એપલ દ્વારા ભૂલથી પોતાના આવનારા ચાર આઇપેડ પ્રો ને વેબસાઈટ પર લિસ્ટ કરવામાં આવ્યા

By Gizbot Bureau
|

છેલ્લા કેટલાક અઠવાડિયામાં એપલ ની આસપાસ ઘણા બધા હંગામા થઇ રહ્યા છે, એપલ નવા આઇપેડ પ્રો મોડેલ્સ લોન્ચ કરવા તૈયાર છે પણ લાગે છે કે કંપની તેને વધુ સમય સુધી રોકી નહિ રાખી શકે. હાલમાં કેનેડાની એક વેબસાઈટમાં આઈફોનના રિપોર્ટ અનુસાર એપલે તેના ચાર નવા આઇપેડ પ્રોના મોડલ્સ સપોર્ટ ડોક્યુમેન્ટ્સ માં તેમની ચાઈનીઝ વેબસાઈટ પર લિસ્ટ કરવામાં આવ્યા હતા.

એપલ દ્વારા ભૂલથી પોતાના આવનારા ચાર આઇપેડ પ્રો ને  વેબસાઈટ પર લિસ્ટ

કંપનીએ 'આઇપેડ માટેની મહત્વપૂર્ણ સલામતી માહિતી સપોર્ટ પેજ' પરથી હટાવી તે પહેલાજ રિપોર્ટમાં ટૂંક સમયમાં શરુ થનારા આઇપેડ પ્રો મોડેલ્સને પ્રકાશિત કરતો સ્ક્રિનશોટ કેપ્ચર કરવામાં આવ્યો હતો.

અહેવાલ મુજબ આગામી આઇપેડ પ્રો એ સમાન મોડેલ નંબર - એ2229 સાથે આવે છે જે યુરેશિયન ઇકોનોમિક કમિશન (ઇઇસી) ડેટાબેઝ માં એન્ટ્રી તરીકે દર્શાવ્યું હતું, કે જેનો અહેવાલ એપલ ઇન્સાઇડર દ્વારા કરવામાં આવ્યો હતો. તે અહેવાલ મુજબ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આઇપેડ ડિવાઇસ કોડ એ2229 હેઠળ આવે છે જેમાં નાના વર્ણન સાથે લખવામાં આવ્યું છે કે, "એપલ બ્રાન્ડનું ટેબ્લેટ કમ્પ્યુટર."

મોડલ્સ અને ફીચર્સ

જયારે, આજના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આઇપેડ પ્રો મોડેલ નંબર એ2229 એ 12.9 ઇંચનું ફક્ત વાઈ-ફાઈ મોડેલ છે. આ મોડલની સાથે સાથે હજી નવા ત્રણ મોડલ ટૂંક સમયમાં લોન્ચ થવાના છે જેમાં મોડલ નંબર એ2228 (11 ઈંચ આઇપેડ પ્રો વાઈ-ફાઈ); એ2231 (11 ઇંચ આઇપેડ પ્રો સેલ્યુલર); અને એ2233 (12.9 ઇંચ આઇપેડ પ્રો સેલ્યુલર) નો સમાવેશ થાય છે.

આનો અર્થ એવો થાય છે કે એપલ તેના આઇપેડ પ્રોને બે સ્ક્રીન સાઈઝમાં લોન્ચ કરશે જેમાં 11 ઈંચ અને 12.9 ઈંચની સંભાવના છે.

ફેબ્રુઆરીમાં બ્લુમબર્ગના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે "એપલ 2020 ના પહેલા ભાગમાં નવા આઇપેડ પ્રોને નવીનતમ કેમેરા સિસ્ટમ સાથે લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટ સૂચવે છે કે 2020 ના પહેલા ભાગમાં નવા આઇપેડ પ્રો ને લોન્ચ કરવાની યોજના હતી જે કોરોના વાઇરસ ને લીધે વિલંબિત થઇ શકે છે.

જાણીતા ટિપસ્ટર અને ભૂતપૂર્વ કેજીઆઈ સેક્યુરિટિસ વિશ્લેષક મિંગ ચી કુઓ દ્વારા મકરુમોર્સના અગાઉના અહેવાલ મુજબ, એપલ 12.9 ઈંચના આઇપેડ પ્રો સાથે 7.9 ઈંચનું આઇપેડ મીની અને 10.2 ઈંચનું આઇપેડ હવે મીની એલઈડી ડિસ્પ્લે સાથે આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
Apple iPad Pro Models Accidentally Listed On Official Website

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X