Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Apple India Diwali Saleમાં મળે છે 10,000 સુધીનું ડિસ્કાઉન્ટ
એપલના મચ અવેઈટેડ ફેસ્ટિવલ સેલની શરૂઆત નવરાત્રિના પહેલા નોરતાથી થઈ ચૂકી છે. આ સેલ દરમિયાન એપલ લવર્સને જુદી જુદી એપલ પ્રોડક્ટ્સ જેમ કે iPhones, iPads, Macs, AirPods અને Smart Watches પર બમ્પર ડીલ તેમજ ડિસ્કાઉન્ટ ઓફર્સ મળશે. એપલે આ ફેસ્ટિવ સિઝન દરમિયાન ચાલી રહેલા સેલમાં 10 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત જે ગ્રાહકો HDFC બેન્કના કાર્ડ દ્વારા ખરીદી કરશે, તેમને ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઓફર પણ મળશે. જો તમે પણ એપલની વસ્તુઓ વાપરવાના શખીન છો, અને નવો આઈફોન કે મેકબુક ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, આ એપલ ફેસ્ટિવ સેલ દરમિયાન તમને સારો એવો ફાયદો થઈ શકે છે. ચાલો જોઈએ કે એપલ ઈન્ડિયા દિવાળી સેલમાં કઈ કઈ ઓફર્સ આપી રહી છે.

iPhone 15 Series Discount offer
ઓફર્સની વાત કરીએ તો Apple India Diwali Saleમાં HDFC કાર્ડધારકોને મસમોટું ડિસ્કાઉન્ટ મળશે. આ સેલ દરમિયાન એચડીએફસી બેન્કના કાર્ડ દ્વારા શોપિંગ કરવા પર 10 હજાર રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. જો તમે આ સેલ દરમિયાન iPhone 15 Pro અને iPhone 15 Pro Max ખરીદી રહ્યા છો, તો તમને HDFC કાર્ડ દ્વારા ખરીદી કરવા પર 6 હજાર રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત iPhone 15 iPhone 15 Plus એચડીએફસી બેન્કના કાર્ડથી ખરીદવા પર 4000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.
iPhone Series Discount Offer
જો તમારું બજેટ થોડું ઓછું છે, તો આ સેલ દરમિયાન તમે iPhone 14 સિરીઝના ફોન પણ સસ્તામાં ખરીદી શકો છો. iPhone 14 અને iPhone 14 Plus પર HDFC બેન્ક કાર્ડ દ્વારા ખરીદી કરવા પર 4,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. iPhone 13ની એચડીએફસી બેન્કના કાર્ડ દ્વારા ખરીદી કરવા પર 3000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત જો તમે iPhone SEની ખરીદી કરી રહ્યા છો તો તમને 2000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.
Apple Extra Offer
એપલ પોતાના ઈન્ડિયા દિવાળી સેલ દરમિયાન 6 મહિના સુધી નો કોસ્ટ ઈએમઆઈની પણ સુવિધા આપી રહી છે. આ ઉપરાંત ગ્રાહકો એક્સચેન્જ ઓફરનો પણ લાભ લઈ શકે છે. એક્સચેન્જ ઓફર દરમિયાન ગ્રાહકો વધુમાં વધુ 67,800 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. એટલું જ નહીં સેલ દરમિયાન નવો આઈફોન ખરીદવા પર ગ્રાહકોને 6 મહિના સુધી Apple Music Subscription સાવ ફ્રી મળશે.
આ ઓફર્સ પણ કરાવશે લાભ
જો યુઝર્સ MacBook Air 13 ઈંચ અથવા 15 ઈંચનું મોડેલ કે પછી MacBook Pro 13 ઈંચ, 14 ઈંચ થવા 16 ઈંચનું મોડેલ અને Mac Studio ખરીદી રહ્યા છે, તો બેન્ક કાર્ડથી ખરીદી કરવા પર 10 હજરા રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. Apple HomePod અને AirPods Proની ખરીદી કરવા પર પણ કંપની 2000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications