Apple iPad, iPad Pro 2022 લોન્ચ, આ છે ખાસિયત અને કિંમત

By Gizbot Bureau
|

Appleએ પોતાના iPad અને iPad Proની નવી જનરેશન 2022 ગ્લોબલી લોન્ચ કરી છે. આ નવી જનરેશનના આઈપેડમાં ઘણા ફીચર્સ અપગ્રેડ કરવામાં આવ્યા છે. iPad 2022માં A22 Bionic ચીપસેટ મૂકવામાં આવી છે, જ્યારે iPad Pro 2022ની નવી જનરેશન M2 Chip પર કામ કરે છે. એપલના આ નવા આઈપેડ iPadOS 16 પર ચાલે છે. સાથે જ તેમાં એપલ પેન્સિલ અને મેજિક કી બોર્ડનો પણ સપોર્ટ મળશે. ચાલો, ડિટેઈલમાં જાણીએ કે એપલે લોન્ચ કરેલા આ નવી જનરેશનના iPadની શું ખાસિયત છે, અને તે કેટલી કિંમતમાં તમે ખરીદી શક્શો.

Apple iPad, iPad Pro 2022 લોન્ચ, આ છે ખાસિયત અને કિંમત

iPad 2022ના ફૂચર્સ

iPad 2022 માત્ર એક જ 10.9 ઈંચની લિક્વિટ રેટિના ડિસ્પ્લે સાથે લોન્ચ કરાયું છે. આ ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 2360*1640 પિક્સલ છે. તો આ ડિસ્પેલમાં 500 નિટ્સ સુધીની પીક બ્રાઈટનેસ સપોર્ટ કરે છે. એપલે આ ડિસ્પ્લેમાં ટ્રુ ટોન ટેક્નોલોજી વાપરી છે. સાથે જ, આ ડિસ્પ્લેમાં ટચ આઈડીનો પણ સપોર્ટ છે.

એપલના જૂના આઈપેડ A14 બાયોનિક ચીપને સપોર્ટ કરતા હતા, જેમાં વધારે સારું પર્ફોમન્સ મળતું હતું. કંપનીનો દાવો છે કે નવા આઈપેડની બેટરી એક દિવસ સુધી ચાલી શકે. સાથે જ એપલે આ વખતે કેમેરા ફીચર્સ પણ અપગ્રેડ કર્યા છે. iPad 2022માં તમને ચાર કલર ઓપ્શન પણ મળે છે.

કેમેરાની વાત કરીએ તો iPad 2022માં બેકસાઈડ 12 મેગાપિક્સલનો વાઈડ એન્ગલ કેમેરા આપવામાં આવ્યો છે, જે 4કે વીડિયો કેપ્ચર કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત વીડિયો કોલિંગ માટે સામેની બાજુ પણ 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એન્ગલ કેમેરા મળશે. આ આઈપેડ 5જી અને વાઈફઈ 6 જેવા કનેક્ટિવિટી ફીચર્સને સપોર્ટ કરે છે. સાથે જ ચાર્જિંગ અને કનેક્ટિવિટી માટે તેમાં USB Type C પોર્ટ છે.

iPad Pro 2022ના ફીચર્સ

iPad Proનું આ નવું મોડેલ બે જુદી જુદી સ્ક્રીન સાઈઝ 11 ઈંચ અને 12.9 ઈંચમાં ઉપલબ્ધ છે. આ મોડેલ સિલ્વર અને સ્પેસ ગ્રે કલરમાં લોન્ચ કરાયું છે. નવી જનરેશનના iPad Proમાં 16 જીબી સુધીની રેમ અને 128 જીબી, 25 જીબી, 512 જીબી, 1 ટીબી અને 2 ટીબી સુધીના સ્ટોરેજ ઓપ્શન આવે છે. એપલનું નવું iPad Pro 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ ડિસ્પ્લે સાથે આવે છે, સાથે જ તેમાં પ્રો મોશન ફીચર પણ આપવામાં આયું છે. આ આઈપેડ મિની એલઈડી ડિસ્પ્લે ટેક્નોલોજી પર બેઝ્ડ છે, જે XDR ફીચરને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે તેમાં વાઈ ફાઈ 6, 5જી અને USB Type Cનો સપોર્ટ છે. તો આ iPad Proમાં બેક સાઈટ 12 મેગાપિક્સલ + 12 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા અને સેલ્ફી માટે 12 મેગાપિક્સલનો સિંગલ કેમેરા છે.

iPad, iPad Pro 2022ની કિંમત

એપલ આઈપેડનું વાઈફાઈ ઓલી મોડેલે 499 ડૉલર એટલે કે લગગ 41,000 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે વાઈફાઈ અને સેલ્યુલર બંને સપોર્ટ ધરાવતા મોડેલની શરૂઆતની કિંમત 599 ડૉલર એટલે કે લઘબગ 49,325 રૂપિયા છે. આ મોડેલ બ્લૂ, પિંક, યલો, સિલ્વર કલર ઓપ્શન સાથે મળશે. અમેરિકા સહિતના 28 દેશોમાં યુઝર્સ આઈપેડ 2022ને પ્રિ બૂક કરાવી શકે છે. 26 ઓક્ટોબરથી એપલ આ આઈપેડને વેચાણ માટે મૂક્શે.

iPad Pro 2022ના 11 ઈંચ ડિસ્પ્લેવાળા વાઈ ફાઈ મોડેલની શરૂઆતની કિંમત 81,900 રૂપિયા છે. જ્યારે વાઈફાઈ અને સેલ્યુલર બંને સપોર્ટ કરતા મોડેલની શરૂઆતની કિંમત 96,900 રૂપિયા છે. જ્યારે 12.9 ઈંચ ડિસ્પેલવાળા વાઈફાઈ ઓન્લી મોડેલની કિંમત 1,12,900 રૂપિયાથી શરૂ થાય છે. આ જ સ્ક્રીન સાઈઝમાં જો તમારે વાઈફાઈ અને સેલ્યુલર બંને કનેક્ટિવિટી જોઈતી હોય તો તમારે 1,27,900 રૂપિયા ચૂકવવા પડશે. iPad Pro સિલ્વર અને ગ્રે એમ બે જ કલરમાં ઉપલબ્ધ છે. આ iPad Pro પણ અમેરિકા સહિત 28 દેશોમાં પ્રિ બુક કરી શકાશે, અ કંપની 26 ઓક્ટોબરથી તેને વેચાણ માટે મૂક્શે.

Best Mobiles in India

Read more about:
English summary
Apple iPad Pro 2022 Launched Know Features and Price

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X