Apple iPhone ખરીદો માત્ર 4,849 રૂપિયામાં, Flipkart પર છે ઓફર

By Gizbot Bureau
|

સ્માર્ટફોન બ્રાન્ડ એપલે તાજેતરમાં પોતાની નવી સિરીઝના આઈફોન 15 લોન્ચ કર્યા છે. દર વર્ષની જેમ એપલે આઈફોન 15 લોન્ચ કર્યા બાદ જૂના આઈફોન્સની કિંમતમાં ભારે ઘટાડો કર્યો છે. જો તમે ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સથી સજ્જ નવો હેન્ડસેટ લેવાનું આયોજન કરી રહ્યા છો, તો આઈફોન 12 તમારા માટે બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. એમાંય જો તમે આઈફોન વાપરવાના શોખીન છો, તો આ ઓફર તમારા માટે ઉત્તમ તક સમાન છે. આઈફોન 12 તમે ઘણીબધી ઓફર્સ સાથે ફ્લિપકાર્ટ પરથી 5000 કરતા પણ ઓછી કિંમતમાં ખરીદી શકો છો. તો ચાલો, જાણીએ કે કઈ કઈ ઓફર દ્વારા આ ફોનની કિંમત 5000 કરતા પણ ઓછી થઈ જાય છે.

Apple iPhone ખરીદો માત્ર 4,849 રૂપિયામાં, Flipkart પર છે ઓફર

Apple iPhone 12 કંપનીનો સૌથી વધુ વેચાનારો સ્માર્ટફોન છે. લગબગ 3 વર્ષ જૂનો થઈ ચૂકેલો આ ફોન હજી પણ ડિમાન્ડમાં છે. યુઝર્સ હજી પણ આઈફોન 12 વાપરે છે અને ખરીદે છે. જો કે આઈફોન 15 સિરીઝ લોચ થયા બાદ તેનું વેચાણ એપલ સ્ટોર પરથી બંધ થઈ ગયું છે. એટલે કે સત્તાવાર રીતે એપલે આ ફોન મોડેલ બંધ કરી દીધું છે. ટૂંક સમયમાં જ આ ફોન ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ પરથી પણ નહીં ખરીદી શકાય. કદાચ એટલે જ એપલ આઈફોન 12 હાલમાં સૌથી ઓછી કિંમતે મળી રહ્યો છે. આમ તો લોન્ચ સમયે એપલ આઈફોન 12ની કિંમત 79,900 રૂપિયા રાખવામાં આવી હતી. આઈફોન 12 અત્યાર સુધીના સૌથી વધુ વેચાતા આઈફોન મોડેલ્સમાંનો એક છે. પરંતુ હાલ ફ્લિપકાર્ટ પર આઈફોન 12 પર 39,150 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. બધું જ ડિસ્કાઉન્ટ બાદ કરીને આ ફોન 4,849 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ છે.

Apple iPhone 12 પરની ઓફર્સ

એપલના આઈફોન 12ને હાલમાં ફ્લિપકાર્ટ પર 43,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે. ફ્લિપકાર્ટ પર એક્સચેન્જ ઓફર્સ અંતર્ગત ગ્રાહકો પોતાના જૂના સ્માર્ટફોનને એક્સચેન્જ કરીને 39,150 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મેળવી શકે છે. આ ઉપરાંત બેન્ક ઓફર્સ અને ડિસ્કાઉન્ટ બાદ આ ફોન ફ્લિપકાર્ટ પરથી 39,150 રૂપિયાનું ડિસ્કાઉન્ટ કાઢતા માત્ર 4,849 રૂપિયામાં ખરીદી શકાય છે.

એપલ આઈફોન 12ના ફીચર્સ

Apple iPhone 12માં 6.1 ઈંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જ્યારે પ્રોસેસરની વાત કરીએ તો આમાં Apple A13 Bionic SoC આપવામાં આવી છે. એપલ આઈફોન 12 રેમિક શીલ્ડ અને IP68 વૉટર રેઝિસ્ટન્સ કેપેસિટી ધરાવે છે. આ ફોનમાં બેકસાઈડ 12 મેગાપિક્સલનો ડ્યુઅલ કમેરા સેટઅપ મળી રહ્યો છે. આ ફોનમાં નાઈટ મોડ, 4K ડૉલ્બી વિઝન HDR રેકોર્ડિંગ સાથે 12 મેગાપિક્સલનો ટ્રુ ડેપ્થ ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનમાં વર્ટિકલ ડ્યુઅલ કેમેરા સેટઅપ અને 64 જીબી સ્ટોરેજ કેપેસિટી ધરાવતો એપલનો સૌથી છેલ્લો સ્માર્ટફોન છે.

Best Mobiles in India

English summary
Apple iPhone 12 buy in lowest price on flipkart

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X