ

ગુરમનના કહેવા પ્રમાણે કંપની પોતાની નવી Mac આ વર્ષના અંતમાં એન્ટ્રી લેવલ આઈપેડ અને આઈપેડ પ્રોની સાથે લોન્ચ કરી શકે છે. લગભગ ઓક્ટોબર મહિનામાં એપલ mac OS ventura, iPadOS 16 રિલીઝ કરે તેવી શક્યતા છે. જ્યારે iOS 16, Watch OS 9 સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થશે.

4 મોડેલમાં લોન્ચ થશે Apple iPhone 14

ગત વર્ષની જેમ જ આ વખતે પણ એપલ આઈફોન 14ના ચાર જુદા જુદા મોડેલ લોન્ચ કરે તેવી ચર્ચા નિષ્ણાતો કરી રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે આ વખતે પહેલીવાર કંપની પોતાના નોન પ્રો મેક્સ આઈફોન 14 વેરિયંટને 6.7 ઈંચના ડિસ્પ્લે સાથે લોન્ચ કરવાની છે. આ ઉપરાંત નવા આઈફોનમાં નોચ નહીં હોય, તેની જગ્યાએ પીલ શેપ્ડ કેમેરા હશે, જ્યારે પ્રો મોડેલ્સમાં ફેસ ઈડી સેન્સર કટાઉટ્સ જોવા મળશે.

પ્રો અને નોન પ્રો Apple iPhone 14ને જુદા પાડવા માટે કંપની iPhone 13માં વાપરેલી A15 Bionic Chipને જ iPhone 14 non pro મોડેલ્સમાં રિપીટ કરી શકે છે. બીજી તરફ Apple iPhone 14 Pro અને Pro Max મોડેલ્સમાં લેટેસ્ટ એપલ સિલીકોન A16 Bionic SoC મળશે. કેમેરા મામલે Apple iPhone 14 Pro વેરિયંટમાં નવા 58 મેગાપિક્સલના કેમેરા સેન્સર મળશે. જે કોઈ પણ આઈફોનમાં પહેલીવખત જોવા મળવાના છે.

Best Mobiles in India

Read more about:
English summary
Apple iPhone 14 Launch Likely Set For September 7

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X